IPL-2025 Final Match : વિરાટ કોહલીએ ફાઈનલ મેચમાં ઈતિહાસ રચ્યો, તોડ્યો ધવનનો રેકોર્ડ
- ફાઇનલમાં વિરોટ કોહલીએ રચ્યો ઈતિહાસ
- શિખર ધવનના રેકોર્ડને તોડ્યો
- કોહલી કુલ 770 ફોર ફટકરારી ચુક્યો
IPL 2025 Final Match : IPL2025ની ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર બેંગલુરુના સ્ટાર બેટ્સમેન વિરોટ કોહલીએ ઈતિહાસ (Virat Kohli Created)રચી દીધો છે. પંજાબ કિંગ્સ વિરુદ્ધની મેચમાં ઓપનિંગમાં આવેલા વિરાટ કોહલીએ એક ફોર ફટકારતાની સાથે જ ખાસ રેકોર્ડ નોંધાવ્યો છે. તેણે શિખર ધવનના રેકોર્ડને તોડ્યો છે.
વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો
વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ સામેની મેચમાં એક ફોર ફટકારી શિખર ધવનનો રેકોર્ડ તોડ્યો છે. અત્યાર સુધીમાં આઈપીએલમાં સૌથી વધુ ફોર શિખર ધવને ફટકારી હતી, જોકે હવે કોહલીએ ધવનના રેકોર્ડને તોડ્યો છે. હવે કોહલીના નામે આપીએલમાં સૌથી વધુ ફોર ફટકારવાનો રેકોર્ડ નોંધાયો છે. આ લખાણ છે, ત્યાં સુધીમાં કોહલી કુલ 770 ફોર ફટકરારી ચુક્યો છે, જ્યારે ધવનના નામે 768 ફોર ફટકારવાનો રેકોર્ડ નોંધાયેલો હતો.
સૌથી વધુ ફોર ફટકારનારા ચાર ખેલાડીઓના નામ
હવે સૌથી વધુ ફોર ફટકારનાર ખેલાડીઓની યાદીમાં કોહલી 770 ફોર સાથે પ્રથમ સ્થાને આવી ગયો છે, જ્યારે ધવન 768 ફોર સાથે બીજા સ્થાને, પછી ડેવિડ વોર્નર 663 ફોર સાથે ત્રીજા સ્થાને આવી ગયો છે. ચોથા નંબર પર રોહિત શર્માનું નામ છે અને તેણે અત્યાર સુધીમાં 640 ફોર ફટકારી છે.