sanju Samson અને Heinrich Klaasen વચ્ચે મહાવિવાદ બાદ મોટો ટ્વિસ્ટ! જુઓ બંનેએ શું કહ્યું?
- સંજુ સેમસન અને ક્લાસેન વચ્ચેનો વિવાદ ઉકેલાયો!
- ચેપોક સ્ટેડિયમમાં CSK અને SRH મેચની હતી ઘટના
- મેદાન પર બંને ખેલાડીઓ વચ્ચે થઈ હતી ઉગ્ર બોલાચાલી
- ઈન્સ્ટાગ્રામ પર ઈમોશનલ પોસ્ટ દ્વારા કર્યું પેચ-અપ
- SRH એ 5 વિકેટે ચેન્નઈ સામે મેળવી શાનદાર જીત
તાજેતરમાં ચેપોક (Chepauk) સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલ 2026 (IPL 2026) ની 63મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચેના મુકાબલામાં હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. મેદાન પર સંજુ સેમસન અને હેનરિક ક્લાસેન (Sanju Samson and Heinrich Klaasen) વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ક્લાસેન આઉટ થતાં જ બંને વચ્ચે માહોલ ગરમાયો હતો, જેનાથી ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે સેમસન (Sanju Samson) સામાન્ય રીતે અત્યંત શાંત અને મિલનસાર સ્વભાવ માટે જાણીતો છે.
Heinrich Klassen's Instagram story for Sanju Samson. ❤️ pic.twitter.com/wXL53qxwuz
— Tanuj (@ImTanujSingh) May 20, 2026
સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ
જોકે, થોડા દિવસો બાદ આ બંને ખેલાડીઓ વચ્ચે બધું સામાન્ય થઈ ગયું છે. મેદાન પરની દુશ્મની ભૂલાવીને બંનેએ ઈન્સ્ટાગ્રામ (Instagram) સ્ટોરી દ્વારા એકબીજા પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. સેમસને ક્લાસેન સાથે ગળે મળતો ફોટો શેર કરીને લખ્યું, "મેદાન પર આવી બાબતો થતી રહે છે, પરંતુ મેદાનની બહાર આ અદભુત માણસ માટે મારા દિલમાં ઘણો પ્રેમ અને સન્માન છે." ક્લાસેને (Heinrich Klaasen) પણ મજાકિયા અંદાજમાં વળતો જવાબ આપતાં લખ્યું, "દોસ્ત, તારા માટે પણ ખૂબ પ્રેમ. તને રમતો જોવો હંમેશા શાનદાર હોય છે. તારી રમત ચાલુ રાખ. હવે આપણી આગામી ટક્કરની રાહ રહેશે."
સનરાઈઝર્સ હૈદરાબાદની શાનદાર જીત
આ ઘટના ત્યારે બની જ્યારે હૈદરાબાદ 182 રનના લક્ષ્યનો પીછો કરી રહ્યું હતું અને મેચ રોમાંચક તબક્કામાં હતી. 47 રને રમી રહેલા ક્લાસેનને નૂર અહેમદે (Noor Ahmad) આઉટ કર્યો, ત્યારબાદ આ વિવાદ થયો. જોકે, આ ઝટકા છતાં હૈદરાબાદે શાનદાર કમબેક કર્યું અને 19મી ઓવરમાં 5 વિકેટે મેચ જીતી લીધી હતી. આ જીતમાં ઈશાન કિશન (Ishan Kishan) એ 47 બોલમાં 70 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને મહત્વની ભૂમિકા ભજવી હતી.
🚨 HEATED ARGUMENT BETWEEN HEINRICH KLAASEN AND SANJU SAMSON 🚨
Things immediately boiled over on the pitch:Klaasen Fuming:
The South African powerhouse lost his cool and exchanged sharp words with Samson.
As Noor Ahmad hugged Samson and teammates mobbed him, the Indian… pic.twitter.com/LmgJS7YSDL— Cricket Central (@CricketCentrl) May 18, 2026
13 મેચમાંથી 8 મેચમાં જીત
આ શાનદાર જીત સાથે પેટ કમિન્સ (Pat Cummins) ની આગેવાની હેઠળની SRH ટીમે 13 મેચમાં 8 જીત મેળવી પ્લેઓફમાં (Playoffs) પોતાની જગ્યા લગભગ નિશ્ચિત કરી લીધી છે. હવે તેમનો અંતિમ મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે થશે. બીજી તરફ, હાર છતાં ચેન્નઈ (CSK) પ્લેઓફની રેસમાં હજુ ટકી રહી છે, પરંતુ તેમને ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ને હરાવવાની સાથે સાથે અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે.
આ પણ વાંચો : Mohammed Shami vs Hasin Jahan: 1 લાખના ચેક બાઉન્સ કેસમાં અલીપોર કોર્ટનો મોટો ફેંસલો


