SRH Vs KKR: હૈદરાબાદે કોલકાતાને હરાવ્યું,ક્લાસેને 37 બોલમાં સદી ફટકારી
- હૈદરાબાદે કોલકાતાને હરાવ્યું
- હર્ષ દુબે-જયદેવે બોલિંગમાં મચાવી ધૂમ
- ક્લાસેને 37 બોલમાં સદી ફટકારી
SRH vs KKR :ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની 68મી લીગ મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો IPL 2025 ની પ્લેઓફ રેસમાંથી પહેલાથી જ બહાર થઈ ગઈ છે જેમાં હૈદરાબાદના આ વિશાળ સ્કોરે કોલકાતાને મેચમાં પકડી રાખ્યો અને ટીમે 110 રનથી મોટી જીત નોંધાવી. હૈદરાબાદે આઈપીએલની આ 18મી સીઝનનો વિજય સાથે અંત કર્યો છે.
હેનરિક ક્લાસેને રચ્યો ઈતિહાસ
KKR સામે હેનરિક ક્લાસેનની આ સદી IPLના ઈતિહાસમાં ત્રીજી સૌથી ઝડપી સદી છે. સૌથી ઝડપી સદી ફટકારવામાં, ક્લાસેન ફક્ત રાજસ્થાન રોયલ્સના ખેલાડી વૈભવ સૂર્યવંશી અને ક્રિસ ગેલથી પાછળ છે. ક્રિસ ગેલ આઈપીએલમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી છે.
આ પણ વાંચો -CSK VsGT: ચેન્નાઈએ ગુજરાતને ઘર આંગણે હરાવ્યું, અંશુલ કંબોજ-નૂર અહેમદે મચાવી ધૂમ
2013માં બેંગ્લુરુ તરફથી બેટિંગ કરતી વખતે ક્રિસ ગેલે પુણે વોરિયર્સ સામે 30 બોલમાં સદી ફટકારી હતી. IPL 2025 ની આ જ સીઝનમાં, 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઈટન્સ સામે 35 બોલમાં સદી ફટકારી હતી. હવે હેનરિક ક્લાસેન કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 37 બોલમાં સદી ફટકારીને આઈપીએલની આ રેકોર્ડ લિસ્ટમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યો છે.
આ પણ વાંચો -CSKvsGT: સીઝનની છેલ્લી મેચમાં MS ધોનીનું મોટું નિવેદન
SRH એ IPL ઈતિહાસમાં બનાવ્યો ત્રીજો સૌથી મોટો સ્કોર
હેનરિક ક્લાસેનની આ સૌથી ઝડપી સદીના કારણે, સનરાઈઝર્સ હૈદરાબાદે IPL ટુર્નામેન્ટનો ત્રીજો બેસ્ટ સ્કોર બનાવ્યો છે. હૈદરાબાદે કોલકાતા સામે ત્રણ વિકેટ ગુમાવીને 278 રન બનાવ્યા હતા. પ્રથમ બે મેચમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ હૈદરાબાદના નામે છે.SRH એ ગત સિઝનમાં 2024 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે 287 રન બનાવીને IPL ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. આ સિઝનની શરૂઆતમાં, હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે 286 રન બનાવીને આ સિઝનનો સૌથી મોટો ટાર્ગેટ આપ્યો હતો અને આ IPL ઈતિહાસમાં બીજો સૌથી વધુ સ્કોર હતો.