IPL વચ્ચે મોહમ્મદ શમીને મળી જાનથી મારી નાખવાની ધમકી
- ભારતીય ક્રિકેટરને મળી જાનથી મારી નાખવાની ધમકી
- મહોમ્મદ શમીને ઈ-મેલ દ્વારા મળી ધમકી
- મોહમ્મદ શમીના ભાઈએ નોંધાવી ફરિયાદ
Mohammed Shami Death Threats: ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને જાનથી મારી નાખવાની ધમકી(Mohammed Shami Death Threats) મળતા ભારે ખળભળાટ મચી ગયો છે. મહોમ્મદ શમીને ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. રવિવારે સાંજે મોહમ્મદ શમીને કોઈ અજાણ્યા વ્યક્તિએ મેઈલ મોકલીને ધમકી આપતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આપને જણાવી દઈએ કે, મોહમ્મદ શમી સનાઈઝર્સ હૈદરાબાદ ટીમની સાથે જોડાયેલા છે અને IPL રમી રહ્યા છે.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી
ધમકીભર્યો ઈ-મેલ મળ્યા બાદ મોહમ્મદ શમીએ આ અંગે તેમના મોટા ભાઈ હસીબ અહમદને જાણ કરી હતી. ત્યારબાદ સોમવારે મોહમ્મદ હસીબે એસપી અમિત કુમાર આનંદને આ અંગે માહિતી આપી હતી. મોહમ્મદ શમીના ભાઈએ અમરોહા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં જ અમરોહા ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ ગઈ છે. પોલીસને મળેલી ફરિયાદ મુજબ, કોઈ વ્યક્તિએ મોહમ્મદ શમીને ઈમેલ મોકલ્યો છે, જેમાં એક કરોડ રૂપિયા ન આપવા પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
#BREAKING: Indian pacer Mohammed Shami has received a death threat via email. His brother, Haseeb, filed a complaint in Amroha, prompting the police to register an FIR on the orders of the Superintendent of Police (SP). The cyber cell has launched an investigation into the matter pic.twitter.com/7hXsoch0RR
— IANS (@ians_india) May 5, 2025
આ પણ વાંચો -PBKS vs LSG : પંજાબે લખનૌને હરાવ્યું, અર્શદીપ સિંહે બોલિંગમાં મચાવી ધૂમ
IPLમાં વ્યસ્ત મોહમ્મદ શમી
મોહમ્મદ શમી હાલમાં IPL 2025ની ટૂર્નામેન્ટમાં વ્યસ્ત છે. મોહમ્મદ શમી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ સાથે જોડાયેલા છે. આ IPLમાં હૈદરાબાદ ટીમનું પ્રદર્શન ખાસ સારું રહ્યું નથી. SRHએ અત્યાર સુધી 10 મેચ રમી છે, જેમાંથી ટીમને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે મોહમ્મદ શમીની ટીમ, પેટ કમિન્સની કપ્તાનીમાં માત્ર 3 મેચ જીતી શકી છે. મોહમ્મદ શમી ભારતીય ક્રિકેટ ટીમના મહત્વના ખેલાડી છે. તેમની ફાસ્ટ બોલિંગથી અન્ય દેશોના ખેલાડીઓ ધ્રુજી જાય છે.