ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પંજાબની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

ઈન્ડિયન પ્રીમિયર લીગની 52મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે થોડી જ ક્ષણોમાં શરૂ થશે. આ મેચમાં પંજાબ ટીમના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ માટે પંજાબની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વળી, રાજસ્થાને કરુણ નાયરને પડતો મૂક્યો છે, જ્યારે યશસ્વી જયસ્વાલને તક આપવામાં આવી છે.IPL 2022માં આજે મહત્વની મેચ àª
09:39 AM May 07, 2022 IST | Vipul Pandya
ઈન્ડિયન પ્રીમિયર લીગની 52મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે થોડી જ ક્ષણોમાં શરૂ થશે. આ મેચમાં પંજાબ ટીમના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ માટે પંજાબની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વળી, રાજસ્થાને કરુણ નાયરને પડતો મૂક્યો છે, જ્યારે યશસ્વી જયસ્વાલને તક આપવામાં આવી છે.IPL 2022માં આજે મહત્વની મેચ àª
ઈન્ડિયન પ્રીમિયર લીગની 52મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે થોડી જ ક્ષણોમાં શરૂ થશે. આ મેચમાં પંજાબ ટીમના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ માટે પંજાબની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વળી, રાજસ્થાને કરુણ નાયરને પડતો મૂક્યો છે, જ્યારે યશસ્વી જયસ્વાલને તક આપવામાં આવી છે.
IPL 2022માં આજે મહત્વની મેચ છે. મયંક અગ્રવાલ અને સંજુ સેમસન આમને-સામને છે. પંજાબ કિંગ્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થશે. મયંક અગ્રવાલની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં સાતમાં નંબરે છે. PBKS એ અત્યાર સુધી દસમાંથી પાંચ મેચ જીતી છે અને ટીમના દસ પોઈન્ટ છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ વિશે વાત કરીએ તો, સંજુ સેમસનની કપ્તાનીવાળી RR પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. આ ટીમે દસમાંથી છ મેચ જીતી છે અને ટીમના 12 પોઈન્ટ છે. પોઈન્ટ ટેબલમાં ભલે આ બંને ટીમો વચ્ચે મોટો તફાવત હોય, પરંતુ જીતમાં માત્ર એક મેચનો જ તફાવત છે. આજની મેચમાં જે પણ ટીમ જીતશે તે પ્લેઓફની નજીક આવશે.
બંને ટીમોની દૃષ્ટિએ આ મેચ મહત્વપૂર્ણ છે. પંજાબની ટીમ છઠ્ઠી જીતની રાહ જોશે, જ્યારે રાજસ્થાનની ટીમ હારમાંથી બહાર નીકળીને જીતના ટ્રેક પર પાછા ફરવા માંગશે. પંજાબ કિંગ્સ સામેની હાર મુશ્કેલીમાં વધારો કરી શકે છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ પાસે હજુ પણ મજબૂત પગલા પર પ્લેઓફમાં પહોંચવાની તક છે.
મયંક અગ્રવાલની કેપ્ટન્સીમાં પંજાબ કિંગ્સે છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. એકતરફી મેચ જીત્યા બાદ પંજાબનો ઉત્સાહ વધારે છે, પરંતુ પ્લેઓફ માટે ટીમની તમામ મેચો હજુ પણ મહત્વની છે. ગત મેચમાં ઈજાગ્રસ્ત થયેલા રાહુલ ચહરે પ્લેઈંગ 11માં પ્રવેશ કર્યો છે. મયંક અગ્રવાલ અને જોની બેયરસ્ટોનું ફોર્મ ટીમ માટે ચિંતાનું કારણ બની ગયું છે.
પંજાબ કિંગ્સ પ્લેઇંગ 11 - 
મયંક અગ્રવાલ, શિખર ધવન, જોની બેયરસ્ટો, ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, ઋષિ ધવન, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, સંદીપ શર્મા
રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ 11 - 
જોસ બટલર, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ સેન
Tags :
CricketGujaratFirstIPLIPL15IPL2022RRvsPBKSSports
Next Article