Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાત સામેની 'કરો અથવા મરો' મેચમાં MS Dhoni રમશે કે નહીં, જાણો લેટેસ્ટ અપડેટ?

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામેની મહત્વપૂર્ણ મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને મોટો ઝટકો લાગ્યો છે. અંગૂઠાની ઈજાના કારણે દિગ્ગજ ખેલાડી એમએસ ધોની [MS Dhoni Injury] આ મેચમાંથી બહાર થઈ ગયા છે. બેટિંગ કોચ માઈકલ હસીએ પુષ્ટિ કરી છે કે જો ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરશે, તો જ ધોની આગામી મેચોમાં વાપસી કરશે.
ગુજરાત સામેની  કરો અથવા મરો  મેચમાં ms dhoni રમશે કે નહીં  જાણો લેટેસ્ટ અપડેટ
Advertisement
  • ધોની વિના મેદાને ઉતરશે સીએસકેની પલ્ટન!
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મહામુકાબલો
  • અંગૂઠાની ઈજાના કારણે એમએસ ધોની મેચમાંથી બહાર
  • પ્લેઓફમાં ક્વોલિફાય થશે તો જ ધોનીની થશે વાપસી
  • બેટિંગ કોચ માઈકલ હસીએ સત્તાવાર કરી પુષ્ટિ

આજે 21 મેની સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે 'યેલો આર્મી' પોતાની છેલ્લી લીગ મેચ રમવા માટે તૈયાર છે. પરંતુ ક્રિકેટ ફેન્સ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના દિગ્ગજ ખેલાડી એમએસ ધોની (MS Dhoni) આ મહત્વપૂર્ણ મુકાબલામાં રમી શકશે નહીં. આ અંગે ખુદ સીએસકેના મેનેજમેન્ટે મોટું નિવેદન આપ્યું છે.

Advertisement

અંગૂઠાની ઈજા બની વિલન

ચેન્નાઈ સુપર કિંગ્સના બેટિંગ કોચ માઈકલ હસી (Michael Hussey) એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે, અંગૂઠામાં ઈજાના કારણે ધોની ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામેની આ મેચમાં રમી શકશે નહીં. જોકે, તેમણે આશા જગાવી છે કે જો યેલો આર્મી પ્લેઓફ (IPL Playoffs) માટે ક્વોલિફાય કરી લેશે, તો ધોની ટીમમાં વાપસી કરી શકે છે. હસીએ જણાવ્યું કે, "તેઓ હાલ ટીમ સાથે નથી, પરંતુ પ્લેઓફમાં તેમની વાપસી નક્કી છે. તેમનો અંગૂઠો રિકવર થઈ રહ્યો છે, પણ આ મેચ માટે તેઓ ફિટ નથી."

Advertisement

પ્લેઓફનું ગણિત અને સીએસકેની સ્થિતિ

આ આખી આઈપીએલ સીઝન (IPL 2026) દરમિયાન ધોનીની ફિટનેસ ચર્ચાનો વિષય રહી છે. સીએસકે હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં 13 મેચમાં 12 અંક સાથે છઠ્ઠા સ્થાને છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે ચેન્નાઈ માટે આ મેચ જીતવી અનિવાર્ય છે. જો ટીમ જીતશે તો 14 પોઈન્ટ્સ થશે, પરંતુ ટોપ-4 માં સ્થાન મેળવવા માટે અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે. લગાતાર બે હાર (લખનૌ અને હૈદરાબાદ સામે) બાદ સીએસકે દબાણમાં છે. કોચ હસીએ સ્વીકાર્યું કે આ હારથી રસ્તો મુશ્કેલ બન્યો છે, પરંતુ ટીમ આ નિરાશામાંથી બહાર આવીને આજે મજબૂત કમબેક કરવા તૈયાર છે.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યાને BCCI એ ફટકાર્યો દંડ, IPL 2026માં Mumbai Indians ની મુશ્કેલીઓ વધી

Tags :
Advertisement

.

×