ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IPL ની સૌથી સફળ બે ટીમો વચ્ચે આજે થશે મુકાબલો, બંને ટીમ શાખ બચાવવા ઉતરશે મેદાને

IPL ની સૌથી સફળ બે ટીમો (મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ) તાજેતરમાં ચાલી રહેલી ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કોઇ ખાસ કમાલ કરી શકી નથી. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો 6-6 મેચો રમી ચુકી છે, જેમા ચેન્નાઇ એક માત્ર મેચ જીતવામાં સફળ થઇ છે. જ્યારે મુંબઈની ટીમ એકપણ મેચ જીતી શકી નથી. મુંબઈના ડૉ.ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં રમાશે મેચIPL 15 ની શરૂઆતમાં કહેવાતું હતું કે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ વખતે સૌથà«
09:30 AM Apr 21, 2022 IST | Vipul Pandya
IPL ની સૌથી સફળ બે ટીમો (મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ) તાજેતરમાં ચાલી રહેલી ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કોઇ ખાસ કમાલ કરી શકી નથી. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો 6-6 મેચો રમી ચુકી છે, જેમા ચેન્નાઇ એક માત્ર મેચ જીતવામાં સફળ થઇ છે. જ્યારે મુંબઈની ટીમ એકપણ મેચ જીતી શકી નથી. મુંબઈના ડૉ.ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં રમાશે મેચIPL 15 ની શરૂઆતમાં કહેવાતું હતું કે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ વખતે સૌથà«
IPL ની સૌથી સફળ બે ટીમો (મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ) તાજેતરમાં ચાલી રહેલી ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કોઇ ખાસ કમાલ કરી શકી નથી. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો 6-6 મેચો રમી ચુકી છે, જેમા ચેન્નાઇ એક માત્ર મેચ જીતવામાં સફળ થઇ છે. જ્યારે મુંબઈની ટીમ એકપણ મેચ જીતી શકી નથી. 
મુંબઈના ડૉ.ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં રમાશે મેચ
IPL 15 ની શરૂઆતમાં કહેવાતું હતું કે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ વખતે સૌથી ફેવરિટ છે, વળી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ માટે પણ કઇંક આવી જ ચર્ચાઓ ચાલતી હતી. પરંતુ આજે પરિસ્થિતિ કઇંક અલગ જ જોવા મળી રહી છે. જ્યા આ પહેલાની IPL ની ટૂર્નામેન્ટમાં આ બંને ટીમો ટોપ 2 માં જોવા મળતી હતી તો આજે તેનાથી વિપરિત બંને ટીમો બોટમ 2 માં છે. જો આજે મુંબઈના ડૉ.ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે તો બંને ટીમો આ મેચમાં જીતવા માટે પોતાની પૂરી તાકત લગાવશે. મુંબઈ ઈન્ડિયન્સ તેની તમામ મેચ હારી ગઈ છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે એક મેચ જીતી છે. પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ દસમાં નંબરે છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ નવમાં નંબરે છે. 
MI એક મેચ પણ જીતી શકી નથી
પોતાની છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને લખનૌ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે બોર્ડ પર 199-4નો સ્કોર બનાવ્યો હતો. કેએલ રાહુલે 103 રનની શાનદાર ઇનિંગ રમી હતી. મનીષ પાંડેએ પણ ટીમ માટે 38 રન ઉમેર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ માટે ઓપનર ઈશાન કિશન (13) અને રોહિત શર્મા (6) ખાસ કરી શક્યા ન હોતા. ડેવાલ્ડ બ્રેવિસે 31 રન જ્યારે સૂર્યકુમાર યાદવે 37 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 26 અને કિરોન પોલાર્ડે 25 રન બનાવ્યા હતા. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લા બોલ સુધી 181-9 સુધી જ પહોંચી શકી અને 18 રનથી મેચ હારી ગઈ. 
ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ધોનીએ છોડી હતી કેપ્ટન્સી
ચેન્નાઈ સુપર કિંગ્સ વિશે વાત કરીએ તો, ટીમ તેની છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે હારી ગઈ હતી. ટીમ તરફથી ઓપનર ઋતુરાજ ગાયકવાડે 73 રન બનાવ્યા હતા. અંબાતી રાયડુએ પણ 46 રન બનાવ્યા હતા જ્યારે રવિન્દ્ર જાડેજાએ 22 રન બનાવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં ખાસ કરીને જે ધોનીનો કમાલ પહેલા જોવા મળતો હતો તે જોવા નથી મળી રહ્યો. ઉપરથી તેણે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધુ જેની અસર ટીમમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે. 
Tags :
CricketGujaratFirstIPLIPL15IPL2022MIvsCSKPointsTableSports
Next Article