જીત્યા છતાં Rajat Patidar કેમ ચિંતિત? ગુજરાત સામેની મેચ બાદ આપ્યું મોટું નિવેદન
- ગુજરાત ટાઇટન્સ સામે RCB ની શાનદાર જીત
- 7 મેચમાં 5 જીત સાથે પાટીદારની સેના બીજા નંબરે
- વિરાટ કોહલી અને પડિક્કલની બેટિંગે મચાવી ધૂમ
- ડેથ ઓવરોમાં ભુવી-હેઝલવુડની ઘાતક યોર્કર
- વચ્ચેની ઓવરોમાં વિકેટ પડતા રજત પાટીદાર ચિંતિત
આઈપીએલ 2026 (IPL 2026) માં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામેની જીત બાદ કેપ્ટન રજત પાટીદાર (Rajat Patidar) એ ટીમના વખાણ તો કર્યા, પરંતુ સાથે જ ભવિષ્ય માટે સાવધ પણ કર્યા છે. અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાંથી 5 મેચ જીતીને RCB પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે.
𝗙𝗜𝗙𝗧𝗬 𝗜𝗡 𝗧𝗪𝗘𝗡𝗧𝗬 𝗕𝗔𝗟𝗟𝗦!!! 🤯🤯🤯
DDP's 1️⃣4️⃣th fifty in IPL comes up in absolutely no time. ❤️🔥 pic.twitter.com/DQZ6ws9kOK
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 24, 2026
બોલરોનું શાનદાર પ્રદર્શન
મેચ બાદ રજત પાટીદાર (Rajat Patidar) એ ખાસ કરીને બોલરોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, "ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડે જે રીતે નવી બોલથી શરૂઆત કરી તે કાબિલેદાદ હતી. મિડલ ઓવરોમાં સુયશ અને ડેથ ઓવરોમાં રસિખ સલામની યોર્કર (Perfect Yorkers) એ ગુજરાતને મોટા સ્કોર તરફ જતા રોક્યા હતા. અમારો ટાર્ગેટ તેમને 200ની આસપાસ રોકવાનો હતો અને પ્લાન મુજબનું એક્ઝિક્યુશન (Execution) એકદમ સચોટ રહ્યું."
કોહલી અને પડિક્કલની તોફાની બેટિંગ
બેટિંગ વિશે વાત કરતા કેપ્ટને વિરાટ કોહલી (Virat Kohli) અને દેવદત્ત પડિક્કલના વખાણ કર્યા હતા. વિરાટ ભૈયા અને બેથેલે ટીમને ડ્રાઈવિંગ સીટ પર બેસાડી દીધી હતી, જ્યારે દેવદત્ત પડિક્કલની તોફાની ઈનિંગ જોવાની મજા આવી હતી. જોકે, પાટીદારે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, "વચ્ચેની ઓવરોમાં અમે ઝડપથી વિકેટો ગુમાવી દીધી હતી. આ મેચમાંથી અમારે આ જ શીખવાનું છે અને આગામી મેચોમાં આ ભૂલો (Mistakes) સુધારવી પડશે."
આ પણ વાંચો : RCB vs GT Result: RCBએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીની શાનદાર બેટિંગ


