RCB vs MI : વિરાટ અને સાલ્ટની ફિફ્ટી, મુંબઈ ઈન્ડિયન્સની કારમી હાર!
- રવિવારની સુપર સન્ડે મેચમાં RCB નો તરખાટ!
- વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સની કારમી હાર
- વિરાટ, સાલ્ટ અને પાટીદારની ફિફ્ટીથી RCB નો પહાડ જેવો સ્કોર
- ફિલ સાલ્ટે 36 બોલમાં 78 રન ફટકારી મચાવ્યો હાહાકાર
- મુંબઈના બેટ્સમેનો 241 રનના ટાર્ગેટ સામે ટૂંકા પડ્યા
- પોઈન્ટ ટેબલમાં 2 મહત્વના અંક મેળવી RCB મજબૂત
RCB vs MI : આઈપીએલ 2026 (IPL 2026) ના રવિવારના ડબલ હેડર (Double Header) ના બીજા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ (Royal Challengers Bengaluru) મુંબઈ ઈન્ડિયન્સને (Mumbai Indians) હરાવીને શાનદાર જીત નોંધાવી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ RCB ના બેટ્સમેનોએ આ નિર્ણયને ખોટો સાબિત કરતા રનનો પહાડ ખડકી દીધો હતો.
WIN 😮💨😮💨😮💨
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 12, 2026
RCB ની તોફાની બેટિંગ
ઓપનિંગમાં આવેલા ફિલ સાલ્ટ (Phil Salt) અને કિંગ વિરાટ કોહલીએ (Virat Kohli) તોફાની શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 120 રનની ભાગીદારી (Century Partnership) નોંધાવી હતી. સાલ્ટે માત્ર 36 બોલમાં 78 રન ઝૂડી કાઢ્યા હતા, જેમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા (Sixes) સામેલ હતા. બીજી તરફ વિરાટ કોહલીએ 38 બોલમાં 50 રન બનાવીને પોતાની ફિફ્ટી (Half Century) પૂરી કરી હતી. ત્યારબાદ કેપ્ટન રજત પાટીદારે (Rajat Patidar) માત્ર 20 બોલમાં અણનમ 53 રન બનાવીને સ્કોરને 240 સુધી પહોંચાડ્યો હતો.
મુંબઈની નબળી શરૂઆત
241 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સામાન્ય રહી હતી. રિયાન રિકલ્ટને (Ryan Rickelton) 37 રન બનાવ્યા હતા, જ્યારે રોહિત શર્મા (Rohit Sharma) 19 રન બનાવીને રિટાયર્ડ આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) 33 અને હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) 40 રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ તે જીત માટે પૂરતું નહોતું. RCB એ આ મેચ જીતીને પોઈન્ટ ટેબલ (Points Table) માં 2 મહત્વના અંક મેળવ્યા છે.
આ પણ વાંચો : Virat Kohli Record vs MI : વાનખેડેમાં વિરાટનો 'વિરાટ' રેકોર્ડ, મુંબઈ સામે રચ્યો નવો ઈતિહાસ!


