મેથ્યુ વેડની મુસીબત વધી, ડ્રેસિંગ રૂમમાં હેલ્મેટ અને બેટ ફેંકવું ભારે પડ્યું
ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર-બેટ્સમેન મેથ્યુ વેડને કેટલો ગુસ્સો આવે છે તે ગત રાત્રિએ લગભગ ક્રિકેટના તમામ ચાહકોએ જોયું. કેવી રીતે તેમણે આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં તોફાન કર્યું હતું. જોકે, હવે તેમને તેમના આ વર્તન માટે મોટો ફટકો પડ્યો છે.ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં વિવાદાસ્પદ નિર્ણયમાં LBW જાહેર થયા બાદ મેથ્યુ વેડે ઘણો ગુસ્સો દર્શાવ્યો હતો. વà«
Advertisement
ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર-બેટ્સમેન મેથ્યુ વેડને કેટલો ગુસ્સો આવે છે તે ગત રાત્રિએ લગભગ ક્રિકેટના તમામ ચાહકોએ જોયું. કેવી રીતે તેમણે આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં તોફાન કર્યું હતું. જોકે, હવે તેમને તેમના આ વર્તન માટે મોટો ફટકો પડ્યો છે.
ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં વિવાદાસ્પદ નિર્ણયમાં LBW જાહેર થયા બાદ મેથ્યુ વેડે ઘણો ગુસ્સો દર્શાવ્યો હતો. વેડને ખાતરી હતી કે તે લેગ બિફોર નથી કારણ કે બોલ તેના બેટની અંદરની કિનારીને ટચ કરી ગયો હતો. તે આ વિચારી રહ્યો હતો પરંતુ અમ્પાયરે તેને આઉટ આપી દીધો. તેણે વાનખેડે સ્ટેડિયમમાં નિર્ણાયક મેચની પ્રથમ ઇનિંગ્સ દરમિયાન ગ્લેન મેક્સવેલ પર સ્વીપ શોટ માર્યો હતો. અમ્પાયરના વેડને આઉટ આપ્યા બાદ તેણે તુરંત જ રિવ્યુ લીધો હતો. જોકે, બોલ પેડને અથડાતા પહેલા બેટને અડ્યો હોય તેવું લાગતું હતું, પરંતુ સમસ્યા એ હતી કે અલ્ટ્રાએજ તેને સર્ચ કરી શક્યું ન હતું અને ટીવી અમ્પાયર ઓન-ફીલ્ડ અમ્પાયરના કોલ સાથે જ સહમત રહ્યા હતા. આ રીતે વેડ આઉટ થયો હતો.
વેડ આ નિર્ણયથી ખુશ ન હતો અને તેણે પોતાનું બેટ ગુસ્સામાં ડ્રેસિંગરૂમમાં ફેક્યું અને ડ્રેસિંગરૂમની ખુરશીઓ તોડીને ચાલ્યો ગયો. વેડ ડ્રેસિંગ રૂમમાં તેના બેટને પટકતો રહ્યો અને ફૂટેજને પ્રેમ કરતા ટેલિવિઝન કેમેરાએ વિવાદાસ્પદ કૉલ પર તેની ગુસ્સાની પ્રતિક્રિયા કેદ કરી હતી. IPL એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "મિસ્ટર વેડે IPL આચાર સંહિતાની કલમ 2.5 હેઠળ લેવલ 1 ના ગુનાનો સ્વીકાર કર્યો છે." "આચાર સંહિતાના લેવલ 1 ભંગ માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે." IPL 2022 માં હાર્દિક પંડ્યાની ટીમ પ્લેઓફમાં પહોંચી હોવા છતાં વેડે ઘણો સંઘર્ષ કર્યો છે. તેણે ગુજરાત ટાઇટન્સ માટે 8 મેચમાં માત્ર 114 રન બનાવ્યા છે. વેડે ગુરુવારે સારી શરૂઆત કરી હતી અને આઉટ થતા પહેલા બે ચોક્કા અને એક છક્કો ફટકાર્યો હતો. ગુજરાતે બોર્ડ પર 168 રન બનાવ્યા હતા, પરંતુ વિરાટ કોહલીના ફોર્મમાં આવવાથી તે પૂરતું સાબિત થયું ન હતું. કોહલીએ આખરે RCB માટે મેચ વિનિંગ 73 રન બનાવ્યા અને 8 બોલ બાકી રહેતા ફિનિશ લાઈન પાર કરી.


