IPL 2026 Eliminator : Vaibhav Sooryavanshi એ તોડ્યો Chris Gayle નો ઐતિહાસિક રેકોર્ડ
Vaibhav Suryavanshi breaks Chris Gayle's record : ક્રિકેટ (Cricket) અનિશ્ચિતતાઓની રમત કહેવાય છે. અહીં ક્યારે શું થઈ જાય તેની કોઈ આગાહી કરી શકતું નથી. ઘણી વખત એવા રેકોર્ડ બને છે જેને વર્ષો સુધી અતૂટ માનવામાં આવે છે, પરંતુ કેટલીક ખાસ પળોમાં નવા ખેલાડીઓ ઈતિહાસ બદલી નાખે છે. IPL 2026 (Indian Premier League 2026) ના એલિમિનેટર (Eliminator) મુકાબલામાં પણ આવું જ કંઈક જોવા મળ્યું, જ્યારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ના માત્ર 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Sooryavanshi) વિશ્વ ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ બનાવી દીધી.
ક્રિસ ગેઇલનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન અને “યુનિવર્સ બોસ” (Universe Boss) તરીકે જાણીતા ક્રિસ ગેઇલ (Chris Gayle) એ IPL 2012 દરમિયાન એક જ સિઝનમાં સૌથી વધુ 59 છગ્ગા ફટકારવાનો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. છેલ્લા 14 વર્ષથી આ રેકોર્ડ અતૂટ રહ્યો હતો અને ક્રિકેટ ચાહકો માનતા હતા કે કદાચ આ સિદ્ધિ કોઈ માટે પાર કરવી મુશ્કેલ રહેશે. પરંતુ IPL 2026 માં વૈભવ સૂર્યવંશીએ આ માન્યતાને ખોટી સાબિત કરી. એલિમિનેટર મેચ દરમિયાન તેણે પોતાની સિઝનના કુલ 60 છગ્ગા પૂર્ણ કરીને ક્રિસ ગેઇલનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે. આ સિદ્ધિ સાથે વૈભવ હવે IPL ના એક જ સિઝનમાં સૌથી વધુ સિક્સર (Most Sixes in a Season) ફટકારનાર ખેલાડી બની ગયો છે.
એક જ IPL સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડીઓ
60 + – વૈભવ સૂર્યવંશી (2026)
59 – ક્રિસ ગેઇલ (2012)
52 – આન્દ્રે રસેલ (2019)
51 – ક્રિસ ગેઇલ (2013)
45 – જોસ બટલર (2022)
પ્લેઓફમાં સૌથી ઝડપી અડધી સદી - Vaibhav Sooryavanshi
ન્યૂ ચંદીગઢ (New Chandigarh) ના મુલ્લાનપુર (Mullanpur) સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ (Aggressive Batting) કરી હતી. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર પેટ કમિન્સ (Pat Cummins) સામે તેણે સતત 3 છગ્ગા ફટકારીને સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. વૈભવે માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી (Half Century) પૂર્ણ કરી હતી. IPL કારકિર્દીમાં આ પાંચમી વખત છે જ્યારે તેણે 20 બોલથી ઓછા સમયમાં ફિફ્ટી નોંધાવી છે. આ સાથે જ તે IPL પ્લેઓફ (IPL Playoffs) માં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર સંયુક્ત ખેલાડી પણ બન્યો છે. અગાઉ આ રેકોર્ડ ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુરેશ રૈના (Suresh Raina) ના નામે હતો, જેમણે IPL 2014 ના પ્લેઓફમાં 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જોકે, આ મેચમાં વૈભવ સદીથી માત્ર 3 રન દૂર રહી ગયો હતો અને 97 રને આઉટ થઇ ગયો હતો.
Indian Premier League 2026 | Vaibhav Sooryavanshi hits 97 off 29 balls as the first wicket falls for Rajasthan Royals (125-1) against Sunrisers Hyderabad in the Eliminator of IPL 2026 at Maharaja Yadavindra Singh International Cricket Stadium, Mullanpur, New Chandigarh
(Pics:… pic.twitter.com/qqm3qOEmek
— ANI (@ANI) May 27, 2026
પેટ કમિન્સનો નિર્ણય પડ્યો ખોટો
એલિમિનેટર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના કેપ્ટન પેટ કમિન્સે ટોસ (Toss) જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં એવું લાગતું હતું કે બોલરોને મદદ મળશે, પરંતુ વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગે કમિન્સનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો સાબિત કર્યો.
સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન, સ્મારક રવિચંદ્રન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ, શિવાંગ કુમાર, ઈશાન મલિંગા, શાકિબ હુસૈન અને પ્રફુલ હિંજ.
રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ,, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, ડોનોવન ફરેરા,, દાસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા અને યશ રાજ પુંજા.
આ પણ વાંચો : RCB vs GT Qualifier-1: RCBની આક્રમક બેટિંગ સામે GTનું નબળું પ્રદર્શન, ગુજરાતને હરાવી બેંગ્લોર ફાઈનલમાં પહોંચી


