Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

SRH vs RR: હૈદરાબાદના યુવા બોલરો સામે રાજસ્થાન પરાસ્ત, 57 રને મેળવી જીત

IPL 2026 ની એક એવી મેચ જેમાં અનુભવ કરતા યુવા જોશની જીત થઈ હોય તેવું લાગ્યું. સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) રાજસ્થાન રોયલ્સ (RR) સામે જે રીતે જીત મેળવી છે, તેમાં કેપ્ટન ઈશાન કિશનના (Ishan Kishan) 91 રન કરતા પણ વધુ ચર્ચા બે નવા બોલરોની થઈ રહી છે. પ્રફુલ હિંગે અને સાકિબ હુસૈને ડેબ્યૂમાં જ જે રીતે વિકેટોની હેલી કરી, તેણે રાજસ્થાનને બેકફૂટ પર ધકેલી દીધું. શું આ બે યુવા બોલરો IPL ના નવા સ્ટાર બનશે? જાણવા જેવું છે.
srh vs rr  હૈદરાબાદના યુવા બોલરો સામે રાજસ્થાન પરાસ્ત  57 રને મેળવી જીત
Advertisement
  • હૈદરાબાદના ડેબ્યૂટન્ટ બોલરોએ રાજસ્થાનને ધૂળ ચટાડી
  • સનરાઇઝર્સ હૈદરાબાદની રાજસ્થાન સામે 57 રને જીત
  • પ્રફુલ હિંગે અને સાકિબ હુસૈને ઝડપી 4-4 વિકેટ
  • ઈશાન કિશને 44 બોલમાં ફટકાર્યા શાનદાર 91 રન
  • રાજસ્થાનનો સ્કોર 2 રન પર 4 વિકેટ થઈ ગયો હતો

SRH vs RR: સનરાઇઝર્સ હૈદરાબાદની (SRH) શરૂઆત ખરાબ રહી હતી અને સલામી બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. જોકે, કેપ્ટન ઈશાન કિશને (Ishan Kishan) મોરચો સંભાળતા માત્ર 44 બોલમાં 91 રનની આક્રમક ઇનિંગ રમી હતી. હેનરિક ક્લાસેને (Heinrich Klaasen) 40 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે અંતિમ ઓવરોમાં નીતીશ કુમાર રેડ્ડી અને સલિલ અરોરાની ઉપયોગી બેટિંગને કારણે હૈદરાબાદે 216 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

Advertisement

SRH vs RR: ડેબ્યૂ મેચમાં પ્રફુલ અને સાકિબનો કહેર

217 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની હાલત શરૂઆતથી જ કફોડી રહી હતી. ડેબ્યૂટન્ટ પ્રફુલ હિંગે (Praful Hinge) ઇનિંગની પહેલી જ ઓવરમાં વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ અને લુઆન ડ્રી પ્રિટોરિયસને આઉટ કરીને સનસનાટી મચાવી દીધી હતી. બીજી તરફ, અન્ય ડેબ્યૂટન્ટ સાકિબ હુસૈને (Sakib Hussain) યશસ્વી જાયસવાલને આઉટ કરતા રાજસ્થાને માત્ર 2 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી.

Advertisement

રાજસ્થાનની લડત અને હૈદરાબાદની જીત

પ્રફુલ હિંગેએ (Praful Hinge) પોતાનો કહેર ચાલુ રાખતા કેપ્ટન રિયાન પરાગને પણ આઉટ કર્યો હતો. જોકે, રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને ડોનોવન ફરેરાએ 118 રનની ભાગીદારી કરીને ટીમના નેટ રન રેટને (Net Run Rate) સંભાળ્યો હતો. પ્રફુલ અને સાકિબે 4-4 વિકેટ ઝડપી હતી, જ્યારે ઈશાન મલિંગાએ 2 વિકેટ ઝડપીને હૈદરાબાદને 57 રને જીત અપાવી હતી.

આ પણ વાંચો : Praful Hinj IPL 2026 : કોણ છે આ પ્રફુલ હિંજ? જેણે IPL ડેબ્યૂની પહેલી જ ઓવરમાં ઈતિહાસ રચી દીધો

Tags :
Advertisement

.

×