Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

RR ના નવા બોસ! Lakshmi Mittal અને Adar Poonawalla એ ખરીદી રાજસ્થાન રોયલ્સ, કિંમત જાણીને ચોંકી જશો

IPL ના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો સોદો પાર પડ્યો છે. સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ અને અદાર પૂનાવાલાએ રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીને 1.65 બિલિયન ડોલરમાં ખરીદી લીધી છે. મિત્તલ પરિવાર પાસે ટીમનો 75% હિસ્સો રહેશે, જ્યારે પૂનાવાલા પાસે 18% હિસ્સો હશે. આ ડીલ દ્વારા રાજસ્થાન રોયલ્સ હવે આઈપીએલની સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી બની ગઈ છે.
rr ના નવા બોસ   lakshmi mittal અને  adar poonawalla એ ખરીદી રાજસ્થાન રોયલ્સ  કિંમત જાણીને ચોંકી જશો
Advertisement
  • લક્ષ્મી મિત્તલ અને અદાર પૂનાવાલા હવે RR ના નવા માલિક
  • $1.65 બિલિયન (અંદાજે 13,800 કરોડથી વધુ) માં થયો સોદો
  • મિત્તલ પરિવારનો ટીમમાં રહેશે 75 ટકા મોટો હિસ્સો
  • કાલ સોમાણીની ડીલ રદ થયા બાદ મિત્તલ એન્ટ્રી
  • પાર્લ અને બાર્બાડોસ રોયલ્સ પણ હવે મિત્તલ હસ્તક

આઈપીએલ 2026 (IPL 2026) પહેલા ફ્રેન્ચાઈઝી માલિકીના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી એન. મિત્તલ (Lakshmi N. Mittal) અને તેમના પુત્ર આદિત્ય મિત્તલે અદાર પૂનાવાલા (Adar Poonawalla) સાથે મળીને રાજસ્થાન રોયલ્સને 1.65 બિલિયન યુએસ ડોલરમાં ખરીદી લીધી છે. અગાઉ આ સોદો કાલ સોમાણી સાથે થવાની ચર્ચા હતી, પરંતુ નાણાકીય કારણોસર તે ડીલ અટકી ગઈ હતી. હવે મિત્તલ પરિવાર પાસે આ ફ્રેન્ચાઈઝીનો 75% હિસ્સો હશે, જ્યારે અદાર પૂનાવાલા 18% હિસ્સો ધરાવશે. બાકીનો 7% હિસ્સો મનોજ બડાલે સહિતના જૂના રોકાણકારો પાસે રહેશે.

Advertisement

વૈશ્વિક ક્રિકેટ ફ્રેન્ચાઈઝી પર વર્ચસ્વ

આ સોદા હેઠળ નવા માલિકોને માત્ર આઈપીએલ ટીમ જ નહીં, પરંતુ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ગ્રુપની અન્ય ટીમો જેવી કે પાર્લ રોયલ્સ અને બાર્બાડોસ રોયલ્સની એન્ટરપ્રાઇઝ વેલ્યુ અને માલિકી પણ મળશે. મિત્તલ પરિવારે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે આ સોદો વર્ષ 2026 ના ત્રીજા ક્વાર્ટર (Q3) માં પૂર્ણ થવાની અપેક્ષા છે, જે માટે BCCI અને અન્ય રેગ્યુલેટરી ઓથોરિટીની મંજૂરી લેવાની પ્રક્રિયા ચાલુ છે.

Advertisement

રાજસ્થાન સાથેનું ભાવનાત્મક જોડાણ

લક્ષ્મી એન. મિત્તલે આ ડીલ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, "મને ક્રિકેટ ખૂબ ગમે છે અને મારો પરિવાર રાજસ્થાનથી (Rajasthan) આવે છે, તેથી રાજસ્થાન રોયલ્સ સિવાય બીજી કોઈ એવી ટીમ નથી કે જેનો હું ભાગ બનવા ઈચ્છું." તેમના પુત્ર આદિત્યએ પણ નવા ટેલેન્ટને વિકસાવવાની ટીમની લેગસી જાળવી રાખવાનો સંકલ્પ કર્યો છે. અદાર પૂનાવાલાએ પણ આ વૈશ્વિક સ્પોર્ટ્સ સંસ્થાનો ભાગ બનવા બદલ ફેન્સ અને મેનેજમેન્ટનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો : Vinesh Phogat નો વિસ્ફોટક ખુલાસો; 'બ્રિજભૂષણ સામે જાતીય સતામણીની ફરિયાદ કરનાર 6 પીડિતોમાં હું પણ સામેલ'

Tags :
Advertisement

.

×