Tilak Varma Century : 45 બોલમાં 101 રન ફટકારી અમદાવાદમાં મચાવી તબાહી, તોડ્યા દિગ્ગજોના રેકોર્ડ
- IPL 2026 માં ગુજરાત સામે તિલકે ફટકાર્યા અણનમ 101 રન
- Mumbai Indians માટે સૌથી નાની વયે સદીનો રેકોર્ડ
- સનથ જયસૂર્યાના 18 વર્ષ જૂના રેકોર્ડની તિલક વર્માએ કરી બરાબરી
- Virat Kohli અને સેહવાગના રેકોર્ડ પણ તૂટ્યા
- પ્રસિધ કૃષ્ણાની છેલ્લી ઓવરમાં 22 રન લૂંટી પૂરી કરી સેન્ચુરી
Tilak Varma Century : આઈપીએલ 2026 [IPL 2026] માં સોમવારે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાયેલી મેચમાં યુવા બેટ્સમેન તિલક વર્માએ [Tilak Varma] ઇતિહાસ રચી દીધો છે. તેણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માત્ર 45 બોલમાં અણનમ 101 રન બનાવીને પોતાની પ્રથમ આઈપીએલ સદી (Tilak Varma Century) નોંધાવી હતી. તિલકની આ ઇનિંગમાં 8 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે મુંબઈની ટીમ 44 રનમાં 3 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી, ત્યારે તિલકે મોરચો સંભાળ્યો હતો.
𝙔𝙚 𝙩𝙖𝙖𝙧𝙖, 𝙬𝙤𝙝 𝙩𝙖𝙖𝙧𝙖, 𝙝𝙪𝙢𝙖𝙧𝙖 𝙩𝙖𝙖𝙧𝙖! 💙 pic.twitter.com/jyL7n72PrK
— Mumbai Indians (@mipaltan) April 20, 2026
સનથ જયસૂર્યાના રેકોર્ડની કરી બરાબરી
તિલક વર્માએ પોતાની સદી (Tilak Varma Century) પૂર્ણ કરવા માટે અંતિમ ઓવરમાં પ્રસિધ કૃષ્ણાની બોલિંગમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તેણે માત્ર 33 બોલમાં ફિફ્ટી કરી હતી, પરંતુ ત્યારબાદના 50 રન માત્ર 12 બોલમાં જોડી દીધા હતા. આ સાથે જ તિલક હવે મુંબઈ ઈન્ડિયન્સ [Mumbai Indians] માટે સંયુક્ત રીતે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે શ્રીલંકાના દિગ્ગજ સનથ જયસૂર્યાના 45 બોલના રેકોર્ડની બરાબરી કરી છે. આ ઉપરાંત, તે મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી નાની ઉંમરે સદી ફટકારનાર પ્લેયર પણ બની ગયો છે.
વિરાટ કોહલી અને સેહવાગને પછાડ્યા
ભારતીય ખેલાડીઓ દ્વારા આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારવાની યાદીમાં તિલક વર્મા હવે સાતમા સ્થાને પહોંચી ગયો છે. આ મામલે તેણે વિરાટ કોહલી [Virat Kohli], વીરેન્દ્ર સેહવાગ અને મુરલી વિજય જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. કોહલીએ 47 બોલમાં જ્યારે સેહવાગે 48 બોલમાં સદી ફટકારી હતી. તિલકની આ વિસ્ફોટક બેટિંગના સહારે મુંબઈએ ગુજરાત ટાઇટન્સ [Gujarat Titans] સામે 199/5 નો વિશાળ સ્કોર ખડો કર્યો હતો.
આ પણ વાંચો : Tilak Varma ની તોફાની સદી! Mumbai એ ગુજરાત સામે ખડક્યો રનનો પહાડ, શું ગીલની સેના કરી શકશે ચેઝ?


