ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આજે બે નવી ટીમો આવશે આમને-સામને, હાર્દિક અને રાહુલની ટીમ પહેલી જીત માટે ઉતરશે મેદાને

IPLમાં આજે બે નવી ટીમો સામસામે ટકરાશે. ગુજરાત ટાઇટન્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સનો પડકાર રહેશે. બંને ટીમો પહેલીવાર IPLમાં પ્રવેશી રહી છે. પહેલા IPLમાં 8 ટીમો રમતી હતી, પરંતુ આ વખતે બે નવી ટીમો ઉમેરાયા બાદ ટીમોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. વર્ષ 2011 બાદ હવે IPLમાં 10 ટીમો રમી રહી છે. મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે શરૂ થશે. હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે, જ્યારે લખનૌ સુપરજાયનà«
10:30 AM Mar 28, 2022 IST | Vipul Pandya
IPLમાં આજે બે નવી ટીમો સામસામે ટકરાશે. ગુજરાત ટાઇટન્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સનો પડકાર રહેશે. બંને ટીમો પહેલીવાર IPLમાં પ્રવેશી રહી છે. પહેલા IPLમાં 8 ટીમો રમતી હતી, પરંતુ આ વખતે બે નવી ટીમો ઉમેરાયા બાદ ટીમોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. વર્ષ 2011 બાદ હવે IPLમાં 10 ટીમો રમી રહી છે. મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે શરૂ થશે. હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે, જ્યારે લખનૌ સુપરજાયનà«
IPLમાં આજે બે નવી ટીમો સામસામે ટકરાશે. ગુજરાત ટાઇટન્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સનો પડકાર રહેશે. બંને ટીમો પહેલીવાર IPLમાં પ્રવેશી રહી છે. પહેલા IPLમાં 8 ટીમો રમતી હતી, પરંતુ આ વખતે બે નવી ટીમો ઉમેરાયા બાદ ટીમોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. 
વર્ષ 2011 બાદ હવે IPLમાં 10 ટીમો રમી રહી છે. મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે શરૂ થશે. હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે, જ્યારે લખનૌ સુપરજાયન્ટ્સની કમાન કેએલ રાહુલના હાથમાં છે. બંને ટીમો IPLમાં પોતાની પ્રથમ મેચમાં જીતની શરૂઆત સાથે ટૂર્નામેન્ટમાં આગળ વધવાનો પ્રયત્ન કરશે. ગુજરાતની ઇનિંગ્સની શરૂઆત શુભમન ગિલ અને અફઘાનિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ કરી શકે છે. બંને જ્યારે ફોર્મમાં હોય ત્યારે કોઈપણ બોલિંગ આક્રમણની સામે કાઉન્ટ્રર એટેક કરવા માટે જાણીતા છે. જોકે, વાનખેડે સ્ટેડિયમમાં બોલરોને બાઉન્સ મળી શકે છે, જેના કારણે તેમને સાવચેત રહેવું પડશે. ગુજરાત ટાઇટન્સના સારા પ્રદર્શનની જવાબદારી તેના કેપ્ટન હાર્દિક પંડ્યા પર રહેશે જેને વાનખેડેના સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમવાનો ઘણો અનુભવ છે. સિક્સર ફટકારવામાં ઉસ્તાદ હાર્દિકે બેટિંગ ક્રમમાં ઉપર આવવું પડશે.  
આ મેચમાં ઓલરાઉન્ડર વિજય શંકરની ચાર ઓવર પણ નિર્ણાયક રહેશે. આ ત્રણેયમાં પોતાના દમ પર મેચ જીતવાની ક્ષમતા છે. નોંધનીય છે કે, ગુજરાત ટીમનો કેપ્ટન હાર્દિક IPLમાં પોતાની કેપ્ટનશિપની શરૂઆત કરશે. વળી, કેએલ રાહુલ પણ પ્રથમ વખત નવી ટીમ લખનૌની કમાન સંભાળી રહ્યો છે. પરંતુ કેએલ રાહુલ પાસે IPLમાં કેપ્ટનશિપનો અનુભવ છે. આ પહેલા તે પંજાબનો કેપ્ટન રહી ચૂક્યો છે. એક તરફ કેએલ રાહુલ ક્લાસિકલ બેટ્સમેન છે તો બીજી તરફ હાર્દિક પંડ્યા મોટો હિટર છે. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાનો ભાઈ કૃણાલ પંડ્યા લખનૌ સુપર જાયન્ટ્સની ટીમમાં છે. બંને પહેલીવાર આમને-સામને જોવા મળશે. અગાઉ, પંડ્યા બ્રધર્સ મુંબઈ ઈન્ડિયન્સ માટે સાથે રમતા હતા. પરંતુ આ વખતે નવી ટીમો સાથે તેઓ એકબીજાને પડકાર આપતા જોવા મળશે. આ નજારો અદભૂત બનવાની પૂરી સંભાવના છે. 
લખનૌ માટે, કેપ્ટન કેએલ રાહુલ પર ઘણું નિર્ભર રહેશે જે દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક સાથે ઇનિંગ્સની શરૂઆત કરશે. બંને ટેકનિકમાં પણ સમૃદ્ધ છે અને તેની પાસે તમામ પ્રકારના શોટ્સ છે. લખનૌમાં દીપક હુડા, કૃણાલ પંડ્યા જેવા ઓલરાઉન્ડર પણ છે અને વેસ્ટ ઈન્ડિઝના જેસન હોલ્ડર અને મનીષ પાંડેનો અનુભવ મિડલ ઓર્ડરમાં કામમાં આવશે. બોલિંગનું નેતૃત્વ ઈન્દોરના ઝડપી બોલર અવેશ ખાન કરશે જ્યારે રવિ બિશ્નોઈ સ્પિન સંભાળશે. હવે જોવાનું એ રહે છે કે, ટીમ મેનેજમેન્ટ એક્સ્ટ્રા ફાસ્ટ બોલર લાવે છે કે સ્પિનરને. પ્રથમ મેચમાં સ્કોર ઓછો રહ્યો હતો અને ઝાકળ પણ ભૂમિકા ભજવે છે, તો ટોસ જીતનારી ટીમ બેટિંગ કરવાનું પસંદ કરશે તેવી સંભાવના છે. 
Tags :
CricketGTvsLSGGujaratFirstIPLIPL15IPL2022NewTeamSportsTodayMatch
Next Article