ક્રિકેટ કે કાળો જાદુ? SRH ફેનના ટોટકા બાદ જ શિવમ દુબે બોલ્ડ થયો, જુઓ VIDEO
- Lemon Fan Viral Video : IPL મેદાનમાં અંધશ્રદ્ધાનો ખેલ!
- હૈદરાબાદમાં SRH ફેને કર્યો ‘લીંબુનો ટોટકો’: શિવમ દુબે આઉટ
- ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની 10 રને હાર: પ્લેઓફની રાહ મુશ્કેલ
- સાકિબ હુસૈનના બોલ પર દુબેનું મિડલ સ્ટમ્પ ઉડ્યું
- સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે ‘કાળા જાદુ’ અંગે ગરમાગરમ ચર્ચાઓ
- CSK ની 6 મેચમાં ચોથી હાર: આગામી મેચ મુંબઈ ઇન્ડિયા સામે
ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) ની 19મી સીઝન અત્યારે રોમાંચક વળાંક પર છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી 27મી લીગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) ચેન્નાઈ સુપર કિંગ્સને 10 રનથી હાર આપી છે. જોકે, આ મેચમાં ચેન્નાઈની હાર કરતા સ્ટેન્ડમાં બેઠેલા એક હૈદરાબાદી ફેનની ‘અજીબ હરકત’ વધુ ચર્ચામાં રહી છે.
Black magic ☠️☠️ pic.twitter.com/mpMwZjuJ8F
— Antara Sharma SRH (@AntaraonX) April 19, 2026
Lemon Fan Viral Video : જ્યારે મેદાનમાં ન ચાલ્યો દુબેનો જાદુ
CSK ને જીતવા માટે 195 રનનો ટાર્ગેટ (Target) મળ્યો હતો. મેચ એક તબક્કે ચેન્નાઈના પક્ષમાં જતી દેખાતી હતી કારણ કે શિવમ દુબે (Shivam Dubey) તોફાની બેટિંગ કરી રહ્યો હતો. હૈદરાબાદ માટે દુબેની વિકેટ લેવી અનિવાર્ય હતી. બરાબર તે જ સમયે કેમેરામાં એક SRH ફેન કેદ થયો, જે હાથમાં લીંબુ (Lemon) લઈને કંઈક મંત્ર ભણતો કે ‘ટોટકો’ કરતો જોવા મળ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે તેના આ ટોટકા બાદ તરત જ આગામી બોલ પર શિવમ દુબે બોલ્ડ થઈ ગયો હતો.
શું આ ‘કાળો જાદુ’ છે?
પારીની 17મી ઓવરમાં જ્યારે સાકિબ હુસૈન (Saqib Hussain) બોલિંગ કરી રહ્યો હતો, ત્યારે દુબે સચોટ યોર્કર લેન્થ બોલ પર થાપ ખાઈ ગયો અને તેનું મિડલ સ્ટમ્પ ઉડી ગયું. આ ઘટના બાદ સોશિયલ મીડિયા (Social Media) પર ફેન્સ આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેને ‘બ્લેક મેજિક’ ગણાવી રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે હવે પ્લેઓફની રાહ મુશ્કેલ બની છે, કારણ કે 6 મેચમાંથી તેઓ માત્ર 2 જીત્યા છે. હવે તેમની આગામી ટક્કર 23 એપ્રિલે મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે.
આ પણ વાંચો : ચાલુ ક્રિકેટ મેચમાં ટ્રેક્ટર લઈને ઘૂસી ગયો શખ્સ, પછી જે કર્યું તે જોઈને તમે પણ હેબતાઈ જશો; જુઓ VIDEO


