IPLનો આવતીકાલથી પ્રારંભ, કાઉન્ટ ડાઉન શરુ
26 માર્ચથી IPLનો પ્રારંભ થઇ રહ્યો છે અને IPLનું કાઉન્ટડાઉન શરુ થઇ ચુકયું છે ત્યારે ક્રિકેટ રસીકો IPLનો આનંદ માણવા સજ્જ થઇ ચુકયા છે. IPL ટુર્નામેન્ટ 65 દિવસ યોજાશે જેમાં 10 ટીમો વચ્ચે 74 મેચ રમાશે. 65 દિવસ સુધી દેશમાં લાંબા સમય પછી ક્રિકેટ ફિવર દેખાશે. ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર વચ્ચે પહેલો મુકાબલો ઇન્ડિયન પ્રીમીયર લીગનો શનિવારે 26 માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. ફાઇનલ મુકાબલો 29 મેન
Advertisement
26 માર્ચથી IPLનો પ્રારંભ થઇ રહ્યો છે અને IPLનું કાઉન્ટડાઉન શરુ થઇ ચુકયું છે ત્યારે ક્રિકેટ રસીકો IPLનો આનંદ માણવા સજ્જ થઇ ચુકયા છે. IPL ટુર્નામેન્ટ 65 દિવસ યોજાશે જેમાં 10 ટીમો વચ્ચે 74 મેચ રમાશે. 65 દિવસ સુધી દેશમાં લાંબા સમય પછી ક્રિકેટ ફિવર દેખાશે.
ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર વચ્ચે પહેલો મુકાબલો
ઇન્ડિયન પ્રીમીયર લીગનો શનિવારે 26 માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. ફાઇનલ મુકાબલો 29 મેના રોજ રમાશે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ ડિફેન્ડીંગ ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર વચ્ચે રમાશે. ચેન્નઇ ટીમ પોતાના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજા સાથે વિજેતાનો તાજ કાયમ રાખવા મેદાનમાં ઉતરશે.
ગુજરાત અને લખનઉની નવી ટીમ
આ વખતે IPLમાં બે નવી ટીમો પણ મેદાનમાં ઉતરશે. લખનઉ અને ગુજરાતની બે ટીમો પણ આઇપીએલમાં ટકરાશે અને તે જ પ્રમાણે કુલ 10 ટીમો ટકરાશે. 10 ટીમોને બે ગૃપમાં રાખવામાં આવી છે અને તમામ ટીમો એકબીજા સામે 14 મેચ રમશે. ગૃપ સ્ટેજમાં કુલ 70 મેચ રમાશે અને ત્યારબાદ ફાઇનલ સહિત 4 મુકાબલા યોજાશે
બે ગૃપમાં 74 મેચ રમાશે
ગૃપ સ્ટેજની તમામ મેચો મુંબઇના વેનખેડે સ્ટેડિયમ, બેબ્રોન અને ડી વાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. આ ઉપરાંત પુણેના સ્ટેડિયમમાં પણ મેચ રમાશે. 10 ટીમો વચ્ચે 65 દિવસમાં ફાઇનલ સહિત 74 મેચ રમાશે. આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વિજેતા બનનારી મુંબઇ ઇન્ડીયન્સ ટીમ ગૃપ એમાં છે જયારે 4 વખત વિજેતા બનનાર ચેન્નઇની ટીમને ગૃપ બીમાં રાખવામાં આવી છે. ગૃપ સ્ટેજની મેચોમાં આ બંને ટીમો વચ્ચે 2 વખત મુકાબલો થશે.


