Vaibhav Sooryavanshi breaks records : વૈભવ સૂર્યવંશીની તોફાની ઇનિંગ જોઇ Gayle-Russell-Jayasuriya બન્યા તેના ફેન
Vaibhav Sooryavanshi breaks records : IPL 2026 હવે માત્ર એક ટૂર્નામેન્ટ નહીં પરંતુ નવા યુગના સ્ટાર્સની ઓળખ બની રહી છે. આ સિઝનમાં સૌથી વધારે ચર્ચામાં રહેલું નામ છે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi). રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) માટે રમતા આ યુવા ઓપનરે એલિમિનેટર (Eliminator) મુકાબલામાં એવી વિસ્ફોટક બેટિંગ કરી કે સમગ્ર ક્રિકેટ જગત આશ્ચર્યચકિત થઈ ગયું. સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામે રમાયેલી મેચમાં વૈભવે IPL ઇતિહાસનો સૌથી વધુ છગ્ગાનો (Most Sixes in IPL Season) રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તેણે દિગ્ગજ ક્રિસ ગેઇલ (Chris Gayle) દ્વારા 2012માં બનાવવામાં આવેલ 59 છગ્ગાનો રેકોર્ડ તોડી નાખ્યો. ત્યારબાદ તેના ટેલેન્ટના ચૌતરફ વખાણ થઇ રહ્યા છે.
29 બોલમાં 97 રનની તોફાની ઇનિંગ
27 મેના રોજ નવા ચંદીગઢ (New Chandigarh) ખાતે રમાયેલી એલિમિનેટર મેચમાં વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi)એ શરૂઆતથી જ આક્રમક અંદાજ અપનાવ્યો હતો. તેણે માત્ર 16 બોલમાં અડધી સદી (Fastest Fifty) ફટકારી અને ત્યારબાદ 29 બોલમાં 97 રનની તાબડતોબ ઇનિંગ રમી. આ ઇનિંગ દરમિયાન તેણે કુલ 12 છગ્ગા ફટકાર્યા. મેચ પહેલા વૈભવને ગેઇલનો રેકોર્ડ તોડવા માટે 7 છગ્ગાની જરૂર હતી, પરંતુ તેણે પાવરપ્લે (Powerplay) દરમિયાન જ 8 છગ્ગા ફટકારીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી લીધી. હવે IPL 2026માં તેના નામે કુલ 65 છગ્ગા નોંધાયા છે, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંકડો છે.
ગેઇલ-રસેલ-જયસૂર્યાએ કર્યા વખાણ - Vaibhav Sooryavanshi breaks records
વૈભવની આ ધમાકેદાર બેટિંગ પછી વિશ્વ ક્રિકેટના ઘણા દિગ્ગજ ખેલાડીઓએ તેના વખાણ કર્યા છે. ક્રિસ ગેઇલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વૈભવને “New Six Machine” ગણાવ્યો. ગેઇલે લખ્યું કે, “વૈભવ અદ્ભુત ખેલાડી છે. તેણે જબરદસ્ત મનોરંજન આપ્યું.”
What a phenomenal player Vaibhav is. Great entertainment young man! New Six machine @IPL pic.twitter.com/ofElAousF7
— Chris Gayle (@henrygayle) May 27, 2026
ત્યારબાદ વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ (Andre Russell) એ પણ વૈભવને અભિનંદન આપતા કહ્યું કે, “લોકો તેની ઉંમર પર સવાલ ઉઠાવશે, પરંતુ 30 વર્ષના ખેલાડીઓ પણ તે જે કરી રહ્યો છે તે કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.”
Andre Russell’s Instagram story for Vaibhav Sooryavanshi. pic.twitter.com/d9gtHkAoD8
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 27, 2026
રસેલ બાદ શ્રીલંકાના દિગ્ગજ સનથ જયસૂર્યા (Sanath Jayasuriya) એ વૈભવને “ખાસ પ્રતિભા” ગણાવી અને કહ્યું કે ભારતીય ક્રિકેટને ભવિષ્ય માટે એક અસાધારણ ખેલાડી મળ્યો છે.
This is some hitting from Vaibhav
Very special talent, such confidence at a young age. Cricket has a special player coming through— Sanath Jayasuriya (@Sanath07) May 27, 2026
એક સાથે અનેક રેકોર્ડ થયા ચકનાચૂર
વૈભવ સૂર્યવંશીએ માત્ર સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ જ નહીં પરંતુ અનેક મહત્વપૂર્ણ IPL રેકોર્ડ પણ પોતાના નામે કર્યા.
- IPL પ્લેઓફ (IPL Playoffs) માં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાના સુરેશ રૈના (Suresh Raina) ના 16 બોલના રેકોર્ડની બરાબરી કરી.
- એક જ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર અનકેપ્ડ ખેલાડી (Uncapped Player) બન્યો.
- તેણે પોતાના જ ટીમમેટ યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) ના 626 રનના રેકોર્ડને પાછળ છોડ્યો.
- હાલ IPL 2026માં વૈભવના નામે 680 રન નોંધાયા છે.
- પ્લેઓફ અથવા નોકઆઉટ મેચમાં સૌથી વધુ 12 છગ્ગા ફટકારવાનો નવો રેકોર્ડ બનાવ્યો.
- તેણે શુભમન ગિલ (Shubman Gill) ના 10 છગ્ગાના જૂના રેકોર્ડને પણ તોડી નાખ્યો.
- IPL ઇતિહાસમાં પાવરપ્લે દરમિયાન સૌથી વધુ 8 છગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો.
IPL 2026 નો સૌથી મોટો સ્ટાર બન્યો વૈભવ
માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ જે પ્રકારની નિર્ભય અને આક્રમક બેટિંગ કરી છે, તે ભારતીય ક્રિકેટ માટે અત્યંત સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યું છે. તેની બેટિંગ સ્ટાઇલ, આત્મવિશ્વાસ અને મોટા શોટ રમવાની ક્ષમતાએ તેને IPL 2026 નો સૌથી ચર્ચિત ખેલાડી બનાવી દીધો છે.
આ પણ વાંચો : IPL 2026 Eliminator : Vaibhav Sooryavanshi એ તોડ્યો Chris Gayle નો ઐતિહાસિક રેકોર્ડ


