Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rinku Singh ની 'બેટ ચોરી' નો વીડિયો વાયરલ, Hardik Pandya ની બોલતી થઈ ગઈ બંધ!

IPL માં KKR ના વિજય અને રિન્કુ સિંહની મસ્તીએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. મુંબઈ સામેની મેચ બાદ રિન્કુ સિંહ હાર્દિક પંડ્યાનું બેટ લઈને ફરાર થતા વીડિયો વાયરલ થયો છે. બીજી તરફ, મનીષ પાંડે અને રોવમેન પોવેલની શાનદાર બેટિંગથી KKR એ જીત મેળવી પ્લેઓફની પોતાની આશા જીવંત રાખી છે. મુંબઈ માટે આ સીઝનની આ નવમી હાર રહી, જ્યારે KKR હવે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે.
rinku singh ની  બેટ ચોરી  નો વીડિયો વાયરલ  hardik pandya ની બોલતી થઈ ગઈ બંધ
Advertisement
  • IPL માંRinku Singh ની ધમાલ, હાર્દિક પંડ્યાનું બેટ લઈને ફરાર!
  • મેચ બાદ હાર્દિક પંડ્યાનું બેટ લઈ રિન્કુ સિંહનો વીડિયો વાયરલ
  • કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને ૪ વિકેટથી હરાવ્યું
  • પ્લેઓફની રેસમાં KKR ની આશા જીવંત, પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને
  • મનીષ પાંડે અને રોવમેન પોવેલની બેટિંગે ટીમને અપાવી જીત

IPL (Indian Premier League) ના મેદાન પર રમતની સાથે ખેલાડીઓની મસ્તી પણ ચાહકોનું દિલ જીતી લેતી હોય છે. બુધવારે રાત્રે કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે રમાયેલી રોમાંચક મેચ બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ વીડિયોમાં KKR ના સ્ટાર બેટ્સમેન રિન્કુ સિંહ (Rinku Singh) મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) નું બેટ લઈને 'ફરાર' થતા જોવા મળે છે, જેણે ચાહકોને મનોરંજન પૂરું પાડ્યું છે.

Advertisement

Rinku Singh અને હાર્દિક પંડ્યાનો મજેદાર કિસ્સો

રિન્કુ સિંહની અન્ય ખેલાડીઓના બેટ માંગવાની આદત ક્રિકેટ જગતમાં જાણીતી છે. આ વીડિયોમાં જોવા મળે છે કે હાર્દિક પંડ્યા ડગઆઉટ (Dugout) માં પાછા ફરી રહ્યા હતા ત્યારે રિન્કુએ તેમની સાથે હાથ મિલાવ્યો અને ચપળતાથી તેમનું બેટ લઈ લીધું. હાર્દિક જ્યારે તેમના ગ્લવ્સ (Gloves) ઉતારી રહ્યા હતા, ત્યારે તેમણે આજુબાજુ રિન્કુને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ત્યારે તો બેટ લઈને ત્યાંથી રવાના થઈ ગયા હતા.

Advertisement

KKR માટે પ્લેઓફની આશા જીવંત

વરસાદથી પ્રભાવિત આ 'કરો કે મરો' ના મુકાબલામાં KKR એ મુંબઈ ઈન્ડિયન્સને ૪ વિકેટથી પરાજય આપ્યો છે. મુંબઈની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી ૧૪૭ રન કર્યા હતા. જવાબમાં મનીષ પાંડે (Manish Pandey) (૪૫ રન) અને રોવમેન પોવેલ (Rovman Powell) (૪૦ રન) ની શાનદાર ભાગીદારીને કારણે KKR એ ૧૮.૫ ઓવરમાં લક્ષ્યાંક પાર કર્યો હતો. આ જીત સાથે KKR હવે પોઈન્ટ ટેબલ (Points Table) માં આઠમાથી છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે, જેનાથી તેમની પ્લેઓફ (Playoffs) માં પહોંચવાની આશા હજુ પણ જીવંત છે. જોકે, KKR નું ભવિષ્ય હવે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર કરે છે.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યાને BCCI એ ફટકાર્યો દંડ, IPL 2026માં Mumbai Indians ની મુશ્કેલીઓ વધી

Tags :
Advertisement

.

×