MI vs GT : ગુજરાત ટાઇટન્સની હારનો સૌથી મોટો વિલન કોણ? કેચ છોડ્યા, હિટ વિકેટ થયો અને...
- રોહિતના દમ પર મુંબઈ ક્વોલિફાયર-2માં
- કુસલ મેન્ડિસ GT માટે બન્યો ‘વિલન’
- કેચ છોડ્યા, હિટ વિકેટ થયો
- જોશ બટલરની જગ્યાએ ટીમમો મળ્યો હતો પ્રવેશ
MI vs GT, Eliminator IPL 2025 : શુક્રવાર 30 મે 2025ના રોજ રમાયેલી IPL એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 20 રનથી હરાવીને ક્વોલિફાયર-2માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ટીમ હવે 1 જૂન 2025ના રોજ અમદાવાદમાં પંજાબ કિંગ્સ સામે ક્વોલિફાયર-2 મેચ રમશે. આ મેચમાં મુંબઈની જીતમાં રોહિત શર્માની શાનદાર બેટિંગ નિર્ણાયક રહી, જ્યારે ગુજરાતના ડેબ્યૂ કરનાર ખેલાડી કુસલ મેન્ડિસનું નબળું પ્રદર્શન ચર્ચાનો વિષય બન્યું.
મુંબઈની શાનદાર બેટિંગ
મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 228 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. રોહિત શર્માએ 50 બોલમાં 81 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જેમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. તેમની આ ઇનિંગ મુંબઈની જીતનું મુખ્ય કારણ બની. સૂર્યકુમાર યાદવે 33 રન અને જોની બેયરસ્ટોએ 47 રનનું યોગદાન આપ્યું, જેનાથી ટીમનો સ્કોર વધુ મજબૂત બન્યો. ગુજરાત ટાઇટન્સના બોલરોમાં પ્રસિદ્ધ કૃષ્ણા અને આર. સાઈ કિશોરે 2-2 વિકેટ ઝડપી, પરંતુ મુંબઈના બેટ્સમેનોને રોકવામાં સફળ રહ્યા નહીં.
𝙈𝙄-𝙜𝙝𝙩𝙮 effort on a 𝙈𝙄-𝙜𝙝𝙩𝙮 occasion 💙@mipaltan seal the #Eliminator with a collective team performance ✌
Scorecard ▶ https://t.co/R4RTzjQNeP#TATAIPL | #GTvMI | #TheLastMile pic.twitter.com/cJzBLVs8uM
— IndianPremierLeague (@IPL) May 30, 2025
સાઈ સુદર્શનની શાનદાર બેટિંગ
228 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સે શાનદાર લડત આપી, પરંતુ 20 ઓવરમાં 208 રન સુધી જ પહોંચી. સાઈ સુદર્શને 49 બોલમાં 80 રન (10 ચોગ્ગા, 1 છગ્ગો)ની શાનદાર ઇનિંગ રમી, જ્યારે વોશિંગ્ટન સુંદરે 24 બોલમાં 48 રન બનાવ્યા. જોકે, ટીમના અન્ય બેટ્સમેનો મોટી ઇનિંગ રમી શક્યા નહીં, જેના કારણે ગુજરાત 20 રનથી પાછળ રહી ગયું.
કુસલ મેન્ડિસ બન્યો વિલન
શ્રીલંકાના વિકેટકીપર-બેટ્સમેન કુસલ મેન્ડિસે આ મેચમાં ગુજરાત ટાઇટન્સ માટે IPL ડેબ્યૂ કર્યું, પરંતુ તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. જોસ બટલરની જગ્યાએ ટીમમાં સામેલ થયેલા મેન્ડિસે વિકેટકીપિંગમાં બે મહત્વના કેચ છોડ્યા, જે ગુજરાતની હારનું મુખ્ય કારણ બન્યો. પ્રથમ કેચ (મોહમ્મદ સિરાજની ત્રીજી ઓવરનો ચોથો બોલ) રોહિત શર્માનો હતો, જ્યારે તે 12 રન પર રમી રહ્યો હતો. બીજો કેચ (ગેરાલ્ડ કોટ્ઝીની 12મી ઓવરનો ચોથો બોલ) સૂર્યકુમાર યાદવનો હતો, જ્યારે તે 25 રન પર હતો. રોહિતે આ તકનો લાભ લઈને 81 રનની શાનદાર ઇનિંગ રમી, જે મુંબઈની જીતમાં નિર્ણાયક સાબિત થઈ. તેટલું જ નહીં બેટિંગમાં પણ મેન્ડિસ નિષ્ફળ રહ્યો. તેણે 10 બોલમાં 20 રન બનાવ્યા, અને મિશેલ સેન્ટનરના બોલ પર હિટ વિકેટ થઈને આઉટ થયો. આ ઘટનાએ ગુજરાતની હારની શક્યતાઓને વધુ મજબૂત કરી.
What happened there? 🤔
Updates ▶ https://t.co/R4RTzjQfph#TATAIPL | #GTvMI | #Eliminator | #TheLastMile pic.twitter.com/cjbUB9pFyN
— IndianPremierLeague (@IPL) May 30, 2025
ગુજરાતની નબળી ફિલ્ડિંગ
કુસલ મેન્ડિસ ઉપરાંત, ગેરાલ્ડ કોટ્ઝીએ પણ રોહિત શર્માનો એક કેચ છોડ્યો, જ્યારે તે બીજી ઓવરના પાંચમા બોલ પર 3 રન પર રમી રહ્યો હતો. આ ફિલ્ડિંગમા કરવામાં આવેલી ભૂલો ગુજરાતને ભારે પડી, કારણ કે રોહિતે આ તકનો લાભ ઉઠાવીને મુંબઈને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. આ ફિલ્ડિંગની ભૂલો અને મેન્ડિસના નબળા પ્રદર્શને ગુજરાતની હારમાં મહત્વની ભૂમિકા ભજવી.
બંને ટીમની પ્લેઇંગ ઇલેવન
ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), શાહરુખ ખાન, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, આર. સાઈ કિશોર, ગેરાલ્ડ કોટ્ઝી, મોહમ્મદ સિરાજ, પ્રખ્યાત કૃષ્ણ.
ઇમ્પેક્ટ સબ: શેરફેન રધરફોર્ડ.
મુંબઈ ઇન્ડિયન્સ: રોહિત શર્મા, જોની બેયરસ્ટો (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, રાજ બાવા, મિશેલ સેન્ટનર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, રિચાર્ડ ગ્લીસન.
ઇમ્પેક્ટ સબ: અશ્વિની કુમાર.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ ઇન્ડિયન્સની આ જીતે તેમને IPL 2025ના ફાઇનલમાં પહોંચવાની એક નજીક લાવ્યા છે. રોહિત શર્માની આક્રમક બેટિંગ અને ગુજરાતની ફિલ્ડિંગમાં થયેલી ભૂલો આ મેચનું નિર્ણાયક પરિબળ બની. બીજી તરફ, કુસલ મેન્ડિસનું નબળું પ્રદર્શન ગુજરાત માટે મોટો ઝટકો સાબિત થયું. હવે મુંબઈ 1 જૂનની ક્વોલિફાયર-2 મેચમાં પંજાબ કિંગ્સ સામે ટકરાશે, જે ફાઇનલની રેસમાં એક રોમાંચક મુકાબલો હશે.
આ પણ વાંચો : હવે IPL ટ્રોફી RCB ની જ સમજો! જાણો કેમ થઇ રહી છે આ ચર્ચા