IPL 2026: પ્રફુલ હિંગેની છેલ્લી ઓવરનો કમાલ, રોમાંચક જંગમાં હૈદરાબાદે ચેન્નાઈને 10 રને હરાવ્યું!
- ચિન્નાસ્વામીમાં પ્રફુલ હિંગેનો પાવર: હૈદરાબાદ વિજેતા!
- છેલ્લી ઓવરમાં 18 રન બચાવી પ્રફુલ્લે અપાવી યાદગાર જીત
- ચેન્નાઈ સુપર કિંગ્સનો (CSK) વિજય રથ હૈદરાબાદમાં અટક્યો
- જેમી ઓવરટનની વિકેટ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ
- હૈદરાબાદે 194 રન ફટકારી પોઈન્ટ્સ ટેબલમાં મારી છલાંગ
- દબાણ વચ્ચે સચોટ યોર્કર: હૈદરાબાદની 10 રને જીત
ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) 2026 માં શનિવારે રાત્રે ક્રિકેટ ચાહકોને શ્વાસ અધ્ધર કરી દે તેવો મુકાબલો જોવા મળ્યો. સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) (CSK) વચ્ચેના જંગમાં અંતે હૈદરાબાદનો વિજય થયો છે. ચેન્નાઈને છેલ્લી ઓવરમાં જીતવા માટે 18 રનની જરૂર હતી, પરંતુ પ્રફુલ હિંગેએ (Praful Hinge) અદભૂત બોલિંગ કરી બાજી પલટી નાખી હતી.
Hyderabad, celebrations start cheddham 🥳🔥 pic.twitter.com/mJPFcEbNy0
— SunRisers Hyderabad (@SunRisers) April 18, 2026
પ્રફુલ હિંગેની ‘અગ્નિપરીક્ષા’ અને વિજય
મેચની છેલ્લી ઓવર ડ્રામાથી ભરપૂર રહી હતી. પ્રફુલ હિંગે (Praful Hinge), જે અગાઉની 3 ઓવરમાં ઘણો મોંઘો સાબિત થયો હતો, તેના હાથમાં કેપ્ટને બોલ સોંપ્યો હતો. ત્રીજા બોલે નો-બોલ (No Ball) પડતા ચેન્નાઈને ફ્રી-હિટ મળી હતી અને સમીકરણ 4 બોલમાં 14 રનનું થઈ ગયું હતું. જોકે, દબાણ વચ્ચે પણ પ્રફુલ્લે સચોટ યોર્કર (Yorker) નાખીને માત્ર 1 રન આપ્યો હતો. 19.4 ઓવરમાં તેણે જેમી ઓવરટનને (16 રન) લિયામ લિવિંગસ્ટોનના હાથે કેચ આઉટ કરાવીને CSK ની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.
પોઈન્ટ્સ ટેબલમાં હૈદરાબાદની છલાંગ
પ્રફુલ્લે પોતાની 4 ઓવરમાં 60 રન આપી 1 વિકેટ ઝડપી, પણ તેની છેલ્લી ઓવર મેચનો ટર્નિંગ પોઈન્ટ (Turning Point) સાબિત થઈ. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 194/9 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 184/8 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે હૈદરાબાદ હવે 6 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે ચેન્નાઈનો વિજય રથ થંભી ગયો છે.
આ પણ વાંચો : Abhishek Sharma નો હૈદરાબાદમાં હાહાકાર: માત્ર 15 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ, તોડ્યો વિસ્ફોટક રેકોર્ડ!


