Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

'યુનિવર્સ બોસ' નો રેકોર્ડ ધરાશાયી: sai Sudharsan ને IPLમાં એવું કર્યું જે ગેલ પણ નહોતો કરી શક્યો!

આઈપીએલ 2026 માં ગુજરાત ટાઇટન્સના ઓપનર સાઈ સુદર્શને 50 મેચોમાં 2178 રન પૂરા કરીને ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. પંજાબ કિંગ્સ સામેની મેચમાં સાઈની અર્ધસદી અને વોશિંગ્ટન સુંદરની આક્રમક બેટિંગના જોરે ગુજરાતે 4 વિકેટે શાનદાર જીત મેળવી હતી. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ હવે પ્લેઓફની રેસમાં વધુ મજબૂત બની ગયું છે.
 યુનિવર્સ બોસ  નો રેકોર્ડ ધરાશાયી  sai sudharsan ને iplમાં એવું કર્યું જે ગેલ પણ નહોતો કરી શક્યો
Advertisement
  • સાઈ સુદર્શને IPLમાં રચ્યો નવો ઈતિહાસ!
  • યુનિવર્સ બોસ ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
  • ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને હરાવી મેળવી છઠ્ઠી જીત
  • 50 મેચ બાદ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો સાઈ
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબની કારમી હાર

આઈપીએલ 2026 (IPL 2026) હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાયેલી રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) પંજાબ કિંગ્સને 4 વિકેટે પરાજય આપીને પ્લેઓફની રેસમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. આ જીતની સાથે જ ગુજરાતના ઓપનિંગ બેટ્સમેન સાઈ સુદર્શને (Sai Sudharsan) ક્રિકેટ જગતમાં એક મોટો ધમાકો કર્યો છે.

Advertisement

ગેલનો રેકોર્ડ ભૂતકાળ બન્યો

માત્ર 24 વર્ષના સાઈ સુદર્શને પોતાની 50મી આઈપીએલ મેચ (50 IPL Matches) દરમિયાન દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ 50 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ અત્યાર સુધી ક્રિસ ગેલ (Chris Gayle) ના નામે હતો, જેણે 2061 રન બનાવ્યા હતા. જોકે, સાઈ સુદર્શને હવે 2178 રન બનાવીને આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. આ યાદીમાં મિચેલ માર્શ 1933 રન સાથે ત્રીજા સ્થાને છે.

Advertisement

મેચનો રોમાંચ

ટોસ જીતીને ગુજરાતે પંજાબ કિંગ્સ (Punjab Kings) ને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ગુજરાતના બોલરો સામે પંજાબના બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા અને નિર્ધારિત 20 ઓવરમાં 163/9 રન જ બનાવી શક્યા હતા. 164 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમ તરફથી સાઈ સુદર્શને 41 બોલમાં 57 રનની જવાબદારીભરી ઇનિંગ રમી હતી. અંતિમ ઓવરોમાં વોશિંગ્ટન સુંદરે (Washington Sundar) અણનમ 40 રન ફટકારીને એક બોલ બાકી રહેતા ટીમને છઠ્ઠી જીત અપાવી હતી. આ શાનદાર દેખાવ સાથે ગુજરાત ટાઇટન્સ હવે પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં છે.

આ પણ વાંચો : Girl Friend Culture સામે BCCI આકરા પાણીએ, કડક નિયમો લાદવાની તૈયારી !

Tags :
Advertisement

.

×