MI vs DC : પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ સામે 59 રને જીત
- પ્લેઓફમાં પહોંચી મુંબઈ ઇન્ડિયન્સ
- દિલ્હી કેપિટલ્સ સામે 59 રને જીત
- નમન ધીરની તોફાની ઈનિંગ્સ
MI vs DC: 21 મેના રોજ, IPL 2025નો કાફલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો, જ્યાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ (MI vs DC)વચ્ચે સીઝનની 63મી મેચ રમાઈ હતી. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવ્યા બાદ, મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર્સ કંઈ ખાસ કરી શક્યા નહીં.
સૂર્યકુમાર યાદવની શાનદાર અડધી સદી
પરંતુ મુંબઈએ સૂર્યકુમાર યાદવની શાનદાર અડધી સદી અને નમન ધીરની તોફાની ઈનિંગ્સના આધારે 180 રન બનાવ્યા, જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે ખરાબ બેટિંગ કરી અને ટીમને 59 રનથી હારનો સામનો કરવો પડ્યો. મુંબઈ પ્લેઓફમાં પ્રવેશ કરનાર ચોથી ટીમ બની ગઈ છે.
મુંબઈની ખરાબ શરૂઆત
પ્રથમ બેટિંગ કરતા, મુંબઈ ઈન્ડિયન્સને 23 રનના સ્કોર પર શરૂઆતમાં જ ઝટકો પડ્યો, જ્યારે ઓપનર રોહિત શર્મા 5 બોલમાં 5 રન બનાવીને આઉટ થઈ ગયો. આ પછી, મુંબઈને વિલ જેક્સના રૂપમાં 48 રન પર બીજો ઝટકો લાગ્યો. મુકેશ કુમારે તેને નિશાન બનાવ્યો હતો. આ પછી, 10 રનના અંતરે, કુલદીપ યાદવે મુંબઈને ત્રીજો ઝટકો આપ્યો. તેને શાનદાર બેટિંગ કરી રહેલા રિયાન રિકલ્ટનને આઉટ કર્યો.
આ પણ વાંચો -Virat Kohli એ અનુષ્કા શર્મા સાથે રમી આ ગેમ, RCBએ શેર કરી તસવીરો
મુકેશ કુમારે તેને નિશાન બનાવ્યો
આ પછી સૂર્યકુમાર યાદવે ટીમનો કાર્યભાર સંભાળ્યો. તેને શાનદાર બેટિંગ કરી અને અંત સુધી અણનમ રહ્યો, તેને ટીમ માટે 43 બોલમાં 73 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. તેના સિવાય નમન ધીરે 8 બોલમાં 24 રનની તોફાની અણનમ ઈનિંગ રમી. મુંબઈએ 5 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો -RR vs CSK : મેચ પૂર્ણ થયા બાદ સૂર્યવંશીએ ધોનીના પકડી લીધા પગ, જુઓ આ હૃદયસ્પર્શી દ્રશ્ય
દિલ્હી કેપિટલ્સનું શરમજનક પ્રદર્શન
181 રનના લક્ષ્યનો પીછો કરતા, દિલ્હી કેપિટલ્સ માટે ફાફ ડુ પ્લેસિસ અને કેએલ રાહુલે ખરાબ બેટિંગ કરી. રાહુલ 6 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે આ મેચમાં અક્ષર પટેલની જગ્યાએ કેપ્ટનશીપ કરી રહેલા ફાફે પણ 7 બોલમાં 6 રન બનાવ્યા હતા. દિલ્હીને બંને ઓપનિંગ બેટ્સમેન પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ બંને ખેલાડીઓએ નિરાશાજનક પ્રદર્શન કર્યું. વિકેટકીપર બેટ્સમેન અભિષેક પોરેલે પણ 16 બોલમાં 11 રન બનાવ્યા.બોલિંગ વિભાગમાં, જસપ્રીત બુમરાહ અને મિચેલ સેન્ટનરે મુંબઈ માટે શાનદાર બોલિંગ કરી. સેન્ટનરે 4 ઓવરમાં 11 રન આપીને 3 બેટ્સમેનની વિકેટ લીધી. જસપ્રીત બુમરાહે પણ 3.2 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ લીધી.