Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પીળી જર્સીનો શહેનશાહ શું હવે વિદાયના દ્વારે?

MS Dhoni : ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં કેટલાય મહાન ખેલાડીઓ આવ્યા અને ગયા છે, પરંતુ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ એક એવો ખેલાડી રહ્યો છે, જેણે માત્ર રન જ નહીં, પણ લાખો ચાહકોના દિલ જીતી લીધાં છે.
પીળી જર્સીનો શહેનશાહ શું હવે વિદાયના દ્વારે
Advertisement
  • IPL માંથી ધોનીની થશે વિદાય?
  • 5 ટાઈટલ અને અગણિત યાદો
  • પીળી જર્સીનો શહેનશાહ હવે વિદાયના દ્વારે!
  • CSKનો કિંગ ધોની, ગૌરવમય મળશે વિદાય!

MS Dhoni : ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં કેટલાય મહાન ખેલાડીઓ આવ્યા અને ગયા છે, પરંતુ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ એક એવો ખેલાડી રહ્યો છે, જેણે માત્ર રન જ નહીં, પણ લાખો ચાહકોના દિલ જીતી લીધાં છે. IPL 2025 એ સિઝન બની શકે છે ધોનીએ કદાચ છેલ્લી વખત પીળી જર્સી પહેરીને મેદાનમાં પગ મૂક્યો હોય. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે આ સિઝન ભલે નિરાશાજનક રહી હોય, પરંતુ ધોનીની પ્રત્યેક ક્ષણ ચાહકો માટે યાદગાર રહી છે.

શું આ અંતિમ સિઝન?

ધોનીની છેલ્લી સિઝન હોવાના સંકેતો સિઝનની શરૂઆતથી જ જોવા મળ્યા હતા. ભલે તેમણે સ્પષ્ટ રીતે નિવૃત્તિની જાહેરાત ન કરી હોય, પરંતુ દરેક મેચમાં ચાહકોનો ઉત્સાહ, 'Thank You Dhoni'ના પ્લેકાર્ડ્સ અને ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમની ઘોઘાટભરી ખુશીઓ એ દર્શાવતું હતું કે ધોનીના આ અંતિમ પળો તે માણી રહ્યા છે. જણાવી દઇએ કે, CSK માટે આ સિઝન નિરાશાજનક રહી છે. ટીમ 10માંથી માત્ર 2 મેચ જીતી શકી અને પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ. છતાં, ધોનીના ફિનિશિંગ સ્ટ્રોક્સ, તેમના શાંતિભર્યા નેતૃત્વ અને એકાદ દુર્લભ છગ્ગા એ દર્શાવ્યું કે તેઓ આજે પણ એટલાં જ અસરકારક છે. ખાસ કરીને પંજાબ કિંગ્સ સામેનો એક હાથે મારેલો સિક્સર, અને બાદમાં જાડેજાએ હાસ્યાસ્પદ રીતે પકડેલો કેચ, ચાહકો માટે યાદગાર ક્ષણ બની રહી હતી.

Advertisement

વિદાય તો નિશ્ચિત છે, સમય કદાચ નહીં

ધોની માત્ર એક ખેલાડી નહીં, પણ શિસ્ત, શાંતિ અને સ્માર્ટ રમતગમતના પ્રતિક છે. IPLમાં તેમનું યોગદાન માત્ર શોટ મારવો કે વિકેટની પાછળ સ્ટમ્પિંગ કરવા પૂરતું નથી રહ્યું. તેમણે યુવાઓને તક આપી છે, ટીમને સહિયારું બનાવ્યું છે અને કોણ કેટલું પ્રતિભાશાળી છે તેનો દુનિયાને અહેસાસ કરાવ્યો છે. જણાવી દઇએ કે, જોકે ધોનીએ હજુ નિવૃત્તિની ઔપચારિક જાહેરાત કરી નથી, તેમ છતાં IPL 2025માં તેમના દરેક સ્ટેપ્સ, ચાહકો માટે ‘વિદાય મોમેન્ટ’ બની ગયા છે. હવે દરેકને આશા છે કે CSK અને BCCI તરફથી તેમને ઉચિત વિદાય આપવામાં આવશે. એક એવું ફેરવેલ જે તેમના યોગદાનને ન્યાય આપે.

