IPL 2026: RCB એ દિલ્હી સામે ખડક્યો 175 રનનો સ્કોર, સોલ્ટની તોફાની ફિફ્ટી!
- ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB નો ‘વિરાટ’ દેખાવ! (Rcb vs dc 2026)
- દિલ્હી કેપિટલ્સ સામે જીતવા માટે 176 રનનો લક્ષ્યાંક
- ફિલિપ સોલ્ટની 63 રનની આક્રમક અડધી સદી
- વિરાટ કોહલી અને સોલ્ટ વચ્ચે 52 રનની ઓપનિંગ પાર્ટનરશિપ
- કુલદીપ યાદવ અને અક્ષર પટેલની બે-બે વિકેટ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની 26મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે જોરદાર જંગ જામ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી RCB ની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા છે. હવે દિલ્હી સામે જીતવા માટે 176 રનનો લક્ષ્યાંક (Target) છે.
ફિલિપ સોલ્ટની શાનદાર અડધી સદી
RCB ની શરૂઆત ધમાકેદાર રહી હતી. વિરાટ કોહલી (Virat Kohli) અને ફિલિપ સોલ્ટે પ્રથમ વિકેટ માટે માત્ર 5.1 ઓવરમાં 52 રનની ભાગીદારી કરી હતી. કોહલી 13 બોલમાં 19 રન બનાવી આઉટ થયો હતો. જોકે, ફિલિપ સોલ્ટે આક્રમક બેટિંગ ચાલુ રાખી 38 બોલમાં 63 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં 4 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. દેવદત્ત પડિક્કલે 18 રન અને ટિમ ડેવિડે 26 રનનું યોગદાન આપ્યું હતું.
Rcb vs dc 2026 : દિલ્હીના બોલરોનો પલટવાર
એક સમયે RCB મોટા સ્કોર તરફ વધી રહી હતી, પરંતુ દિલ્હીના બોલરોએ મધ્ય ઓવરોમાં શાનદાર વાપસી કરી હતી. અક્ષર પટેલની (Axar Patel) કેપ્ટન્સીમાં કુલદીપ યાદવ અને લુંગી એનગિડીએ 2-2 વિકેટ ઝડપી હતી. કેપ્ટન રજત પાટીદાર (Rajat Patidar) માત્ર 8 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. અંતિમ ઓવરોમાં કૃણાલ પંડ્યા અને જીતેશ શર્માએ રન રેટ વધારવાનો પ્રયાસ કર્યો હતો.
Tricky wicket but we made the most of it with the bat. 🙌
An all-important bowling effort coming up. We believe. ✊#PlayBold #ನಮ್ಮRCB #IPL2026 #RCBvDC pic.twitter.com/QvTUvk3y2w
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 18, 2026
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
દિલ્હીની ટીમમાં કેએલ રાહુલ, ડેવિડ મિલર અને કુલદીપ યાદવ જેવા દિગ્ગજો છે. જ્યારે બેંગલુરુની ટીમમાં વિરાટ કોહલી, ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડ જેવા સ્ટાર ખેલાડીઓ મેદાને પડ્યા છે. પોઈન્ટ્સ ટેબલમાં (Points Table) ટોચનું સ્થાન મેળવવા માટે RCB માટે આ જીત અત્યંત મહત્વની છે.
આ પણ વાંચો : Virat Kohli Like: કિંગ કોહલીના 'લાઈક-અનલાઈક' ગેમ પર શું બોલી જર્મન મોડેલ? મચ્યો હંગામો


