Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jitesh Sharma એ IPLમાં રચ્યો ઈતિહાસ, ધોનીને પાછળ છોડીને બન્યો નંબર 1

RCB ક્વોલિફાયર 1 માં થઈ એન્ટ્રી LSGને હરાવીને ટોપ-2 માં સ્થાન સુરક્ષિત કર્યું Jitesh Sharma એ IPLમાં રચ્યો ઈતિહાસ એમએસ ધોનીને પાછળ છોડીને બન્યો નંબર 1 LSG vs RCB: RCB એ પોતાની છેલ્લી લીગ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવીને...
jitesh sharma એ iplમાં રચ્યો ઈતિહાસ  ધોનીને પાછળ છોડીને બન્યો નંબર 1
Advertisement
  • RCB ક્વોલિફાયર 1 માં થઈ એન્ટ્રી
  • LSGને હરાવીને ટોપ-2 માં સ્થાન સુરક્ષિત કર્યું
  • Jitesh Sharma એ IPLમાં રચ્યો ઈતિહાસ
  • એમએસ ધોનીને પાછળ છોડીને બન્યો નંબર 1

LSG vs RCB: RCB એ પોતાની છેલ્લી લીગ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવીને ટોપ-2 માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. આ સાથે, RCB ક્વોલિફાયર 1 માં પંજાબ કિંગ્સ સામે રમશે. RCB 9 વર્ષ પછી ક્વોલિફાયર 1 માં સ્થાન મેળવ્યું છે.આ મેચમાં, વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્મા, જે RCBનું નેતૃત્વ કરી રહ્યો હતો, તેને શાનદાર બેટિંગ કરીને RCBની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ મેચમાં જીતેશ શર્માએ (Jitesh Sharma)એમએસ ધોનીને (MS Dhoni)હરાવીને ઈતિહાસ રચ્યો છે.

જીતેશ શર્માએ રચ્યો ઈતિહાસ

આ મેચમાં, જીતેશ શર્માએ (jitesh sharma create history)બેટિંગ કરતા માત્ર 33 બોલમાં 85 રનની અણનમ ઈનિંગ રમી હતી. જેમાં તેના બેટમાંથી 8 ચોગ્ગા અને 6 છગ્ગા આવ્યા હતા. આ સાથે, જીતેશે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી. IPL રન ચેઝમાં છઠ્ઠા કે નીચલા ક્રમના બેટ્સમેન દ્વારા જીતેશનો આ સૌથી વધુ સ્કોર હતો. આ પહેલા આ રેકોર્ડ CSKના કેપ્ટન એમએસ ધોનીના નામે હતો, જેને IPL 2018માં RCB સામે 34 બોલમાં 70 રન બનાવ્યા હતા.

Advertisement

Advertisement

IPLમાં સફળ રન ચેઝમાં પીછો કરતી વખતે 6 અથવા તેનાથી નીચેના ક્રમ પર બનાવેલો સર્વોચ્ચ સ્કોર

ક્રમાંકખેલાડીનું નામસ્કોરબોલટીમવિરોધી ટીમસ્થળવર્ષ
1જીતેશ શર્મા85*33RCBLSGલખનૌ2025
2એમએસ ધોની70*34CSKRCBબેંગ્લોર2018
3આન્દ્રે રસેલ70*31KKRPBKSમુંબઈ2022
4કાયરન પોલાર્ડ70*47MIRCBબેંગ્લોર2017
5ડ્વેન બ્રાવો6830CSKMIમુંબઈ2018

આ પણ  વાંચો -LSG vs RCB: RCB એ લખનૌને હરાવીને પ્લેઓફમાં ટોપ-2માં કર્યું ક્વોલિફાય

મયંક અને જીતેશ વચ્ચે 107 રનની થઈ મહત્વપૂર્ણ પાર્ટનરશિપ

આ મેચમાં મયંક અગ્રવાલે પણ જીતેશ શર્માને સારો સાથ આપ્યો. બંને વચ્ચે 107 રનની મેચ-વિનિંગ પાર્ટનરશિપ થઈ. જીતેશે 85 રનની અણનમ ઈનિંગ રમી હતી, જ્યારે મયંક અગ્રવાલે 23 બોલમાં 41 રનની અણનમ ઈનિંગ રમી હતી જેમાં તેને 5 ચોગ્ગા ફટકાર્યા હતા.

આ પણ  વાંચો -England ની આખી ટીમ 2 રનમાં જ આઉટ, 8 ખેલાડીઓ ડક આઉટ

પંજાબ કિંગ્સ અને આરસીબી વચ્ચે રમાશે ક્વોલિફાયર 1

RCB માટે LSG ને હરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું કારણ કે ટીમને ક્વોલિફાયર 1 માં પોતાનું સ્થાન સુરક્ષિત કરવાનું હતું અને તે થયું. હવે RCB અને પંજાબ કિંગ્સ વચ્ચે ક્વોલિફાયર 1 29 મેના રોજ રમાશે. આ મેચ હારનારી ટીમે એલિમિનેટર જીતનારી ટીમ સાથે ક્વોલિફાયર 2 રમવું પડશે.

Tags :
Advertisement

.

×