Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

RR vs LSG IPL 2026 : જયપુરમાં મિચેલ માર્શનું વાવાઝોડું, લખનૌએ રાજસ્થાનને આપ્યો 221 રનનો ટાર્ગેટ!

IPL 2026ના 64મા મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સે (Lucknow Super Giants) પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 220 રનનો સ્કોર બનાવી રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે 221 રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો છે. લખનૌ તરફથી ઓપનર મિચેલ માર્શે માત્ર 57 બોલમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે તોફાની 96 રન ફટકાર્યા હતા, જ્યારે જોશ ઇંગ્લિસે 29 બોલમાં આક્રમક 60 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન તરફથી યશ રાજ પુંજાએ સૌથી વધુ ૨ વિકેટ ઝડપી હતી, જ્યારે બાકીના બોલર્સ ભારે મોંઘા સાબિત થયા હતા.
rr vs lsg ipl 2026   જયપુરમાં મિચેલ માર્શનું વાવાઝોડું  લખનૌએ રાજસ્થાનને આપ્યો 221 રનનો ટાર્ગેટ
Advertisement
  • માર્શની તોફાની બેટિંગ: રાજસ્થાનને 221 રનનો ટાર્ગેટ!
  • સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં લખનૌનો રન-ધમાકો
  • મિચેલ માર્શ માત્ર 4 રન માટે સદીથી ચૂક્યો
  • જોશ ઇંગ્લિસે 29 બોલમાં ફટકાર્યા શાનદાર 60 રન
  • રાજસ્થાનના બોલર્સની જોરદાર ધુલાઈ, સુશાંતે આપ્યા 46 રન
  • યશ રાજ પુંજાએ 2 વિકેટ ઝડપી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 (Indian Premier League 2026) ની 64મી રોમાંચક મેચમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામસામે ટકરાયા છે. જયપુરના ઐતિહાસિક સવાઈ માનસિંહ સ્ટેડિયમ (Sawai Mansingh Stadium) ખાતે રમાઈ રહેલા આ મુકાબલામાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌની ટીમે સ્કોરબોર્ડ પર રનનો પહાડ ખડકી દીધો છે. ઓપનર મિચેલ માર્શ અને જોશ ઇંગ્લિસની વિસ્ફોટક ઇનિંગ્સના જોરે લખનૌએ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને 220 રન બનાવ્યા છે અને રાજસ્થાનને જીતવા માટે 221 રનનો મજબૂત પડકાર આપ્યો છે.

મિચેલ માર્શ નર્વસ નાઇન્ટીઝનો શિકાર

લખનૌ સુપર જાયન્ટ્સને આ વિશાળ સ્કોર સુધી પહોંચાડવામાં ઓપનર મિચેલ માર્શ (Mitchell Marsh) નું યોગદાન સૌથી મહત્વનું રહ્યું હતું. માર્શે શરૂઆતથી જ રાજસ્થાનના બોલર્સ પર આક્રમણ કર્યું હતું. તેણે માત્ર 57 બોલનો સામનો કરતા 11 ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગાની મદદથી 96 રનની તોફાની ઇનિંગ રમી હતી. જોકે, તે કમનસીબે માત્ર 4 રન માટે પોતાની સદી ચૂકી ગયો હતો.

Advertisement

Advertisement

જોશ ઈંગ્લિસનુંં આક્રમક વલણ

તેની સાથે બીજા છેડે ઓસ્ટ્રેલિયન સાથી જોશ ઇંગ્લિસ (Josh Inglis) એ પણ આક્રમક વલણ અપનાવ્યું હતું. ઇંગ્લિસે મેદાનની ચારેય તરફ શોર્ટ્સ ફટકારીને માત્ર 29 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 60 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. બંને વચ્ચે થયેલી ભાગીદારીએ મેચનો મિજાજ બદલી નાખ્યો હતો.

રાજસ્થાનના બોલર્સ આઉટ ઓફ ફોર્મ, યશ રાજે લીધી 2 વિકેટ

રાજસ્થાન રોયલ્સના કેપ્ટનનો ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. રાજસ્થાનના બોલિંગ આક્રમણને લખનૌના બેટ્સમેનોએ વેરવિખેર કરી નાખ્યું હતું. સુશાંત મિશ્રા (Sushant Mishra) સૌથી મોંઘો સાબિત થયો હતો, તેણે ૪ ઓવરમાં ૪૬ રન લૂંટાવ્યા અને તેને કોઈ સફળતા મળી નહોતી. આ સિવાય બ્રિજેશ મિશ્રાએ ૪૪ રન, સંદીપ શર્માએ ૪૩ રન અને સ્ટાર બોલર જોફ્રા આર્ચર (Jofra Archer) એ ૪ ઓવરમાં ૩૯ રન આપ્યા હતા. રાજસ્થાન તરફથી સૌથી સફળ બોલર યશ રાજ પુંજા (Yash Raj Punja) રહ્યો હતો, જેણે ૪ ઓવરમાં ૩૫ રન આપીને ૨ મહત્વની વિકેટો ઝડપી હતી. હવે જોવાનું એ રહેશે કે રાજસ્થાન આ રનચેઝ કેવી રીતે પાર પાડે છે.

આ પણ વાંચો : શું MS Dhoni હવે ક્યારેય IPL નહીં રમે? ચેન્નાઈના ગ્રાઉન્ડ પરથી સામે આવ્યો ચોંકાવનારો નજારો!

Tags :
Advertisement

.

×