RCB vs PBKS Final : આ ટીમ બનશે વિજેતા, Phalodi Satta Bazaar ની ચોંકાવનારી ભવિષ્યવાણી!
- IPL 2025ની 18મી સિઝન તેના અંતિમ પડાવમાં
- અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાશે
- ફાઇનલ મેચને લઇને સટ્ટા બજાર ગરમાયું
- ફલોદી સટ્ટા બજારે ભવિષ્યવાણી કરી
- RCB આઇપીએલની ટ્રોફી જીતી શકે છે :Phalodi Satta Bazaar
RCB vs PBKS Final : IPL 2025ની 18મી સિઝન તેના અંતિમ(RCB vs PBKS Final ) પડાવમાં પહોંચી ગઇ છે. આજે એટલે કે 3 જૂને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ એટલે કે આરસીબી, પંજાબ કિંગ્સ PBKS વચ્ચે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાશે. આ બંને ટીમ એવી છે કે જેણે આઇપીએલનો ખિતાબ એક પણ વાર જીત્યો નથી. એવામાં આવુ પહેલીવાર હશે કે આરસીબી અને પીબીકેએસમાંથી કોઇ ટીમ આઇપીએલની વિજેતા બનશે.
આઇપીએલ 2025ની ફાઇનલ મેચને લઇને સટ્ટા બજાર ગરમ જોવા મળી રહ્યું છે. મેચ કોણ જીતશે તેને લઇને સટ્ટાબજારમાં જબરદસ્ત ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે રાજસ્થાનનું ફલોદી સટ્ટાબજાર આ અંગે શું કહે છે. ફલોદી સટ્ટાબજારે પણ આઇપીએલમાં કોણ ટ્રોફી જીતશે તેને લઇને એક ભવિષ્યવાણી કરી છે.
આ પણ વાંચો -IPL 2025 : આજના મહામુકાબલામાં જે ટીમ જીતશે તેના પર થશે ધનવર્ષા, જાણો પૂરી વિગત
IPL 2025 માં કઈ ટીમ વિજેતા બનશે?
ફલોદી સટ્ટા બજારે ભવિષ્યવાણી કરી છે કે આ વખતે RCB આઇપીએલની ટ્રોફી જીતી શકે છે. RCB એ આ વર્ષે PBKS ની 3 માંથી 2 મેચ જીતી છે અને જેથી બેંગ્લોર ફાઇનલમાં પણ જીતવાની શક્યતા વધુ છે. જોકે ક્યારેક આવી આગાહીઓ ખોટી પણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં જો પંજાબ આ વર્ષે તેનું પહેલું IPL ટાઇટલ જીતે છે, તો તે આશ્ચર્યજનક રહેશે નહીં.
આ પણ વાંચો -RCB vs PBKS Final Match : આજે એક ટીમનો ટાઈટલ દુકાળ ખતમ થશે
આ બે ખેલાડીઓ પર સૌની નજર
બંને ટીમના ખેલાડીઓ વિશે વાત કરીએ તો, બંને ટીમ મજબૂત છે. તેમાં પણ બે ખેલાડી પર લોકોની ખાસ નજર રહેલી છે. એક છે આરસીબીનો વિરાટ કોહલી અને બીજો છે PBKS નો શ્રેયસ ઐયર. આપણે જાણીએ છીએ કે વિરાટ કોહલી આઇપીએલની શરૂઆતથી જ આરસીબી સાથે છે અને તે ટીમનો સૌથી સફળ ખેલાડી રહ્યો છે. જ્યારે ઐયરની વાત કરીએ તો તે પહેલો એવો ખેલાડી છે જણે 3 આઇપીએલની ટીમને ફાઇનલમાં પહોંચાડી છે. કેપ્ટન તરીકે તેનુ પર્ફોમન્સ સારુ રહ્યું છે. એવામાં ફાઇનલમાં કોહલી અને ઐયર વચ્ચે જંગ ઘણી જ રસપ્રદ રહેશે, આવુ ચોથીવાર છે જ્યારે બેંગ્લુરુની ટીમ આઇપીએલમાં ફાઇનલમાં પહોંચી જ્યારે પંજાબની ટીમ હજી બીજીવાર જ આઇપીએલ ફાઇનલમાં પહોંચી છે.