Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

RCB VS GT 2026 : આજે અમદાવાદમાં બનશે નવો ઈતિહાસ! ગિલ અને સુદર્શન તોડશે બાબર-રિઝવાનનો રેકોર્ડ?

આજે IPL 2026 ની ફાઈનલમાં ગુજરાત ટાઇટન્સના ઓપનર્સ શુભમન ગિલ અને સાઈ સુદર્શન ઈતિહાસ રચવા મેદાને ઉતરશે. આ જોડી બાબર-રિઝવાનનો સૌથી વધુ શતકીય ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક છે, સાથે જ તેઓ વિરાટ-ડીવિલિયર્સનો એક સીઝનમાં 939 રનનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડવા માટે માત્ર 54 રન દૂર છે. આ બે યુવા ખેલાડીઓ આજે પોતાની બેટિંગથી નવા રેકોર્ડ્સ અને ટાઈટલ જીતવા માટે ઉત્સુક છે.
rcb vs gt 2026   આજે અમદાવાદમાં બનશે નવો ઈતિહાસ  ગિલ અને સુદર્શન તોડશે બાબર રિઝવાનનો રેકોર્ડ
Advertisement

RCB VS GT 2026 : આજે રવિવારે 31 મે, 2026 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાનારી IPL 2026 ની ફાઈનલ માત્ર એક ટ્રોફી જીતવા માટે નથી, પરંતુ ઈતિહાસ રચવા માટે છે. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના ઓપનિંગ જોડીદારો શુભમન ગિલ (Shubman Gill) અને સાઈ સુદર્શન (Sai Sudharsan) આજે બે મોટા વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે મેદાનમાં ઉતરશે.

બે મોટા રેકોર્ડ્સ પર ગિલ અને સુદર્શનની નજર

શુભમન ગિલ અને સાઈ સુદર્શનની ઓપનિંગ જોડી આ સમયે શાનદાર ફોર્મમાં છે. T20 ક્રિકેટ (T20 Cricket) માં સૌથી વધુ 8 Century Partnerships નો વર્લ્ડ રેકોર્ડ અત્યારે પાકિસ્તાનના બાબર આઝમ (Babar Azam) અને મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan) ના નામે છે. ગિલ અને સુદર્શને પણ અત્યાર સુધી 8 વખત આ સિદ્ધિ મેળવી છે. આજે જો તેઓ ફાઈનલમાં શતકીય ભાગીદારી નોંધાવે, તો તેઓ પાકિસ્તાની જોડીને પાછળ છોડીને નવા વર્લ્ડ રેકોર્ડના માલિક બની જશે.

Advertisement

વિરાટ-ડીવિલિયર્સનો 10 વર્ષ જૂનો રેકોર્ડ જોખમમાં

માત્ર પાકિસ્તાની જોડી જ નહીં, પરંતુ તેમની નજર વિરાટ કોહલી (Virat Kohli) અને એબી ડીવિલિયર્સ (AB de Villiers) ના 10 વર્ષ જૂના IPL રેકોર્ડ પર પણ છે. વિરાટ અને ડીવિલિયર્સે 2016 માં એક સીઝનમાં સૌથી વધુ 939 રન બનાવ્યા હતા. આ સીઝનમાં ગિલ અને સુદર્શને અત્યાર સુધી કુલ 885 રન જોડી લીધા છે. એટલે કે, વિરાટ-ડીવિલિયર્સનો રેકોર્ડ તોડવા માટે તેમને માત્ર 54 રનની જરૂર છે.

Advertisement

ગિલ સુદર્શન ઈતિહાશ લખશે

ગિલ (722 રન) અને સુદર્શન (710 રન) આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ ખેલાડીઓમાં સામેલ છે. જો આજે તેમની બેટિંગ ચાલી, તો ગુજરાત ટાઇટન્સની જીતની સાથે ગિલ-સુદર્શન ક્રિકેટ જગતમાં નવો ઈતિહાસ લખશે. શું આ યુવા જોડી આજે બાબર-રિઝવાન અને વિરાટ-ડીવિલિયર્સના ગઢને તોડી શકશે? તે જોવું ક્રિકેટ રસિયાઓ માટે સૌથી રોમાંચક રહેશે!

આ પણ વાંચો : RCB VS GT : ફાઈનલની સાચી હકદાર! શા માટે ગુજરાત અને બેંગ્લુરુ છેલ્લા 5 વર્ષથી IPL પર રાજ કરી રહી છે?

Tags :
Advertisement

.

×