ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાત ટાઈટન્સના આ ખેલાડીએ ગુસ્સાની હદ વટાવી, જેન્ટલમેન ગેમને કરી બદનામ

ગુરુવારે IPL 2022ની 67મી મેચ મુંબઈના વાનખેડેમાં રમાઇ હતી. જ્યા ગુજરાત ટાઈટન્સની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. ટીમે 5 વિકેટના નુકસાન પર 168 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલુરની ટીમે 18.4 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 170 રન બનાવી મેચ પોતાના નામે કરી દીધી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનની 67મી મેચ વાનખેડે મેદાન પર રમાઈ હતી, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ કરો યા મરો મેચમાં ટોચન
04:18 AM May 20, 2022 IST | Vipul Pandya
ગુરુવારે IPL 2022ની 67મી મેચ મુંબઈના વાનખેડેમાં રમાઇ હતી. જ્યા ગુજરાત ટાઈટન્સની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. ટીમે 5 વિકેટના નુકસાન પર 168 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલુરની ટીમે 18.4 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 170 રન બનાવી મેચ પોતાના નામે કરી દીધી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનની 67મી મેચ વાનખેડે મેદાન પર રમાઈ હતી, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ કરો યા મરો મેચમાં ટોચન
ગુરુવારે IPL 2022ની 67મી મેચ મુંબઈના વાનખેડેમાં રમાઇ હતી. જ્યા ગુજરાત ટાઈટન્સની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. ટીમે 5 વિકેટના નુકસાન પર 168 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલુરની ટીમે 18.4 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 170 રન બનાવી મેચ પોતાના નામે કરી દીધી હતી. 
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનની 67મી મેચ વાનખેડે મેદાન પર રમાઈ હતી, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ કરો યા મરો મેચમાં ટોચના ક્રમાંકિત ગુજરાત ટાઇટન્સને હરાવી પ્લોઓફની રેસમાં બની રહી છે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સ ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. જોકે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલરોએ તેમની ટીમને સારી શરૂઆત અપાવી હતી અને પ્રથમ 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ તેમની ટીમને માત્ર 72 રન બનાવવા દીધા હતા. આ દરમિયાન ફેન્સને મેદાન પર કંઈક એવું જોવા મળ્યું જેણે સોશિયલ મીડિયા પર ભૂકંપ સર્જી દીધો. મહત્વનું છે કે, 2022માં જેમ જેમ IPL ટૂર્નામેન્ટ આગળ વધી રહી છે તેમ તેમ તેનો ઉત્સાહ વધી રહ્યો છે. આ રોમાંચની વચ્ચે આ જેન્ટલમેન ગેમનું માથું નમાવી દે તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં પણ કંઇક આવું જ બન્યું હતું. ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન મેથ્યુ વેડ 16 રન બનાવીને આઉટ થયા બાદ પોતાના ગુસ્સા પર કાબુ રાખી શક્યા નહોતા. 
અમ્પાયરનો નિર્ણય તેની વિરુદ્ધ આવ્યા બાદ મેથ્યુ વેડ તેનો ગુસ્સો શાંત રાખી શક્યો નહતો. ડ્રેસિંગ રૂમમાં પ્રવેશતાની સાથે જ તેણે હંગામો મચાવવાનું શરૂ કરી દીધું હતું. હતાશ થઈને, વેડે ગેટ ખોલવાની સાથે જ તેનું હેલ્મેટ પ્રથમ ફેંક્યું. આ પછી તેણે ટેબલ પર બેટ માર્યું. વેડ ત્યાં જ ન અટક્યો, તેણે ટીવીના ટેબલ પર અનેક મુક્કા માર્યા. વેડની હાલત જોઈને સાથી ખેલાડીઓ પણ દંગ રહી ગયા. છઠ્ઠી ઓવરમાં મેક્સવેલના બીજા બોલ પર વેડ બીટ થઇ ગયો હતો અને બોલ તેના પેડ સાથે અથડાયો અને પગ તરફ ગયો. અહીં વેડે રન લીધો, જ્યારે મેક્સવેલે જોરદાર અપીલ કરી તો અમ્પાયરે આંગળી ઉંચી કરી હતી. વેડે દોડતી વખતે રીવ્યૂની અપીલ કરી હતી. જાણે કે તેને ખાતરી જ હતી કે બોલ સ્ટમ્પમાં નથી વાગી રહ્યો, પરંતુ જેવું ત્રીજા અમ્પાયરે તેને રીવ્યૂ કર્યું, ત્યારે તે જોવા મળ્યું કે બોલ બહાર પિચ કરી રહ્યો હતો, ઇમ્પેક્ટ ઇનલાઇન હતી અને વિકેટ લેગ અને મિડલ સ્ટમ્પને અથડાતી હતી. આ જોતા થર્ડ અમ્પાયરે વેડને આઉટ જાહેર કર્યો. પરંતુ પેવેલિયન તરફ જતા વેડ આ નિર્ણયથી ઘણો નાખુશ જણાઇ રહ્યો હતો. મેથ્યુ વેડ માટે આ સિઝન ઘણી ખરાબ રહી છે. તેણે 8 મેચમાં 14.25ની એવરેજથી માત્ર 114 રન બનાવ્યા છે. ગત સિઝનમાં તેણે 3 મેચમાં 22 રન બનાવ્યા હતા.
Tags :
CricketGTvsRCBGujaratFirstIPLIPL15IPL2022MathewWadeSportsUmpire
Next Article