Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

12 સિક્સર અને 5 ચોગ્ગા! શું આ Vaibhav Sooryavanshi Injury ને કારણે IPL 2026 માંથી બહાર થશે?

આઈપીએલ 2026 માં Vaibhav Sooryavanshi Injury એ રાજસ્થાન રોયલ્સ માટે ચિંતાનો વિષય છે. હૈદરાબાદ સામે 36 બોલમાં 12 છગ્ગા સાથે સદી ફટકારનાર વૈભવ ફિલ્ડિંગ દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજાને કારણે મેદાનની બહાર જવું પડ્યું હતું. હૈદરાબાદે આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી, પરંતુ વૈભવની ગંભીર ઈજા રાજસ્થાન માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.
12 સિક્સર અને 5 ચોગ્ગા  શું આ vaibhav sooryavanshi injury ને કારણે ipl 2026 માંથી બહાર થશે
Advertisement
  • વૈભવ સૂર્યવંશીએ 36 બોલમાં ફટકારી તોફાની સદી
  • હેમસ્ટ્રિંગની ગંભીર ઈજાને કારણે યુવા બેટ્સમેન મેદાનની બહાર
  • હૈદરાબાદે 229 રનનો વિશાળ લક્ષ્યાંક 19મી ઓવર પહેલા મેળવ્યો
  • ઈશાન કિશન અને અભિષેક શર્માની પાવરફુલ અડધી સદી
  • પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ હવે 4 ક્રમે ફેંકાયું

આઈપીએલ 2026 માં 25 એપ્રિલની રાત્રે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં વૈભવ સૂર્યવંશી [Vaibhav Sooryavanshi] એ સનરાઈઝર્સ હૈદરાબાદના બોલરોની બરાબરની ધુલાઈ કરી હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી ઓપનિંગ કરતા તેણે માત્ર 36 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેની આ ઈનિંગમાં 5 ચોગ્ગા અને 12 ગગનચુંબી છગ્ગા જોવા મળ્યા હતા. આ તોફાની બેટિંગના દમ પર રાજસ્થાન 20 ઓવરમાં 228 રનનો વિશાળ સ્કોર ખડકી શક્યું હતું. વૈભવ અત્યારે IPL માં ટીમો માટે સૌથી મોટું જોખમ સાબિત થઈ રહ્યો છે.

Advertisement

ફિલ્ડિંગ દરમિયાન સર્જાઈ ગંભીર ઈજા

રાજસ્થાન માટે ખુશીના આ સમાચાર લાંબો સમય ટક્યા નહીં. બીજી ઇનિંગના 3 ઓવરમાં જ્યારે હૈદરાબાદ તરફથી ઈશાન કિશને જોરદાર શોટ લગાવ્યો, ત્યારે બાઉન્ડ્રી પર બોલનો પીછો કરતા સમયે વૈભવ સૂર્યવંશી [Vaibhav Sooryavanshi] ને હેમસ્ટ્રિંગ (Hamstring) માં ખેંચાણ આવ્યું હતું. દોડતી વખતે અચાનક તેની સ્પીડ ઘટી ગઈ અને તે પીડાથી કણસતો મેદાન પર જ બેસી ગયો હતો. રાજસ્થાનના ફિઝિયોએ તાત્કાલિક મેદાન પર આવી તેની તપાસ કરી હતી, પરંતુ વૈભવ ઊભો થઈ શકે તેવી હાલતમાં નહોતો. અંતે મેડિકલ ટીમે તેને ખભાનો ટેકો આપીને મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો.

Advertisement

હૈદરાબાદની શાનદાર જીત

રાજસ્થાનના 228 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે ડર્યા વગર આક્રમક શરૂઆત કરી હતી. ઈશાન કિશનના 74 રન અને અભિષેક શર્માના 57 રનની તોફાની ભાગીદારીએ મેચનો પલટો ફેરવી નાખ્યો હતો. સનરાઈઝર્સે માત્ર 18.3 ઓવરમાં જ 229 રન બનાવીને 5 વિકેટે આ યાદગાર જીત હાંસલ કરી હતી. આ જીત સાથે હૈદરાબાદ પોઈન્ટ ટેબલ [IPL Points Table] માં 3 ક્રમે પહોંચી ગયું છે, જ્યારે આ ટૂર્નામેન્ટમાં ત્રીજી હાર સાથે રાજસ્થાન રોયલ્સ 4 સ્થાને સરકી ગયું છે. હવે જોવાનું એ રહેશે કે વૈભવની ઈજા કેટલી ગંભીર છે અને તે આગામી મેચો રમી શકશે કે નહીં.

આ પણ વાંચો : DCVsPBKS ની મેચમાં મેદાનમાં એમ્બ્યુલન્સ પહોંચી, આ ખેલાડી સ્ટ્રેચર પર રવાના

Tags :
Advertisement

.

×