Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL પર આતંકનો ઓછાયો! મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ પર આતંકી હુમલાનો ખતરો

ઈન્ડિયન પ્રીમિયર લીગ આવતી કાલે એટલે કે, શનિવારથી શરૂ થશે. પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે થશે. પરંતુ આ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. IPL સિઝન 15ની લાંબા સમયથી લોકો રાહ જોઇ રહ્યા છે. હવે જ્યારે આ ટૂર્નામેન્ટ શરૂ થવાને 1 દિવસનો સમય બાકી છે ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. IPLની પહેલી મેચ મુંબઈના વાનખેડેમાં રમાવાની છે જ્યા આ
ipl પર આતંકનો ઓછાયો  મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ પર આતંકી હુમલાનો ખતરો
Advertisement
ઈન્ડિયન પ્રીમિયર લીગ આવતી કાલે એટલે કે, શનિવારથી શરૂ થશે. પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે થશે. પરંતુ આ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 
IPL સિઝન 15ની લાંબા સમયથી લોકો રાહ જોઇ રહ્યા છે. હવે જ્યારે આ ટૂર્નામેન્ટ શરૂ થવાને 1 દિવસનો સમય બાકી છે ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. IPLની પહેલી મેચ મુંબઈના વાનખેડેમાં રમાવાની છે જ્યા આતંકી હુમલાનો ખતરો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. IPL 2022 પર ખતરાના સમાચાર પર મુંબઈ પોલીસે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. મુંબઈ પોલીસે એક પ્રેસનોટમાં સ્પષ્ટતા કરી છે કે, IPL 2022 માટે કોઈ ખતરા અંગે કોઈ ઇનપુટ નથી. ખેલાડીઓ અને IPL મેચોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સંજય લાટકરે મીડિયા વિભાગોમાં એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે આતંકવાદી જૂથોએ IPL મેચના સ્થળો અથવા ખેલાડીઓની હોટલોની શોધખોળ હાથ ધરી છે, જેનાથી ટૂર્નામેન્ટ માટે ગંભીર ખતરો છે. 
ડીસીપી લાટકરે જણાવ્યું હતું કે, "અમે હોટેલ ટ્રાઇડેન્ટ, વાનખેડે સ્ટેડિયમ અને બે સ્થળો (લગભગ 1.5 કિમી) વચ્ચેના રસ્તા પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરી છે. ગુરુવારે કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આતંકવાદી જૂથે હુમલો કરવાની યોજના સાથે હોટેલ, સ્ટેડિયમ અને માર્ગની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ મુંબઈ પોલીસે સત્તાવાર રીતે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે અને આવી કોઈ શક્યતાને નકારી કાઢી છે.
Tags :
Advertisement

.

×