Advertisement

અંતે... ધોની માટે એક શબ્દ : ધન્યવાદ!

દુનિયાભરમાંથી ધોનીના તમને કરોડો ફેન મળી જશે. પીળી જર્સીમાં પોતાના ફોટાને ધોની સાથે મર્જ કરતા અને તેમના જેવા બનવાના સપના જોતા સોશિયલ મીડિયામાં ઘણા યુવાનો જોવા મળે છે. તેમાંથી એક દિપક ચૌહાણ નામના યુઝર્સે લખ્યું કે, IPLના માધ્યમથી ધોનીએ જે યાત્રા શરૂ કરી હતી, તેનું અંત માત્ર સ્ટેટિસ્ટિક્સથી માપી શકાય તેટલું સરળ નથી. એમ.એસ. ધોની એ નામ છે કે જે હંમેશા CSK અને ભારતીય ક્રિકેટના પાના પર સુવર્ણ અક્ષરે લખાયેલું રહેશે. આ અંત નથી... ધોની તો દિલમાં હમેશા જીવતો રહેશે.

2023 પરફેક્ટ સમય હતો...

વર્ષ 2023 માં ચેન્નાઇ સુપર કિંગ જ્યારે IPL નું ટાઇટલ જીત્યું ત્યારે એવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી કે હવે મહેન્દ્રસિંહ ધોની નિવૃત્તિની જાહેરાત કરશે. કારણ કે આનાથી સારો સમય બીજો ન હોઇ શકે. પણ તે સમયે ધોનીના નિવૃત્તિના સમાચાર ન આવતા ફેન્સ એક રીતે ખુશ થઇ ગયા હતા પણ આજે પરિસ્થિતિ એવી છે કે, ધોનીની જે ઇમેજ 2023 માં હતી તેનાથી વિપરીત આજે 2025 માં જોવા મળી રહી છે. જેના પર કટાક્ષ કરતા એક યુઝર્સે લખ્યું કે, આ હતો ધોનીની નિવૃત્તિ માટે ભગવાને નક્કી કરેલો સંપૂર્ણ અંત. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ મેનેજમેન્ટે સ્ટેડિયમ ભરવા માટે સૌથી ખરાબ રીતે તેની કારકિર્દી બરબાદ કરી દીધી. @ChennaiIPL તેમને નિવૃત્ત થવા દો અને તેમના માટે કોચ અથવા માર્ગદર્શક રાખો. જો તમે સારું રમશો તો ભીડ આવશે.

ક્રિકેટ કેરિયર

ઝારખંડના રાંચી શહેરમાંથી ઊભરેલા ધોનીએ 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. માત્ર થોડા વર્ષોમાં, તેણે પોતાની કુશળ વિકેટકીપિંગ અને ફિનિશિંગ ક્ષમતા દ્વારા સમગ્ર વિશ્વમાં નામ કમાયું. 2007માં ધોની ભારતીય ક્રિકેટ ટીમના T20 કેપ્ટન બન્યા અને પહેલી જ ટૂર્નામેન્ટમાં વર્લ્ડ કપ જીતીને પોતાનું સામર્થ્ય સાબિત કર્યું. તેટલું જ નહીં તે પછી વર્ષ 2011 ODI વર્લ્ડ કપ અને 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને તેણે વિશ્વને બતાવ્યું કે ભારતીય ક્રિકેટ ટીમમાં એક સક્ષમ કેપ્ટન આવી ગયો છે જે તમામ પરિસ્થિતિમાં ટીમને જીત અપાવી શકે છે. તેટલું જ નહીં જ્યારે ધોની IPL ની શરૂઆત થઇ ત્યારથી મોટાભાગની મેચ CSK ના કેપ્ટન તરીકે રમ્યો છે. તેણે અત્યાર સુધીમાં CSK ને 5 વાર IPL વિજેતા (2010, 2011, 2018, 2021, 2023) બનાવ્યું છે.

આ પણ વાંચો :   Dhoni-Jadeja Funny Video : ધોનીએ ફટકારેલા શોટને જાડેજાએ કેચ કર્યો, જુઓ આ રમૂજી ક્ષણને

Tags :
Advertisement

.

×