Praful Hinj IPL 2026 : કોણ છે આ પ્રફુલ હિંજ? જેણે IPL ડેબ્યૂની પહેલી જ ઓવરમાં ઈતિહાસ રચી દીધો
- પ્રફુલ હિંજે ડેબ્યૂ મેચની પ્રથમ ઓવરમાં 3 વિકેટ લઈ ઈતિહાસ રચ્યો
- રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પ્રફુલ હિંજની ઘાતક બોલિંગ
- IPL ઈતિહાસમાં પ્રથમ ઓવરમાં 3 વિકેટ લેનાર પ્રથમ બોલર
- બીજા, ચોથા અને છઠ્ઠા બોલ પર ખેલાડીઓને કર્યા આઉટ
- વિદર્ભના આ ફાસ્ટ બોલરને SRH એ 30 લાખમાં ખરીદ્યો હતો
Praful Hinj IPL 2026 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ને તેનો નવો ઉભરતો સિતારો મળી ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદના (Sunrisers Hyderabad) યુવા ફાસ્ટ બોલર પ્રફુલ હિંજે (Praful Hinj) પોતાની ડેબ્યૂ મેચમાં જ એવો પરાક્રમ કર્યો છે જે વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. સોમવારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે રમાયેલી મેચમાં હિંજે પોતાની પ્રથમ જ ઓવરમાં 3 વિકેટ ઝડપીને આખી ગેમ બદલી નાખી હતી.
Praful Hinj IPL 2026 : પહેલી જ ઓવરમાં ‘ગેમ ઓવર’
કેપ્ટન ઈશાન કિશને (Ishan Kishan) આ યુવા ડેબ્યૂટન્ટ બોલર પર વિશ્વાસ મૂકીને ઇનિંગની પ્રથમ ઓવર સોંપી હતી. પ્રફુલ હિંજે આક્રમક અંદાજમાં સ્પેલની શરૂઆત કરી:
બીજા બોલ પર વૈભવ સૂર્યવંશીને (Vaibhav Suryavanshi) ગોલ્ડન ડક પર આઉટ કર્યો.
Advertisementચોથા બોલ પર ધ્રુવ જુરેલને (Dhruv Jurel) ક્લીન બોલ્ડ કર્યો.
છેલ્લા બોલ પર પ્રોટેરિયસને (Pretorius) કેચ આઉટ કરાવીને ત્રીજી સફળતા મેળવી. માત્ર 6 બોલમાં જ રાજસ્થાનનો ટોપ ઓર્ડર (Top Order) વિખેરાઈ ગયો અને ટીમ ભારે દબાણમાં આવી ગઈ હતી.
Vaibhav Sooryavanshi ✅
Dhruv Jurel ✅
Lhuan-dre Pretorius ✅A dream start for Praful Hinge on his #TATAIPL debut 🧡
Updates ▶️ https://t.co/xGTDdKbXpY#KhelBindaas | #SRHvRR | @SunRisers pic.twitter.com/wLOPGPCqgR
— IndianPremierLeague (@IPL) April 13, 2026
IPL ઈતિહાસમાં નવો રેકોર્ડ
આઈપીએલના (IPL) ઈતિહાસમાં ઇનિંગની પ્રથમ ઓવરમાં 3 વિકેટ લેનારો પ્રફુલ હિંજ પ્રથમ બોલર બન્યો છે. આ પહેલા 32 વખત બોલરોએ પ્રથમ ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી, પરંતુ 3 વિકેટ લેવાનો પરાક્રમ કોઈ કરી શક્યું નહોતું. પ્રફુલે આ રેકોર્ડ પોતાના નામે કરીને ઈતિહાસ રચી દીધો છે.
કોણ છે પ્રફુલ હિંજ?
24 વર્ષીય પ્રફુલ હિંજ નાગપુરનો (Nagpur) વતની છે અને ઘરેલું ક્રિકેટમાં વિદર્ભ (Vidarbha) માટે રમે છે. હૈદરાબાદની ટીમે (SRH) તેને હરાજીમાં ₹30 લાખની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો. તે મીડિયમ-ફાસ્ટ બોલર (Medium-Fast Bowler) છે અને પોતાની વિવિધતા (Variation) માટે જાણીતો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેનિંગ
પ્રફુલ વર્ષ 2022 થી ચેન્નાઈની પ્રખ્યાત MRF પેસ ફાઉન્ડેશન (MRF Pace Foundation) સાથે જોડાયેલો છે. વર્ષ 2024 માં તેણે બ્રિસ્બેનમાં (Brisbane) જોશ હેઝલવુડ (Josh Hazlewood) અને રિચર્ડસન જેવા દિગ્ગજ બોલરો સાથે પ્રેક્ટિસ કરી હતી, જેનો ફાયદો તેને આ મેચમાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : હારની હેટ્રિક બાદ મુંબઈને લાગ્યો સૌથી મોટો ઝટકો, શું પંજાબ સામે 'હિટમેન' વગર ઉતરશે ટીમ?


