RCB VS GT : જો આજે અમદાવાદમાં વરસાદ પડશે તો ક્યારે રમાશે IPl 2026 Final ? BCCI નો શું છે પ્લાન
IPL 2026 Final ના રોમાંચક સફરનો આજે અંતિમ પડાવ આવી ગયો છે. આજે 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે ખિતાબી જંગ ખેલાશે. RCB સતત બીજી વાર ટ્રોફી જીતવા માટે મેદાને છે, તો બીજી તરફ GT પોતાની બીજી ટ્રોફી ઘર આંગણે જીતવા આતુર છે.
વરસાદ બનશે વિલન?
પરંતુ ફેન્સના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ મેચમાં વરસાદ (Rain Update) વિલન બનશે? IMD (Indian Meteorological Department) ના રિપોર્ટ મુજબ, આજે અમદાવાદમાં આકરા તાપની સ્થિતિ રહેશે. તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. રાહતની વાત એ છે કે, વરસાદની કોઈ જ શક્યતા નથી, એટલે કે ક્રિકેટ પ્રેમીઓ નિર્વિઘ્ને મેચનો આનંદ માણી શકશે.
1 જૂનના રોજ રાખવામાં આવ્યો રિઝર્વ ડે
જો કોઈ અનિચ્છનીય ઘટના બને, તો BCCI એ 1 જૂન 2026 ને રિઝર્વ ડે (Reserve Day) તરીકે જાહેર કર્યો છે. જો રિઝર્વ ડે પર પણ પરિણામ ન આવે, તો પોઈન્ટ્સ ટેબલ (Points Table) માં ટોપ પર રહેલી RCB ને ચેમ્પિયન જાહેર કરવામાં આવશે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
RCB: વેંકટેશ અય્યર, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, રસિક સલામ, જેકબ ડફી. (ઈમ્પેક્ટ પ્લેયર: રોમારિયો શેફર્ડ)
GT: સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, રાહુલ તેવતિયા, કગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા. (ઈમ્પેક્ટ પ્લેયર: અરશદ ખાન/સાઈ કિશોર)
આ પણ વાંચો : RCB vs GT Final : વર્લ્ડ કપની નિરાશા બાદ IPL ફાઇનલમાં કોહલી પાસે ઇતિહાસ બદલવાની તક


