મેદાન પર પારો ચડ્યો! Kyle Jamieson ને Vaibhav Suryavanshi સાથેની દુશ્મની પડી ભારે, જુઓ શું થઈ કાર્યવાહી
- યુવા વૈભવ સૂર્યવંશી સાથે મેદાન પર બાખડ્યો જેમીસન
- BCCI એ કડક કાર્યવાહી કરી 1 ડિમેરિટ પોઈન્ટ આપ્યો
- આઈપીએલની આચાર સંહિતાના ભંગ બદલ થઈ કાર્યવાહી
- વિકેટ લીધા બાદ યુવા ખેલાડીને અપમાનિત કરવાનો આક્ષેપ
- જેમીસને મેચ રેફરી સમક્ષ પોતાની ભૂલનો કર્યો સ્વીકાર
IPL 2026 માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) તરફથી રમી રહેલા કાઈલ જેમીસન વિવાદમાં ફસાયા છે. રાજસ્થાન રોયલ્સના ઉભરતા સ્ટાર વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) સામે અયોગ્ય ભાષા અને આક્રમક ઈશારા કરવા બદલ મેચ રેફરીએ જેમીસન પર શિસ્તભંગની કાર્યવાહી કરી છે. આ ઘટનાને આઈપીએલની આચાર સંહિતા (Code of Conduct) ના ઉલ્લંઘન તરીકે જોવામાં આવી રહી છે.
Kyle Jamieson Fined : શું હતી સમગ્ર ઘટના?
રાજસ્થાન રોયલ્સની ઈનિંગની બીજી જ ઓવરમાં કાઈલ જેમીસને સનસનાટી મચાવનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યો હતો. વિકેટ લીધા બાદ જેમીસને બેટ્સમેનની એકદમ નજીક જઈને જે રીતે આક્રમક અંદાજમાં તેને મેદાનની બહાર જવા ઈશારો કર્યો, તેને આઈપીએલના નિયમોની વિરુદ્ધ ગણવામાં આવ્યું હતું. બીસીસીઆઈ (BCCI) ના નિવેદન મુજબ જેમીસને કલમ 2.5 હેઠળ લેવલ 1 (Level 1 Offence) નો ગુનો કર્યો છે, જેમાં ખેલાડીને ઉશ્કેરવાની કે અપમાનિત કરવાની મનાઈ છે.
Kyle Jamieson has been handed 1 demerit point and warned for excessively celebrating Vaibhav Suryavanshi's wicket 😳
Jamieson said - “I don’t think I’ve ever been this fearful of a 15 year old in my life. Vaibhav is just an extraordinary kid.”#RRvsDC pic.twitter.com/jSQaQhdI89
— Ajay Jadeja (@AjayJadeja171) May 2, 2026
જેમીસને સ્વીકારી ભૂલ
મેચ રેફરી રાજીવ સેઠ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને કાઈલ જેમીસને સ્વીકારી લીધો છે. પરિણામે તેને એક ડિમેરિટ પોઈન્ટ (Demerit Point) ફટકારવામાં આવ્યો છે. જોકે, આ વિવાદ વચ્ચે પણ દિલ્હીની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને રાજસ્થાનને 7 વિકેટે હરાવીને સિઝનની ચોથી જીત હાંસલ કરી હતી. બીજી તરફ વૈભવ સૂર્યવંશી આ વર્ષે સૌથી ઝડપી 400 રન પૂરા કરનાર ખેલાડી તરીકે ચર્ચામાં છે, જેણે જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજો સામે પણ નીડર બેટિંગ કરી છે.
આ પણ વાંચો : IPL 2026 માટે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમમાં એક સ્ટાર ખેલાડી જોડાયો, હરાજીમાં 8.6 કરોડ રૂપિયામાં હતી તેની બોલબાલા


