લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઈટન્સને જીત માટે 159 રનનો ટાર્ગેટ આપ્યો, હુડ્ડા-બદોનીની શાનદાર ફિફ્ટી
IPL
2022ની ચોથી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો સામનો ગુજરાત ટાઇટન્સ (GT) સામે છે. આ મેચમાં
ગુજરાત ટાઈટન્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. લખનૌએ
પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 158 રન ફટકાર્યા છે. ગુજરાતને જીત માટે રનનો 159 ટાર્ગેટ આપ્યો છે. મોહમ્મદ શામીના કહેર સામે લખનૌની ટીમ ધરાશાયી થઈ ગઈ હતી અને
માત્ર 29 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જો કે ત્યારબાદ હુડ્ડા અને બદોનીએ
લખનૌની ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોચાડવા માટે મહત્વન ભૂમિકા ભજવી હતી. દિપક હુડ્ડાએ શાનદાર બેટિંગ કરતા 41 બોલમાં
55 રન ફટકાર્યા હતા. જ્યારે બદોનીએ પણ સુપર બેટિંગ કરી 41 બોલમાં 54 રન ફટકાર્યા છે. કે.એલ.રાહુલ પ્રથમ બોલે જ શામી શિકાર થયો હતો.
આ બંને ટીમની આઈપીએલની પહેલી મેચ છે. આ બંને
ટીમનો સમાવેશ આ સિઝનથી જ કરવામાં આવ્યો છે. મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને રમી રહી છે.
ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની આ ડેબ્યુ મેચ છે. આવી સ્થિતિમાં, બંને ટીમો જીત સાથે તેમની IPL કારકિર્દીની શરૂઆત કરવા માંગે છે. ગુજરાત ટાઇટન્સનું કમાન હાર્દિક
પંડ્યા સંભાળી રહ્યા છે, જ્યારે કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સનો
સુકાની છે.
ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન):
શુભમન ગિલ, મેથ્યુ વેડ (wk), વિજય શંકર, અભિનવ મનોહર, હાર્દિક પંડ્યા (c), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુસન, વરુણ એરોન, મોહમ્મદ શમી.
લખનૌ સુપર જાયન્ટ્સ (પ્લેઇંગ ઇલેવન):
કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (ડબ્લ્યુકે), એવિન લુઇસ, મનીષ પાંડે, દીપક હુડા, કૃણાલ પંડ્યા, મોહસીન ખાન, આયુષ બદોની, દુષ્મંત ચમીરા, રવિ બિશ્નોઈ, અવેશ ખાન.


