Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IPL 2026: હારેલી બાજી જીતી ગયું કોલકાતા, રાજસ્થાન રોયલ્સ સામે મેળવી સીઝનની પ્રથમ જીત

IPL 2026 માં કોલકાતા નાઈટ રાઈડર્સે રીંકુસિંહની તોફાની ઈનિંગની મદદથી રાજસ્થાન રોયલ્સ સામે 4 વિકેટથી રોમાંચક જીત મેળવી છે. રિન્કુએ અણનમ 53 રન બનાવ્યા અને અનુકૂલ રોય સાથે 76 રનની ભાગીદારી કરી. વરુણ ચક્રવર્તી અને કાર્તિક ત્યાગીએ 3-3 વિકેટ ઝડપી રાજસ્થાનને 155 રન પર અટકાવ્યું હતું.
ipl 2026  હારેલી બાજી જીતી ગયું કોલકાતા  રાજસ્થાન રોયલ્સ સામે મેળવી સીઝનની પ્રથમ જીત
Advertisement
  • KKR VS RR IPL 2026 : KKR ની પ્રથમ જીત!
  • 76 રનની અતૂટ ભાગીદારી: રિન્કુ અને અનુકૂલ રોય ચમક્યા
  • રાજસ્થાન રોયલ્સ (RR) નો મિડલ ઓર્ડર પત્તાની મહેલની જેમ વિખેરાયો
  • વરુણ ચક્રવર્તી અને કાર્તિક ત્યાગીએ ઝડપી 3-3 વિકેટ
  • 85 રનમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ KKR એ વળતો પ્રહાર કર્યો
  • 2 બોલ બાકી રહેતા કોલકાતાએ 156 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો

Indian Premier League ની 19મી સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ આખરે જીતનું ખાતું ખોલાવ્યું છે. રિન્કુ સિંહની અદભૂત અડધી સદી અને અનુકૂલ રોય સાથેની શાનદાર ભાગીદારીના જોરે KKR એ રાજસ્થાન રોયલ્સને [Rajasthan Royals] 4 વિકેટથી હરાવી સીઝનની પ્રથમ જીત હાંસલ કરી છે. 156 રનના લક્ષ્યનો પીછો કરતા એક સમયે કોલકાતાએ 85 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ રિન્કુ સિંહે ફરી એકવાર સાબિત કર્યું કે તે કેમ શ્રેષ્ઠ ફિનિશર ગણાય છે.

Advertisement

KKR VS RR IPL 2026 : રાજસ્થાનની ધમાકેદાર શરૂઆત પણ મિડલ ઓર્ડર ફ્લોપ

રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા શાનદાર શરૂઆત કરી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીએ [Vaibhav Suryavanshi] પ્રથમ વિકેટ માટે 81 રન જોડ્યા હતા. વૈભવે 28 બોલમાં 46 રનની તોફાની પારી રમી હતી. જોકે, વરુણ ચક્રવર્તી અને કાર્તિક ત્યાગીએ [Kartik Tyagi] તબાહી મચાવતા રાજસ્થાનનો સ્કોર 155 પર અટકાવી દીધો હતો. રાજસ્થાને માત્ર 74 રનમાં પોતાની 9 વિકેટ ગુમાવી દીધી હતી.

Advertisement

રિન્કુ સિંહ અને અનુકૂલ રોયની વિજયી ભાગીદારી

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન અજિંક્ય રહાણે શૂન્ય રને આઉટ થયો હતો. પરંતુ રિન્કુ સિંહે [Rinku Singh] 34 બોલમાં 53 રનની અણનમ પારી રમી અને અનુકૂલ રોય (29 રન) સાથે મળીને સાતમી વિકેટ માટે 76 રનની અતૂટ ભાગીદારી કરી ટીમને વિજય અપાવ્યો હતો. રાજસ્થાન તરફથી રવીન્દ્ર જાડેજાએ [Ravindra Jadeja] 3 ઓવરમાં માત્ર 8 રન આપીને 2 વિકેટ ઝડપી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં.

આ પણ વાંચો : IPL 2026: ધ્રુવ જુરેલનો ‘સુપરમેન’ અવતાર! વીજળીક ઝડપે કેમરૂન ગ્રીનને કર્યો સ્ટમ્પ આઉટ, જુઓ આશ્ચર્યજનક VIDEO

Tags :
Advertisement

.

×