Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MI Vs RR: મુંબઈ સામે રાજસ્થાનની કારમી હાર, કર્ણ શર્માએ મચાવી ધૂમ

મુંબઈ સામે રાજસ્થાનની કારમી હાર કર્ણ શર્માએ મચાવી ધૂમ રાજસ્થાન રોયલ્સને 100 રનથી હરાવ્યું MI Vs RR : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 50મી મેચમાં, મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ (MI Vs RR) ને 100 રનથી હરાવ્યું. ૧ મે...
mi vs rr  મુંબઈ સામે રાજસ્થાનની કારમી હાર  કર્ણ શર્માએ મચાવી ધૂમ
Advertisement
  • મુંબઈ સામે રાજસ્થાનની કારમી હાર
  • કર્ણ શર્માએ મચાવી ધૂમ
  • રાજસ્થાન રોયલ્સને 100 રનથી હરાવ્યું

MI Vs RR : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 50મી મેચમાં, મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ (MI Vs RR) ને 100 રનથી હરાવ્યું. ૧ મે (ગુરુવાર) ના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં, રાજસ્થાન રોયલ્સને જીતવા માટે ૨૧૮ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેનો પીછો કરતી વખતે આખી ટીમ ૧૬.૧ ઓવરમાં ૧૧૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Advertisement

મુંબઈની ધમાકેદાર શરુઆત

રાજસ્થાન રોયલ્સની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મુંબઈ તરફથી ઓપનિંગ કરવા આવેલા રિયાન રિકલ્ટન અને રોહિત શર્માએ સદીની પાર્ટનરશિપ કરી. રોહિતે 36 બોલમાં 53 રન અને રિયાન રિકલ્ટને 38 બોલમાં 61 રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવ 23 બોલમાં 48 રન બનાવીને અણનમ રહ્યો અને હાર્દિક પંડ્યા પણ 23 બોલમાં 48 રન બનાવીને અણનમ રહ્યો. આ ચાર બેટ્સમેનોની વિસ્ફોટક ઈનિંગ્સે રાજસ્થાન માટે 218 રનનો ટાર્ગેટ આપ્યો.

Advertisement

આ પણ  વાંચો-IPL 2025 RR Vs MI: રોહિત શર્માને મળ્યુ જીવનદાન, મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ધીમી રહી

રાજસ્થાનની હાલત ખરાબ

ગુજરાત ટાઈટન્સ સામે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો જોતા અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે રાજસ્થાન આ રનનો સરળતાથી પીછો કરી શકશે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના બોલરોના તોફાનને કારણે, પાવર પ્લે પહેલા RR ની અડધી ટીમ આઉટ થઈ ગઈ. રાજસ્થાન રોયલ્સનો ઓપનર અને છેલ્લી મેચનો સેન્ચુરીયન વૈભવ સૂર્યવંશી ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો. યશસ્વી જયસ્વાલ પણ 6 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો. #SuryakumarYadav

આ પણ  વાંચો-DC Vs KKR: કોલકાતાએ દિલ્હીને હરાવ્યું,સુનીલ નારાયણે બોલિંગમાં મચાવી ધૂમ

મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ઘાતક બોલિંગ

મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓની ઘાતક બોલિંગે રાજસ્થાનના બેટ્સમેનોને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યા. આજની મેચમાં કર્ણ શર્મા અને ટ્રેન્ટ બોલ્ટે 3-3 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહે 2 વિકેટ, દીપક ચહર અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ લીધી.

મુંબઈ ઈન્ડિયન્સ બન્યું ટેબલ ટોપર

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન બની ગઈ છે. મુંબઈએ અત્યાર સુધીમાં 11 મેચ રમી છે, જેમાં તેને 7 મેચ જીતી છે અને 3 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. હવે પોઈન્ટ ટેબલમાં, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ બંને 14-14 પોઈન્ટ સાથે છે, પરંતુ MIનો રનરેટ RCB કરતા સારો છે. એટલા માટે મુંબઈ ટેબલમાં ટોપ પર આવ્યું છે. આ મેચ હાર્યા બાદ, રાજસ્થાન રોયલ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

Tags :
Advertisement

.

×