LSG vs RCB: RCB એ લખનૌને હરાવીને પ્લેઓફમાં ટોપ-2માં કર્યું ક્વોલિફાય
LSG vs RCB: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની છેલ્લી લીગ મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને 6 વિકેટથી હરાવ્યું અને પોઈન્ટ ટેબલમાં ટોપ-2 માં સ્થાન મેળવ્યું. આ મેચમાં ટોસ જીત્યા બાદ, RCB એ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં ટિમ ડેવિડ અને જોશ હેઝલવુડ રમી રહ્યા ન હતા. લખનૌની ટીમ પહેલા બેટિંગ કરવા આવી. પંતની અણનમ ૧૧૮ રનની ઇનિંગ્સના આધારે લખનૌએ આરસીબીને ૨૨૮ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, RCB એ જીતેશ શર્માની અણનમ 85 રનની ઇનિંગ્સના આધારે 19મી ઓવરમાં કુલ સ્કોરનો પીછો કર્યો.
આવી હતી RCB ની ઇનિંગ
228 રનના લક્ષ્યાંકના જવાબમાં, RCB ની શરૂઆત શાનદાર રહી. ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીએ આક્રમક રીતે ઇનિંગ્સની શરૂઆત કરી. પરંતુ RCB ને છઠ્ઠી ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો જ્યારે સોલ્ટ 30 રન બનાવીને આઉટ થયો. પરંતુ કોહલી એક છેડે અડગ રહ્યો. કોહલીએ 27 બોલમાં ફિફ્ટી ફટકારી. પરંતુ 8મી ઓવરમાં, RCB ને બે ઝટકાનો સામનો કરવો પડ્યો જ્યારે રજત પાટીદાર અને લિવિંગસ્ટોન એક જ ઓવરમાં આઉટ થયા. પરંતુ 12મી ઓવરમાં, વિરાટ કોહલી 54 રન બનાવીને આઉટ થઈ ગયો. કોહલીએ 30 બોલમાં 54 રન બનાવ્યા. પરંતુ આ પછી મયંક અને જીતેશ શર્મા વચ્ચે શાનદાર ભાગીદારી થઈ. બંનેએ વિસ્ફોટક રીતે બેટિંગ કરી. એક સમયે, RCB ને 30 બોલમાં ફક્ત 51 રનની જરૂર હતી. જીતેશ શર્માએ 22 બોલમાં તોફાની ફિફ્ટી ફટકારી.
𝙅𝙖𝙯𝙯𝙮 𝙅𝙞𝙩𝙚𝙨𝙝 😎
An absolute masterclass 👏#RCB fans, a word for your captain 👇
Updates ▶ https://t.co/h5KnqyuYZE #TATAIPL | #LSGvRCB | @RCBTweets pic.twitter.com/Z4GN9RoRKB
— IndianPremierLeague (@IPL) May 27, 2025
આ હતી લખનૌની બેટિંગ
પહેલા બેટિંગ કરવા આવેલા લખનૌની શરૂઆત સારી રહી ન હતી. મેથ્યુ બ્રિટ્ઝકેની વિકેટ ત્રીજી ઓવરમાં જ પડી ગઈ. તેના બેટમાંથી ફક્ત ૧૪ રન જ આવ્યા. પરંતુ આ પછી કેપ્ટન ઋષભ પંત બેટિંગ કરવા આવ્યો અને તે આ મેચમાં એક અલગ જ લયમાં જોવા મળ્યો. આખી સીઝન દરમિયાન પંતના બેટમાંથી એક પણ રન નીકળ્યો નહીં. પરંતુ આ મેચમાં પંત એક અલગ જ લયમાં જોવા મળ્યો. તેણે દરેક બોલર સામે રન બનાવ્યા. લખનૌનો સ્કોર 7 ઓવરમાં 68-1 હતો. પંતે 61 બોલમાં 118 રનની ઇનિંગ રમી હતી જેમાં 8 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા. આના આધારે લખનૌએ RCB સામે 228 રનનો લક્ષ્યાંક રાખ્યો છે.