SRH vs RR IPL 2026 : ઈશાન કિશનની આક્રમક બેટિંગથી રાજસ્થાનને મળ્યો 217 રનનો લક્ષ્યાંક
- હૈદરાબાદના બેટ્સમેનોનો ફરી જોવા મળ્યો દબદબો!
- 5 મેચમાં ચોથી વાર SRH એ બનાવ્યા 200+ રન
- ઈશાન કિશનની 91 રનની તોફાની ઇનિંગ, સદી ચૂક્યો
- ક્લાસેને 40 રન ફટકારી મેળવી 'ઓરેન્જ કેપ'
- જોફ્રા આર્ચરની ઘાતક બોલિંગ છતાં રાજસ્થાનને 217નો ટાર્ગેટ
SRH vs RR IPL 2026 : આઈપીએલ 2026 (IPL 2026) માં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad [SRH vs RR IPL 2026]) ના બેટ્સમેનો રોકવાનું નામ નથી લઈ રહ્યા. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે રમાઈ રહેલી મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 216 રનનો વિશાળ સ્કોર ખડક્યો છે. ચાલુ સીઝનમાં રમાયેલી 5 મેચોમાં આ ચોથી એવી મેચ છે જેમાં હૈદરાબાદે 200 રનનો આંકડો પાર કર્યો હોય.
Let’s defend this 💪 pic.twitter.com/rWeUrzKJXp
— SunRisers Hyderabad (@SunRisers) April 13, 2026
SRH vs RR IPL 2026 : ઈશાન કિશનની 'હિટમેન' સ્ટાઈલ બેટિંગ
હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી આ મેચમાં રાજસ્થાનના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. જોફ્રા આર્ચરે (Jofra Archer) મેચના પહેલા જ બોલે અભિષેક શર્માને આઉટ કરીને હૈદરાબાદને મોટો ઝટકો આપ્યો હતો. જોકે, ત્યારબાદ ઈશાન કિશને (Ishan Kishan) મોરચો સંભાળ્યો હતો. ઈશાન કિશને માત્ર 44 બોલમાં 91 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેમાં તેણે 8 ચોગ્ગા અને 6 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. કમનસીબે તે પોતાની સદી માત્ર 9 રનથી ચૂકી ગયો હતો.
ઓરેન્જ કેપની રેસ અને અન્ય દેખાવ
હેનરિક ક્લાસેને (Heinrich Klaasen) પણ 40 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું, જેના કારણે આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે 'ઓરેન્જ કેપ' (Orange Cap) હવે તેના નામે થઈ છે. નીતીશ કુમાર રેડ્ડીએ 13 બોલમાં 28 અને સલિલ અરોરાએ અણનમ 24 રન બનાવીને સ્કોરને 216 સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચરે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. હવે જોવાનું એ રહેશે કે રાજસ્થાનના બેટ્સમેનો આ પહાડ જેવા લક્ષ્યાંકને આંબી શકે છે કે નહીં.
આ પણ વાંચો : હારની હેટ્રિક બાદ મુંબઈને લાગ્યો સૌથી મોટો ઝટકો, શું પંજાબ સામે 'હિટમેન' વગર ઉતરશે ટીમ?


