Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડ્રેસિંગ રૂમમાં ગ્લેન મેક્સવેલને મસાજ કરતો જોવા મળ્યો કોહલી, Video

મંગળવારે સાંજે રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં બેંગ્લોરની ટીમે રાજસ્થાનને હરાવી પોઇન્ટ ટેબલમાં છઠ્ઠુ સ્થાન મેળવ્યું હતું. આ મેચ દરમિયાન એક એવો દ્રશ્ય કેમેરામાં કેપ્ચર થયો જે હવે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ મેચમાં જ્યાં RCBની જીત મુશ્કેલ જણાતી હતી ત્યાં દિનેશ કાર્તિકના શ્રેષ્ઠ ફિનિશિંગને કારણે ટીમે 5 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. આ મેચમાં વિરાટ કà«
ડ્રેસિંગ રૂમમાં ગ્લેન મેક્સવેલને મસાજ કરતો જોવા મળ્યો કોહલી  video
Advertisement
મંગળવારે સાંજે રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં બેંગ્લોરની ટીમે રાજસ્થાનને હરાવી પોઇન્ટ ટેબલમાં છઠ્ઠુ સ્થાન મેળવ્યું હતું. આ મેચ દરમિયાન એક એવો દ્રશ્ય કેમેરામાં કેપ્ચર થયો જે હવે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. 
આ મેચમાં જ્યાં RCBની જીત મુશ્કેલ જણાતી હતી ત્યાં દિનેશ કાર્તિકના શ્રેષ્ઠ ફિનિશિંગને કારણે ટીમે 5 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. આ મેચમાં વિરાટ કોહલી 5 રન બનાવીને આઉટ થયો હતો. આઉટ થયા બાદ કોહલી તેની ટીમના કેપ્ટન અને ગ્લેન મેક્સવેલ સાથે ઉભો જોવા મળ્યો હતો, જે વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં તે ગ્લેન મેક્સવેલને બોડી મસાજ આપતો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, વિરાટ કોહલી અને ડેવિડ વિલીને સતત 2 બોલમાં આઉટ કર્યા બાદ મેચ RCB ટીમના હાથમાંથી જતી દેખાઈ રહી હતી. દિનેશ કાર્તિકે આવતાની સાથે જ ઝડપી બેટિંગ શરૂ કરી, તેણે એક જ ઓવરમાં 21 રન બનાવી મેચમાં પરત ફરવાનો સંકેત આપ્યો. 

આ દરમિયાન જ્યારે દિનેશ કાર્તિકના બેટથી શાનદાર બાઉન્ડ્રી વાગી ત્યારે વિરાટ કોહલીએ ખુશીમાં આવીને તેની આગળ બેઠેલા ગ્લેન મેક્સવેલને પીઠ પર મુક્કો મારી દીધો હતો. આ જોઈને મેક્સવેલને થોડો આશ્ચર્ય થયું અને પછી તેણે પાછળ ફરીને જોયું તો તેણે કોહલીને ઈશારો કર્યો કે તેને આ રીતે થોડી મસાજ કરાવી છે. જે બાદ વિરાટ કોહલીએ મેક્સવેલને હળવો મસાજ કર્યો હતો. તેનો વિડીયો હવે ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, 170 રનના ટાર્ગેટનો પીછો કરતા RCBએ સારી શરૂઆત બાદ તેની ફટાફટ વિકેટો જવાનું શરૂ થયું હતું, પરંતુ દિનેશ કાર્તિક અને શાહબાઝ અહેમદની મદદથી તેઓ પાંચ બોલ બાકી રહેતા છ વિકેટે 173 રન બનાવીને જીતના દોરમાં પરત ફર્યા હતા. તેણે રાજસ્થાન રોયલ્સને ટૂર્નામેન્ટમાં વિજયની હેટ્રિક ફટકારતા રોકી હતી.
અનુભવી દિનેશ કાર્તિક (23 બોલમાં સાત ચોક્કા અને એક છક્કા) અને શાહબાઝ અહેમદ (26 બોલમાં ચાર ચોક્કા અને ત્રણ છક્કા) જવાબદારીપૂર્વક રમ્યા અને છઠ્ઠી વિકેટ માટે 33 બોલમાં 67 રનની ભાગીદારી કરી. રાજસ્થાન રોયલ્સ માટે, યુઝવેન્દ્ર ચહલે તેના લેગ સ્પિનથી કમાલ કર્યો હતો અને તેની ટીમને સારી સ્થિતિમાં મૂકી હતી. તેણે 15 રનમાં બે વિકેટ લેવા ઉપરાંત વિરાટ કોહલીને રન આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ તેનું પ્રદર્શન ટીમને જીત સુધી લઈ જઈ શક્યું ન હતું. તેના સિવાય ટ્રેન્ટ બોલ્ટે 34 રનમાં બે વિકેટ લીધી હતી. મેચમાં સૌથી સારું પ્રદર્શન દિનેશ કાર્તિકનું રહ્યું હતું, જેણે હારને જીતમાં ફેરવી બતાવ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.

×