Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

શું MS Dhoni હવે ક્યારેય IPL નહીં રમે? ચેન્નાઈના ગ્રાઉન્ડ પરથી સામે આવ્યો ચોંકાવનારો નજારો!

ચેપોક સ્ટેડિયમ (Chepauk Stadium) ખાતે રમાયેલી સીઝનની છેલ્લી હોમ મેચમાં હૈદરાબાદ સામે Chennai Super Kings ની ૫ વિકેટે હાર થતાં પ્લેઓફ (IPL Playoff) નો રસ્તો મુશ્કેલ બન્યો છે. જોકે, મેચ બાદ ઈજાના કારણે ચાલુ સીઝન ન રમી શકેલા પૂર્વ કેપ્ટન MS Dhoni એ જર્સી પહેરી આખી ટીમ સાથે Lap of Honour લઈ પ્રશંસકોનું અભિવાદન ઝીલ્યું હતું.
શું ms dhoni હવે ક્યારેય ipl નહીં રમે  ચેન્નાઈના ગ્રાઉન્ડ પરથી સામે આવ્યો ચોંકાવનારો નજારો
Advertisement
  • MS Dhoni Lap of Honour : ચેપોક સ્ટેડિયમમાં આખરી હોમ મેચ રમાઈ!
  • IPL 2026ની રોમાંચક મેચમાં હૈદરાબાદ સામે ચેન્નાઈની હાર
  • મેચ બાદ CSK ટીમે લીધો 'લેપ ઓફ ઓનર', ફેન્સ પર વરસાવ્યો પ્રેમ
  • IPL 2026માં પહેલીવાર ચેન્નાઈની જર્સીમાં મેદાન પર દેખાયા એમ. એસ. ધોની
  • સુરેશ રૈનાને ગળે લગાડતા ધોનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

MS Dhoni Lap of Honour : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026) માં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) એ પોતાના હોમ ગ્રાઉન્ડ પર સીઝનની છેલ્લી મેચ રમી લીધી છે. ટૂર્નામેન્ટની 63મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામે સીએસકેને 5 વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે જ ચેન્નાઈ માટે પ્લેઓફ (IPL Playoff) નો રસ્તો અત્યંત મુશ્કેલ બની ગયો છે. જોકે, મેચ ભલે ચેન્નાઈ હારી ગઈ હોય, પરંતુ મેચ પૂરી થયા બાદ ચેપોક સ્ટેડિયમ (Chepauk Stadium) માં જે નજારો જોવા મળ્યો તેણે કરોડો ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા હતા.

Advertisement

MS Dhoni Lap of Honour : ફેન્સ માટે ખાસ 'લેપ ઓફ ઓનર'

મેચ સમાપ્ત થયા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની આખી ટીમે મેદાનની ચારેય તરફ ફરીને પ્રશંસકોનું અભિવાદન ઝીલ્યું હતું, જેને ક્રિકેટની ભાષામાં 'લેપ ઓફ ઓનર' (Lap of Honour) કહેવામાં આવે છે. સ્ટેડિયમમાં હાજર ફેન્સને આ અંગે અગાઉથી જ જાણ કરી દેવામાં આવી હતી. અટકળો એવી પણ હતી કે મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) આ મેચ બાદ નિવૃત્તિની જાહેરાત (MS Dhoni Retirement Announcement) કરશે, પરંતુ તેમણે સત્તાવાર રીતે આવી કોઈ જાહેરાત કરી નથી. ખેલાડીઓએ ભાવુક થઈને ફેન્સ તરફ પોતાની જર્સી અને ક્રિકેટ બોલ પણ ફેંક્યા હતા.

Advertisement

સુરેશ રૈના અને ધોનીની એ ઇમોશનલ પળ!

ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ઇજાના કારણે આ આખી સીઝનમાં એકપણ મેચ રમી શક્યા નથી. આગામી જુલાઈ મહિનામાં તેઓ 45 વર્ષના થઈ જશે, તેથી તેઓ આગામી આઈપીએલ સીઝન (Next IPL Season) રમશે કે નહીં તે અંગે સસ્પેન્સ બનેલું છે. આ ખાસ ક્ષણો દરમિયાન કમેન્ટ્રી કરી રહેલા પૂર્વ સાથી ખેલાડી સુરેશ રૈના (Suresh Raina) ને ધોનીએ ગળે લગાવ્યા હતા, જેને જોઈને આખું સ્ટેડિયમ 'ધોની-ધોની' ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ પહેલા યોજાયેલા ટીમ ફોટોશૂટ (CSK Team Photoshoot) માં ધોની સીએસકેની જર્સી પહેરીને મેદાન પર ઉતરતા જ સ્ટેડિયમમાં ફેન્સનો રોમાંચ સાતમા આસમાને પહોંચી ગયો હતો.

આ પણ વાંચો : MS Dhoni IPL 2027 : ધોની આગામી સીઝન રમશે કે લેશે નિવૃત્તિ? સીએસકેના હેડ કોચે આપી દીધી મોટી હિન્ટ!

Tags :
Advertisement

.

×