ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રોહિત શર્માને લઈને ઈશાન કિશને કર્યો મોટો ઘટસ્ફોટ, ચાલુ મેચમાં ખેલાડીઓને આપે છે ગાળો

હાલ આઈપીએલ રોમાંચક તબક્કામાં ચાલી રહી છે. દરેક મેચ રોમાંચક થઈ રહી છે. ત્યારે આજે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને લઈને ઈશાન કિશને મોટો ઘટસ્ફોટ કર્યો છે. IPLની 15મી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી છે અને પહેલી બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સીઝનમાં મુંબઈના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને 15.25 કરોડ રૂપિયા આપીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ મુંબઈ ઈન્ડàª
01:16 PM Apr 05, 2022 IST | Vipul Pandya
હાલ આઈપીએલ રોમાંચક તબક્કામાં ચાલી રહી છે. દરેક મેચ રોમાંચક થઈ રહી છે. ત્યારે આજે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને લઈને ઈશાન કિશને મોટો ઘટસ્ફોટ કર્યો છે. IPLની 15મી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી છે અને પહેલી બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સીઝનમાં મુંબઈના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને 15.25 કરોડ રૂપિયા આપીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ મુંબઈ ઈન્ડàª

હાલ
આઈપીએલ રોમાંચક તબક્કામાં ચાલી રહી છે. દરેક મેચ રોમાંચક થઈ રહી છે. ત્યારે આજે
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને લઈને ઈશાન કિશને મોટો ઘટસ્ફોટ કર્યો છે.
IPLની 15મી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી છે
અને પહેલી બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સીઝનમાં મુંબઈના વિકેટકીપર
બેટ્સમેન ઈશાન કિશનને 15.25 કરોડ રૂપિયા આપીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના ધુરંધર બેટ્સમેને ખુલાસો કર્યો છે કે ટીમના કેપ્ટન રોહિત
શર્મા મેચ દરમિયાન ખેલાડીઓને ગાળો આપે છે.


એક શો દરમિયાન ઈશાન કિશને રોહિત શર્માને લઈને કહ્યું
હતું કે તે ખુબ જ સારા કેપ્ટન છે અને હંમેશા શાંત રહે છે. પરંતુ તે કેટલીક વખત મેચ
દરમિયાન ખેલાડીઓ ભૂલ કરે તો ગાળો આપે છે. પછી જ્યારે મેચ પૂરી થઈ જાય તો તે તેને
મળે છે અને કહે છે ભાઈ દિલ ઉપર ના લેતો મેચમાં ક્યારેક એવુ થઈ જાય છે. ઈશાન કિશને
વધુમાં જણાવ્યુ હતું કે બોલ જુનો હોય તો ટીમને ફાયદો મળે છે. તો મેં બોલને જુનો
કરવાના પ્રયાસમાં બોલને જમીન ઉપર માર્યો જેથી અમારી ટીમને ફાયદો થઈ શકે. તે મેચમાં
મેદાનમાં ખુબ જ ઝાકળ પડ્યો હતો જેવા બોલને જમીન પર પછાડતા રોહિત તરફ ફેંક્યો.
રોહિતે બોલને ઉઠાવ્યો અને ખિંચામાંથી રૂમાલ કાઢીને લુછવા લાગ્યો અને મને ગાળો આપી
કે તું આ શું કરી રહ્યો છે. ત્યારે મને મારી ભૂલ સમજાઈ.


ઈશાન કિશને વધુમાં જણાવ્યું કે રોહિત શર્મા ટીમના દરેક
ખેલાડીઓને પોતાની રીતે રમવા માટે સંપૂર્ણ આઝાદી આપે છે. પછી તે બોલર હોય કે
બેટ્સમેન. મને યાદ છે કે એક મેચમાં અમારા કોચ જયવર્ધને કહ્યું હતું કે તમારે એક-બે
રન પણ લેવા જોઈએ જેથી સ્ટ્રાઈક રેટ રોટેટ થતી રહે. તેના પછી રોહિત શર્મા મારા પાસે
આવ્યા અનને કહ્યું તારે જેમ રમવું હોય એમ રમ.

 

Tags :
GujaratFirstIPL2022IshanKishanRohitSharma
Next Article