Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

હાર્દિક પંડ્યાને BCCI એ ફટકાર્યો દંડ, IPL 2026માં Mumbai Indians ની મુશ્કેલીઓ વધી

IPL 2026માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા ચર્ચામાં આવ્યા છે. મેચ દરમિયાન વિકેટની બેલ્સ પછાડવાના કારણે BCCIએ તેમની પર કાર્યવાહી કરી અને મેચ ફીમાં 10 ટકા દંડ ફટકાર્યો. ટીમના નબળા પ્રદર્શન વચ્ચે આ ઘટના વધુ વિવાદ સર્જી રહી છે અને ચાહકોમાં ચર્ચાનો વિષય બની છે.
હાર્દિક પંડ્યાને bcci એ ફટકાર્યો દંડ  ipl 2026માં mumbai indians ની મુશ્કેલીઓ વધી
Advertisement
  • Kolkata Knight Riders સામે Mumbai Indians ની હાર, હાર્દિક પંડ્યાને દંડ
  • IPL 2026: હાર્દિક પંડ્યા પર BCCIની કાર્યવાહી
  • કોલકાતા સામે વિવાદમાં ફસાયા હાર્દિક પંડ્યા

IPL 2026 (Indian Premier League)માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માટે વધુ એક નિરાશાજનક દિવસ સામે આવ્યો, જ્યારે ટીમને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામે હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં માત્ર ટીમની હાર જ ચર્ચાનો વિષય બની નહીં, પરંતુ મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) પર BCCI (Board of Control for Cricket in India) દ્વારા લેવાયેલા પગલાંએ પણ ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. મેચ દરમિયાન કરેલી એક ભૂલને કારણે હાર્દિક પંડ્યાને દંડ ફટકારવામાં આવ્યો છે અને તેમની મેચ ફીમાં 10 ટકા કપાત કરવામાં આવી છે.

હાર્દિક પંડ્યાએ મેચ દરમિયાન શું ભૂલ કરી?

આ કાર્યવાહી કોલકાતા નાઈટ રાઈડર્સની ઇનિંગની 10મી ઓવર દરમિયાન થયેલી ઘટનાને લઈને કરવામાં આવી હતી. ઓવરના ચોથા બોલ બાદ હાર્દિક પંડ્યા પોતાના રન-અપ (Run-up) પર પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમણે ગુસ્સામાં આવી વિકેટ પર રહેલી બેલ્સ (Bails) નીચે પછાડી દીધી હતી. મેદાન પર ખેલાડીઓના વર્તનને લઈને IPL આચારસંહિતા (IPL Code of Conduct) ખૂબ જ કડક છે અને આ પ્રકારની હરકતને અસ્વીકાર્ય માનવામાં આવે છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને મેચ રેફરી રાજીવ સેઠ (Rajiv Seth) દ્વારા હાર્દિક પંડ્યાને IPL આચારસંહિતાની કલમ 2.2 હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, હાર્દિક પંડ્યાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી, જેના કારણે મામલો વધુ આગળ વધારવાની જરૂર પડી નહોતી.

Advertisement

Advertisement

KKR સામે હાર્દિક પંડ્યાનું પ્રદર્શન - Mumbai Indians

જો મેચમાં હાર્દિક પંડ્યાના પ્રદર્શન (Performance)ની વાત કરીએ તો, તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યા હતા. જોકે તેમની ઇનિંગ્સ અપેક્ષા મુજબ અસરકારક રહી નહોતી. પંડ્યાએ 27 બોલમાં માત્ર 26 રન બનાવ્યા હતા, જેમાં એક છગ્ગો અને 2 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેમની ધીમી બેટિંગને કારણે મુંબઈની ટીમ પર દબાણ વધ્યું હતું. બોલિંગ વિભાગમાં પણ હાર્દિક ખાસ અસર છોડી શક્યા નહોતા. તેમણે 2 ઓવરમાં 13 રન આપ્યા અને એક પણ વિકેટ મેળવી શક્યા નહોતા. ટીમને તેમની ઓલરાઉન્ડ (All-round) ક્ષમતાથી મોટી આશા હતી, પરંતુ KKR સામે તે અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા નહોતા.

IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સનું ખરાબ પ્રદર્શન

IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ટીમે અત્યાર સુધી કુલ 9 મેચ રમી છે, જેમાંથી માત્ર 2 મેચમાં જ જીત મેળવી શકી છે. સતત મળતી હારને કારણે ટીમના પ્લેઓફ (Playoffs)માં પહોંચવાના રસ્તા પણ મુશ્કેલ બન્યા છે. વ્યક્તિગત પ્રદર્શનની વાત કરીએ તો હાર્દિક પંડ્યાએ આ સીઝનમાં અત્યાર સુધી 172 રન બનાવ્યા છે અને બોલિંગમાં 4 વિકેટ પોતાના નામે કરી છે. જોકે, તેમની કેપ્ટનશીપ અને ટીમના સંયોજન અંગે સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, KKR સામેની હાર અને ત્યારબાદ મળેલા દંડે હાર્દિક પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સ માટે મુશ્કેલીઓ વધુ વધારી દીધી છે. હવે આગામી મેચોમાં ટીમ અને કેપ્ટન બંને કેવી રીતે વાપસી કરે છે તેના પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.

આ પણ વાંચો : MIVsKKR : કોલકાતાની ટીમની જીત, મનીષ પાંડેએ ચોગ્ગા વરસાવ્યા

Tags :
Advertisement

.

×