પુષ્પા ફિલ્મનો રંગ હવે IPLમાં જોવા મળ્યો, આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ કર્યો સિગ્નેચર સ્ટેપ, Video
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડેવિડ વોર્નર તેની બેટિંગ સિવાય તેની મસ્તીથી ભરપૂર શૈલી માટે જાણીતો છે. ડેવિડ અવાર-નવાર બોલિવૂડ તેમજ ટોલીવૂડ ગીતો પર તેના લિપ-સિંક અને ડાન્સ વિડીયો દ્વારા તેના પ્રશંસકોનું મનોરંજન કરે છે, તેમજ મેદાન પર તેના ચાહકોનું મનોરંજન કરે છે. 10 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં પણ કંઈક આવું જ બન્યું હતું.ઓસ્ટ્રેલિયાનો આ ત
05:12 AM Apr 12, 2022 IST
|
Vipul Pandya
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડેવિડ વોર્નર તેની બેટિંગ સિવાય તેની મસ્તીથી ભરપૂર શૈલી માટે જાણીતો છે. ડેવિડ અવાર-નવાર બોલિવૂડ તેમજ ટોલીવૂડ ગીતો પર તેના લિપ-સિંક અને ડાન્સ વિડીયો દ્વારા તેના પ્રશંસકોનું મનોરંજન કરે છે, તેમજ મેદાન પર તેના ચાહકોનું મનોરંજન કરે છે. 10 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં પણ કંઈક આવું જ બન્યું હતું.
ઓસ્ટ્રેલિયાનો આ તોફાની બેટ્સમેન ભારતીય ફિલ્મોના ગીતો પર ડાન્સ કરતો ઘણીવાર જોવા મળે છે. ખાસ કરીને વોર્નરે પુષ્પાનો સિગ્નેચર સ્ટેપ ઘણીવાર કર્યો છે. તે બોલિવૂડ તેમજ ટોલિવૂડ ગીતો પર તેના લિપ-સિંક અને ડાન્સ વિડીયો દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરતો જોવા મળે છે. બીજી તરફ જો ગ્રાઉન્ડની વાત કરીએ તો તે ત્યાં પણ પોતાના ફેન્સનું મનોરંજન કરવાનું ચૂકતો નથી. આવી જ ઘટના કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં બની હતી. જ્યા ડેવિડ વોર્નર કોલકાતાની ઇનિંગ દરમિયાન મેદાન પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ જોઈને સ્ટેડિયમમાં હાજર પ્રશંસકો જોર જોરથી બૂમો પાડવા લાગ્યા હતા. તેનો આ ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
IPL 2022માં ડેવિડ વોર્નરને પ્રથમ મેચમાં રમવાની તક મળી. ચાર રન બનાવ્યા. પરંતુ રવિવારે, તેણે IPL 2022ની પ્રથમ મેચમાં ડબલ હેડર મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. ડેવિડ વોર્નરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ડેવિડ વોર્નરે કોલકાતા સામે 135.56ની સ્ટ્રાઈક રેટથી 45 બોલમાં 61 રન બનાવ્યા હતા. જેના કારણે દિલ્હી કેપિટલ્સની ટીમે 44 રને મેચ જીતી શકી હતી.
Next Article