KKR Captaincy Controversy : સતત 5 હાર બાદ રહાણેની છુટ્ટી નક્કી? આ વિસ્ફોટક ખેલાડી સંભાળી શકે છે કમાન
- કેકેઆરમાં કેપ્ટન્સીનો મોટો ફેરફાર થવાની શક્યતા!
- IPL 2026 માં KKR ની સતત પાંચમી હારથી મેનેજમેન્ટ નારાજ
- અજિંક્ય રહાણેના નેતૃત્વમાં ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે
- ખરાબ ફોર્મને કારણે રહાણેની કેપ્ટન્સી પર લટકતી તલવાર
- સ્ટાર બેટર રિંકુ સિંહને ટીમનો નવો કેપ્ટન બનાવાય તેવી ચર્ચા
- વેસ્ટ ઈન્ડિઝના રોવમેન પોવેલનું નામ પણ રેસમાં સામેલ
KKR Captaincy Controversy : આઈપીએલની સૌથી ગ્લેમરસ ગણાતી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે અત્યારે બધુ જ 'અંધકારમય' છે. ત્રણ વખતની ચેમ્પિયન ટીમ પોઈન્ટ ટેબલમાં તળિયે છે અને મેદાન પર ખેલાડીઓના ચહેરા ઉતરેલા છે. સવાલ એ છે કે, શું હવે સમય આવી ગયો છે કે KKR તેના સુકાની બદલે?
KKR Captaincy Controversy :આંકડા જૂઠું નથી બોલતા
અજિંક્ય રહાણે (Ajinkya Rahane) એક અનુભવી ખેલાડી છે, પણ કેપ્ટન તરીકે તેમનું નસીબ અને રણનીતિ બંને સાથ નથી આપી રહ્યા. આ સીઝનમાં રમેલી 5 મેચ અને 5 હાર એ મેનેજમેન્ટની ધીરજ ખૂટવા માટે પૂરતી છે.
જીતની ટકાવારી: રહાણેનો આઈપીએલમાં કેપ્ટન્સી રેકોર્ડ માત્ર 34.14% છે.
Advertisementનબળું નેતૃત્વ: ગત વર્ષે પણ 14 માંથી માત્ર 5 મેચ જીતી શકાઈ હતી.
One piece of advice for Ajinkya Rahane and KKR.
- KKR on the verge of losing 4th consecutive match and now at the bottom on Points Table.
pic.twitter.com/xkg23RHbPh— Kashif (@KashifNdmCric) April 14, 2026
KKR Captaincy Controversy : અધવચ્ચે કેપ્ટન બદલવો!
કોલકાતા માટે સીઝન વચ્ચે કેપ્ટન બદલવો એ કોઈ નવી વાત નથી. ભૂતકાળમાં પણ જ્યારે ટીમ મુશ્કેલીમાં હતી, ત્યારે દિનેશ કાર્તિક પાસેથી કમાન આંચકીને ઈયોન મોર્ગનને સોંપવામાં આવી હતી. શું ઇતિહાસ પોતાને દોહરાવશે? સૂત્રોનું માનીએ તો, KKR મેનેજમેન્ટ હવે પરિવર્તનના મૂડમાં છે.
કોણ બનશે નવો તારણહાર?
જો રહાણેની છુટ્ટી થાય છે, તો હોટ ફેવરિટ નામ છે રિંકુ સિંહ (Rinku Singh).
રિંકુ સિંહ: ટીમનો વાઈસ-કેપ્ટન અને અત્યારે ફેન્સનો સૌથી લાડકો ખેલાડી. રિંકુમાં તે 'સ્પાર્ક' છે જે ટીમને જીત તરફ દોરી શકે.
રોવમેન પોવેલ (Rovman Powell): વેસ્ટ ઈન્ડિઝના આ પાવર હીટર પાસે આંતરરાષ્ટ્રીય કેપ્ટન્સીનો અનુભવ છે.
નિષ્ણાતોનું શું કહેવું છે?
શ્રેયસ અય્યરને રિલીઝ કર્યા પછી KKR એક મજબૂત લીડરની શોધમાં ભટકી રહ્યું છે. રહાણેની શાંત પ્રકૃતિ અત્યારે ટીમમાં આક્રમકતા લાવવામાં નિષ્ફળ રહી છે. હવે જોવાનું એ રહેશે કે શું શાહરૂખ ખાન અને ટીમ મેનેજમેન્ટ આગામી મેચ પહેલા કોઈ મોટો ધડાકો કરે છે કે નહીં!
"ટીમને અત્યારે રન કરતાં વધુ એક એવા લીડરની જરૂર છે જે મેદાન પર જીતવાનો જુસ્સો ભરી શકે."
આ પણ વાંચો : Sports: પાકિસ્તાન પાસે પેટ્રોલના પૈસા નથી ને PSL રમવી છે? મોહસિન નકવી સવાલ સાંભળીને જ ભડક્યા!


