Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પોઈન્ટ્સ ટેબલમાં ટોપ 4 માં પહોંચી RCB, મુંબઈ-ચેન્નાઈનું પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ

IPL 2022 માં સૌથી ખરાબ પ્રદર્શન તે બે ટીમોનું રહ્યું છે જેણે અત્યાર સુધીમાં IPL ની લગભગ તમામ સીઝનમાં સૌથી સારું પ્રદર્શન કરી સૌથી વધુ વખત આ ટૂર્નામેન્ટ જીતી છે. પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે, આ બંને ટીમો એક મેચ જીતવા માટે પણ સંઘર્ષ કરતા જોવા મળી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ દરમિયાન 13 રનથી વિજય નોંધાવ્યો હતો. આ સાથે ફાફ ડુ પ્લેસિસની ટીમે પોઈન્ટ ટેબલ
પોઈન્ટ્સ ટેબલમાં ટોપ 4 માં પહોંચી rcb  મુંબઈ ચેન્નાઈનું પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ
Advertisement
IPL 2022 માં સૌથી ખરાબ પ્રદર્શન તે બે ટીમોનું રહ્યું છે જેણે અત્યાર સુધીમાં IPL ની લગભગ તમામ સીઝનમાં સૌથી સારું પ્રદર્શન કરી સૌથી વધુ વખત આ ટૂર્નામેન્ટ જીતી છે. પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે, આ બંને ટીમો એક મેચ જીતવા માટે પણ સંઘર્ષ કરતા જોવા મળી છે. 
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ દરમિયાન 13 રનથી વિજય નોંધાવ્યો હતો. આ સાથે ફાફ ડુ પ્લેસિસની ટીમે પોઈન્ટ ટેબલ પર મોટી છલાંગ લગાવી નંબર-6 થી ચોથા સ્થાન પર પહોંચી ગઈ છે. બેંગ્લોરના હવે 11 મેચ બાદ છ જીત સાથે 12 પોઈન્ટ છે. લીગ સ્તરની સરખામણીમાં હવે અંતિમ સ્તર તરફ આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં, દરેક ટીમ પ્લેઓફમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા માટે તેમની સ્થિતિ મજબૂત રાખવા માંગે છે. RCBની જીત સાથે હૈદરાબાદ ટોપ-4માંથી બહાર થઈ ગયું છે. જોકે, કેન વિલિયમસનની ટીમ માત્ર નવ મેચ રમી છે. આવી સ્થિતિમાં તેની પાસે વાપસીની વધારાની તક છે. 
બીજી તરફ ચેન્નાઈને 10મી મેચ રમીને સાતમી હાર મળી હતી. તેમના માટે પ્લેઓફની શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. કારણ કે હવે આ ટીમને જો તો ની સ્થિતિને ધ્યાને રાખવી પડે તેમ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝનમાં, બુધવાર સુધી ગ્રુપ સ્ટેજમાં 49 મેચ રમાઈ છે. અત્યારે પોઈન્ટ ટેબલમાં 10માંથી 8 ટીમો વચ્ચે પ્લેઓફ માટે મુકાબલો ચાલી રહ્યો છે. ધોનીની ચેન્નાઇ અને રોહિતની મુંબઈ ટીમ માટે આ વર્ષ તેટલું સારું રહ્યું નથી. જીહા, મુંબઈની બહાર હોવાની સત્તાવાર જાહેરાત હજુ થઈ નથી, પરંતુ તે બહાર થવાની લગભગ નિશ્ચિત છે. ચેન્નાઈની પણ આવી જ સ્થિતિ છે. 
મુંબઈની ટીમે અત્યાર સુધી 9માંથી માત્ર એક જ મેચ જીતી છે જ્યારે ચેન્નાઈની ટીમ 10માંથી માત્ર 3 મેચ જીતી શકી છે. આવી સ્થિતિમાં આ બે બોટમની ટીમને પ્લેઓફમાં પહોંચવું હવે માત્ર એક સપના બરોબર છે. જો આ બંને ટીમો તેમની બાકીની મેચો જીતે તો પણ મુંબઈના 12 પોઈન્ટ અને ચેન્નાઈના 14 પોઈન્ટ થશે. આવી સ્થિતિમાં મુંબઈ માટે પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય છે. જ્યારે ધોનીની CSKને જીત-હાર, નેટ રન રેટ અને બાકીની ટીમોના પોઈન્ટ પર આધાર રાખવો પડશે. જ્યારે ચેન્નાઈ તેની બાકીની ચાર મેચ જીતશે ત્યારે જ આવું થઇ શકે છે. જો ધોની એક પણ મેચ હારી જશે તો તેના માટે પ્લેઓફમાં પહોંચવું અશક્ય બની જશે.
Tags :
Advertisement

.

×