Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

KKR Vs RR: કોલકાતાએ રાજસ્થાનને હરાવ્યું, વરુણ ચક્રવર્તી-હર્ષિત રાણાએ મચાવી ધૂમ

કોલકાતાએ રાજસ્થાનને હરાવ્યું વરુણ -હર્ષિત રાણાએ મચાવી ધૂમ કેપ્ટન  રિયાન પરાગ સદી ચક્યો KKR Vs RR :કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR Vs RR) એ એક રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને એક રનથી હરાવ્યું. KKR અને રાજસ્થાન વચ્ચેની આ મેચ ખૂબ જ...
kkr vs rr  કોલકાતાએ રાજસ્થાનને હરાવ્યું  વરુણ ચક્રવર્તી હર્ષિત રાણાએ મચાવી ધૂમ
Advertisement
  • કોલકાતાએ રાજસ્થાનને હરાવ્યું
  • વરુણ -હર્ષિત રાણાએ મચાવી ધૂમ
  • કેપ્ટન  રિયાન પરાગ સદી ચક્યો

KKR Vs RR :કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR Vs RR) એ એક રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને એક રનથી હરાવ્યું. KKR અને રાજસ્થાન વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક હતી અને અંતે, કોલકાતા એક મહત્વપૂર્ણ જીત નોંધાવવામાં સફળ રહ્યું. આ રીતે, KKR એ પ્લેઓફ માટે પોતાની આશા જીવંત રાખી છે. KKR એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને આન્દ્રે રસેલની તોફાની ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા. જવાબમાં, રાજસ્થાનના સુકાની રિયાન પરાગે શાનદાર બેટિંગ કરી પરંતુ ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 205 રન જ બનાવી શકી. અને 1 રનથી રાજસ્થાનની હાર થઇ

ટીમે 71 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની (KKR Vs RR)શરૂઆત સારી રહી ન હતી કારણ કે ટીમે 71 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, રિયાન પરાગે શિમરોન હેટમાયર સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી અને ટીમને મુશ્કેલીમાંથી બચાવી રિયાન સદી ચૂકી ગયો

Advertisement

Advertisement

આ પણ  વાંચો-RCB vs CSK : જાડેજા-આયુષની તોફાની બેટીંગ કામ ન આવી, RCB એ 2 રનથી મેચ જીતી

રિયાન પરાગ સદી ચૂક્યો

રાજસ્થાનના કેપ્ટન Riyan Parag સદી ચૂકી ગયા અને હર્ષિત રાણાએ તેમને આઉટ કરીને KKRને મોટી સફળતા અપાવી હતી. રિયાન પરાગ 45 બોલમાં 6 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 95 રન બનાવીને આઉટ થયો હતો. રિયાનની ઇનિંગની મદદથી જ રાજસ્થાન મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શક્યું, પરંતુ હર્ષિતે રાજસ્થાનને મોટો ઝટકો આપ્યો હતો.

KKR ની વિસ્ફોટક બેટિંગ

મેચમાં KKR એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. KKR માટે, રસેલે 25 બોલમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી અણનમ 57 રન બનાવ્યા, જ્યારે રિંકુએ છ બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 19 રન બનાવ્યા. આ બંને બેટ્સમેનોની શાનદાર ઇનિંગ્સને કારણે, KKR એ 20 ઓવરમાં ચાર વિકેટે 206 રન બનાવ્યા.

આ પણ  વાંચો-Shubman Gill's run-out controversy : મેદાનમાં અમ્પાયર સાથે ઝઘડ્યો ગિલ, જાણો શું કારણ

KKR ઇનિંગ્સનો અંત

KKR ની શરૂઆત સારી નહોતી અને ટીમે 13 રનના સ્કોર પર તેની પહેલી વિકેટ ગુમાવી દીધી. યુદ્ધવીર સિંહે સુનીલ નારાયણને બોલ્ડ આઉટ કર્યો, જેમણે નવ બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 11 રન બનાવ્યા. બાદમાં, કેપ્ટન અજિંક્ય રહાણે અને રહેમાનુલ્લાહ ગુરબાઝે બીજી વિકેટ માટે 50+ રનની ભાગીદારી કરીને KKRનો સ્કોર આગળ વધાર્યો. ગુરબાઝ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો પરંતુ મહેશ તીક્ષણાએ તેને આઉટ કરીને ભાગીદારી તોડી નાખી. ગુરબાઝ 25 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 35 રન બનાવીને આઉટ થયો હતો.રાજસ્થાન રોયલ્સ માટે 207 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો

Tags :
Advertisement

.

×