Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Spencer Johnson CSK Debut : ચેન્નાઈના ચાહકો માટે ગિફ્ટ! સ્પન્સર જોહ્ન્સન ટીમમાં સામેલ, શું મુંબઈ સામે રમશે?

IPL 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે Spencer Johnson CSK Debut ના સમાચાર ઉત્સાહ લાવ્યા છે. ઈજાગ્રસ્ત નાથન એલિસ અને ખલીલ અહમદના સ્થાને ઓસ્ટ્રેલિયન સ્પીડસ્ટર સ્પન્સર જોહ્ન્સન સત્તાવાર રીતે ટીમ સાથે જોડાઈ ગયો છે. 23 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મહત્વની મેચમાં તે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકે છે, જેનાથી સીએસકેનું બોલિંગ આક્રમણ વધુ મજબૂત બનશે.
spencer johnson csk debut   ચેન્નાઈના ચાહકો માટે ગિફ્ટ  સ્પન્સર જોહ્ન્સન ટીમમાં સામેલ  શું મુંબઈ સામે રમશે
Advertisement
  • Spencer Johnson સત્તાવાર રીતે સીએસકે કેમ્પમાં સામેલ
  • ઈજાગ્રસ્ત નાથન એલિસ અને ખલીલ અહમદની ખોટ પૂરશે આ બોલર
  • 23 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે રમી શકે છે ડેબ્યૂ મેચ
  • ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી જોહ્ન્સને ચાહકોને આપી ખુશખબરી
  • MS Dhoni પણ ટૂંક સમયમાં પ્લેઈંગ-11 માં દેખાય તેવી આશા

આઈપીએલ 2026 (IPL 2026) માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ચાહકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. શરૂઆતી મેચોમાં નબળા પ્રદર્શન બાદ હવે સીએસકેની ટીમ ફરી લયમાં પરત ફરી રહી છે. આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયાનો ઘાતક ફાસ્ટ બોલર સ્પન્સર જોહ્ન્સન (Spencer Johnson CSK Debut) સત્તાવાર રીતે ટીમ સાથે જોડાઈ ગયો છે. ઇજાગ્રસ્ત નાથન એલિસના સ્થાને ટીમમાં સામેલ થયેલો આ ખેલાડી હવે આગામી મેચોમાં વિરોધી ટીમો માટે મુશ્કેલી સર્જી શકે છે.

Advertisement

Spencer Johnson CSK Debut  : ટીમમાં જોહ્ન્સનની એન્ટ્રી અને પ્રેક્ટિસ

Spencer Johnson છેલ્લા કેટલાક સમયથી ઈજા સામે ઝઝૂમી રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયામાં જ રહીને પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો હતો. અગાઉ એવી માહિતી મળી હતી કે તે 20 એપ્રિલ સુધીમાં ભારત પહોંચી જશે. હવે આ ડાબોડી સ્પીડસ્ટરે પોતે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને પુષ્ટિ કરી છે કે તે ચેન્નાઈ પહોંચી ગયો છે. તેણે એમએસ ધોનીના [MS Dhoni] ફેમસ બ્રાન્ડ '7Padel' ખાતે હાજરી આપી હતી, જે દર્શાવે છે કે તે હવે મેદાનમાં ઉતરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

Advertisement

મુંબઈ સામેના જંગમાં મળી શકે છે સ્થાન

સીએસકેની આગામી મેચ 23 એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે રમાવાની છે. ચેન્નાઈ માટે ચિંતાનો વિષય એ હતો કે તેમનો મુખ્ય ડાબોડી બોલર ખલીલ અહમદ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં સ્પન્સર જોહ્ન્સન (Spencer Johnson CSK Debut) ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. તેની ગતિ અને ઉંચાઈનો ફાયદો વાનખેડેની પિચ પર ચેન્નાઈને મળી શકે છે. ચાહકોને આશા છે કે આ હાઈ-વોલ્ટેજ મેચમાં જોહ્ન્સન અને ધોની બંને એકસાથે મેદાનમાં જોવા મળશે.

આ પણ વાંચો : MI WON AGAINST GT : મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 99 રને હરાવ્યું, તિલક અને અશ્વિની મેચના હીરો

Tags :
Advertisement

.

×