Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

RCB VS GT : ફાઈનલની સાચી હકદાર! શા માટે ગુજરાત અને બેંગ્લુરુ છેલ્લા 5 વર્ષથી IPL પર રાજ કરી રહી છે?

આજે IPL 2026 ની ફાઈનલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) આમને-સામને થશે. છેલ્લા પાંચ વર્ષથી આ બંને ટીમો IPL માં સૌથી સફળ રહી છે. આંકડા મુજબ, ગુજરાત અને બેંગલુરુએ આ સમયગાળામાં સૌથી વધુ મેચ જીતીને પોતાનો દબદબો સાબિત કર્યો છે. આજે બંને દિગ્ગજ ટીમો વચ્ચેનો આ મહામુકાબલો ખિતાબ માટે ખૂબ જ રોમાંચક બનશે.
rcb vs gt   ફાઈનલની સાચી હકદાર  શા માટે ગુજરાત અને બેંગ્લુરુ છેલ્લા 5 વર્ષથી ipl પર રાજ કરી રહી છે
Advertisement

RCB VS GT : IPL 2026 ના ખિતાબ માટે આજે રવિવાર, 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં બે દિગ્ગજ ટીમો વચ્ચે જંગ જામશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચેનો આ ફાઈનલ મુકાબલો માત્ર એક મેચ નથી, પરંતુ છેલ્લા 5 વર્ષના તેમના વર્ચસ્વની સાબિતી છે.

RCB vs GT : સાતત્યપૂર્ણ પ્રદર્શનનું પરિણામ

આ બંને ટીમો છેલ્લા પાંચ વર્ષથી IPL (Indian Premier League) ની સૌથી સફળ ટીમો તરીકે ઉભરી આવી છે. આંકડાઓ સાક્ષી પૂરે છે કે 2022 થી અત્યાર સુધીમાં ગુજરાત ટાઇટન્સે 76 મેચમાંથી 47 મેચ જીતીને 61.8% વિનિંગ પર્સન્ટેજ (Winning Percentage) હાંસલ કર્યો છે. બીજી તરફ, બેંગલુરુએ પણ એટલી જ મેચોમાં 44 જીત સાથે 57.8% સફળતા દર મેળવ્યો છે. બંને ટીમોની આ સાતત્યતા જ તેમને આજે ફાઈનલ સુધી ખેંચી લાવી છે.

Advertisement

RCB અને GT નો પ્લેઓફ દબદબો

ગુજરાત ટાઇટન્સે 2022 માં ડેબ્યૂ કર્યા પછી 5 માંથી 4 વખત પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે અને આ તેમની ત્રીજી ફાઈનલ છે. બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પણ ઓછી નથી. RCB એ પણ છેલ્લા 5 વર્ષમાં 4 વખત પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે અને ગત વર્ષે ચેમ્પિયન બન્યા બાદ આ સતત બીજી વાર ફાઈનલ રમી રહી છે.

Advertisement

ફાઈનલનો માર્ગ

લીગ સ્ટેજમાં બંને ટીમોએ 14 માંથી 9 મેચ જીતી હતી. ક્વોલિફાયર-1 માં જ્યારે RCB એ ગુજરાતને હરાવી સીધી એન્ટ્રી મેળવી, ત્યારે ગુજરાતે ક્વોલિફાયર-2 માં રાજસ્થાન રોયલ્સને પછાડી ફાઈનલનું ટિકિટ કન્ફર્મ કર્યું. આજે જે પણ ટીમ જીતશે, તે પોતાની બીજી IPL ટ્રોફી (IPL Title) પોતાના નામે કરશે. શું બેંગલુરુ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખશે કે ગુજરાત ફરી એકવાર ચેમ્પિયન બનશે, તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

આ પણ વાંચો : જો આજે અમદાવાદમાં વરસાદ પડશે તો ક્યારે રમાશે IPl 2026 Final ? BCCI નો શું છે પ્લાન

Tags :
Advertisement

.

×